સરકારી શાળાઓ બંધ કરવાના નિર્ણય સામે કોંગ્રેસનો વિરોધ
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા રાજ્યની અનેક શાળા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે 2020ના નવા સત્રથી બંધ કરવામાં આવશે. શાળા બંધ કરવાના નિર્ણય અંગે કોંગ્રેસે વિરોધ કર્યો છે અને આક્ષેપ કર્યા છે કે, સરકાર ખાનગી શાળાના મળતીયાઓને લાભ પહોંચાડવા શાળા બંધ કરાવે છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, સરકાર બળજબરી પૂર્વક સરકારી શાળાઓ બંધ કરવા માંગે છે. સમગ્ર ગુજરાતમાં ભાજપની સરકારે શિક્ષણને છીનાવવાનું કામ શરૂ કર્યું છે. સરકાર શાળાના ખર્ચને બિન ઉત્પાદક ખર્ચ ગણાવે છે. કોંગ્રેસના વિરોધ બાદ પણ સરકારે 6000 સ્કૂલ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. 2020ના નવા સત્રથી 6000 સ્કૂલ બંધ કરવામાં આવશે. છેલ્લા 20 વર્ષમાં સરકારે તાયફા પાછળ 5000 કરોડ રૂપિયા વેડફયા છે. કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતોએ સરકારને આ નિર્ણય પરત ખેંચવા માંગ કરી છે. સરકાર શાળા બંધ કરવાનો નિર્ણય પાછો નહીં ખેંચે તો વિરોધ કરવા આવશે.