રાજ્યના વિવિધ જિલ્લમાં સ્વાતંત્ર પર્વની ધામધૂમથી કરાઈ ઉજવણી - ધ્વજવંદન
🎬 Watch Now: Feature Video
ન્યૂઝ ડેસ્ક: આજે 73માં સ્વાતંત્ર પર્વની ઉજવણી શહેરાના કેશવબાગ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાના પ્રધાન બચુભાઈ ખાબડ દ્રારા ધ્વજવંદન કરી કરવામાં આવ્યું હતું. તેમને ખુલ્લી જીપ્સીમાં બેસીને પોલીસ પરેડનું નિરીક્ષણ પણ કર્યું હતું. પરેડ કમાન્ડર તરીકે મહિલા પોલીસ અધિકારી કલ્પના પરમારે ફરજ અદા કરી હતી. સાથે જ જિલ્લાની વિવિધ શાળા કોલેજમાં ફરજ બજાવતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ ઉત્કૃષ્ટ દેખાવ બદલ સન્માન કરવામાં આવ્યુ હતું. જેમાં આર્ચરી રમતમાં 2019માં ઇટલી ખાતે ભાગ લઈ જિલ્લાનું ગૌરવ વધારનાર પ્રેમીલાબેન બારીયા, બોક્સિંગની રમતમાં પારસ કુમાર ચૌહાણને રાષ્ટ્રીયકક્ષાના હરિયાણા ખાતેની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું.
Last Updated : Aug 15, 2019, 3:20 PM IST