સુરતમાં મનપાની બેદરકારીના કારણે રીક્ષા પલટી - કતારગામ
🎬 Watch Now: Feature Video
સુરત : મેઘરાજાની ધમાકેદાર બેટિંગે મનપાની પોલ ખોલી છે. સુરતના રસ્તાઓમાં ઠેર-ઠેર ખાડા જોવા મળી રહ્યા છે. આ ખાડાઓના કારણે અકસ્માતનો બનાવ પણ સામે આવ્યો હતો. સુરતના કતારગામમાં ખાડાના કારણે એક રીક્ષા પલટી ખાઈ ગઇ હતી. સ્થાનિકોએ રીક્ષામાંથી બે યુવકો અને એક મહિલાને બહાર કાઢી હતી.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા કેમેરામાં કેદ થઈ ગઇ હતી.