સુરતમાં હૈદરાબાદ પોલીસના એન્કાઉન્ટર બાદ યુવાઓએ કરી ઉજવણી - હૈદરાબાદ પોલીસ દ્વારા કરવામાં આવેલા એન્કાઉન્ટર
🎬 Watch Now: Feature Video
સુરત: હૈદરાબાદમાં બનેલી દુષ્કર્મ આચરનારા ચારે આરોપીઓનું હૈદરાબાદ પોલીસ દ્વારા એકાઉન્ટર કરી દેવામાં આવ્યું હતું. દુષ્કર્મની ઘટના બાદ સમગ્ર દેશને હચમચાવી દેનારી આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત લોકોમાં જોવા મળ્યા હતા. હૈદરાબાદ પોલીસની કામગીરીને દેશભરના લોકો બિરદાવી રહ્યા છે. સુરતની વાત કરવામાં આવે તો છેલ્લા એક મહિનામાં બનેલી દુષ્કર્મ જેવી ઘટનાઓમાં નરાધમોને આ પ્રકારની સજા ફટકારવામાં આવે તેવી માગ યુવા યંગસ્ટર્સ કરી રહ્યું છે. કોલેજમાં અભ્યાસ કરતા યંગસ્ટર્સ પણ હૈદરાબાદ પોલીસની આ સરાહનીય કામગીરીની ખૂબ પ્રશંસા કરી હતી.