વૈજ્ઞાનિક અને વ્યવસાયિક અભિગમથી પશુપાલન કરવા કુંવરજીભાઇ બાવળિયાનું આહ્વાન - કુંવરજીભાઇ બાવળિયા
🎬 Watch Now: Feature Video
દાહોદઃ યોજાયેલા શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહમાં રાજ્યના 565 શ્રેષ્ઠ પશુપાલકોને સન્માનિત કરાયા હતા. મુવાલિયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજવામાં આવેલા શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહમાં રાજ્યના 565 પશુપાલકોને રૂ. ૪૬.૪૫ લાખના રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કુંવરજીભાઇ બાવળિયાએ પશુપાલકોને વૈજ્ઞાનિક અને વ્યવસાયિક અભિગમ અપનાવી પશુપાલન કરવા આહ્વાન કર્યું હતું.