પોરબંદરના SSC રોડ પર કારમાં અચાનક લાગી આગ, કોઇ જાનહાની નહિ - car suddenly caught fire on SSC Road in Porbandar
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ શહેરના SSCથી છાયાના રોડ પર એક કારમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી હતી, આગ લાગતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, આગની જાણ થતા આસપાસના લોકો દ્વારા ફાયરબ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયરબ્રિગેડના માણસો દ્વારા આ કારમાં શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક તારણ છે. જો કે આ બનાવમાં કોઈ જાનહાનિ ન થઈ હોવાનું હાલ જાણવા મળ્યું છે.