1 કડીમાં CAA અને NRC સમર્થનમાં વિશાળ રેલી યોજાઈ, નાયબ મુખ્ય પ્રધાન રહ્યા હાજર - kadi news
🎬 Watch Now: Feature Video

મહેસાણાઃ કડીમાં ભારતીય નગરિતા કાયદાના સમર્થનમાં CAA અને NRCના સમર્થનમાં બેનરો સાથે જંગી સભા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. APMCથી કમળ ચોક સુધી બાળકો, મહિલાઓ અને પુરૂષો સાથે રાષ્ટ્ર પ્રેમી આગેવાનોએ ત્રિરંગા સાથે કડી શહેરના જાહેર માર્ગો પર પસાર થઈ શહેરની પરિક્રમા કરતા કમળ ચોક સુધી પહોંચી CAA અને NRCના કાયદાના સમર્થનમાં જોડાયા હતા. રેલીના સમાપન બાદ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે રેલી સમાપન સભા યોજી NRC અને CAAના કાયદાની માહિતી પૂરી પાડી હતી.