thumbnail

ગુરુપૂર્ણિમાઃ વલસાડના કથાકાર પ્રફુલભાઈ શુક્લ આશીર્વચન, જુઓ વીડિયો

By

Published : Jul 5, 2020, 8:50 AM IST

વલસાડઃ આજે ગુરુપૂર્ણિમા નિમિતે જાણીતા કથાકાર પ્રફુલભાઇ શુક્લએ તેમના ભાવિકોને 21ની સદીનો મેસેજ આપ્યા છે. તેમણે જણાવ્યું છે કે, દરેક કાર્ય દરેક વ્યક્તિએ પોતાના પદ અને ગરિમાને ધ્યાને રાખીને નિષ્ઠાપૂર્વક કરવું જોઈએ, પછી એ ભલે ધારાસભ્ય હોય કે કોન્ટ્રાકટર હોય. દરેકે પોતાની કામગીરીને ઉપરવાળાને ધ્યાને રાખીને કરવી જોઈએ. કોરોનાના કપરા કાળનો દરેક લોકો સામનો કરી રહ્યાં છે, ત્યારે વેન્ટિલેટર પર જીવવા કરતા માસ્ક પહેરીને જીવવું વધારે ઉત્તમ છે. બહાર ફરવા કરતા ઘરમાં સ્વથ્ય રહી સંયમ પાળવાની જરૂર છે. બીજાને યોગી ન બનીયે તો કંઈ નહીં પણ ઉપયોગી બનીએ અને સત્યનું પાલન આચરણ કરીએ. જીવનમાં સત્યને લાવવાની કોશિશ કરીએ. શરાબના નશા કરતા પણ સત્તા અને સંપત્તિનો નશો ખુબ ભયંકર છે. સત્તા અને સંપત્તિનો ઉપયોગ સત્કાર્યમાં કરીએ તેવી તમામ ભાવિક શ્રોતાજનોને વિનંતી...

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.