ગોધરામાં BSNLનાં 163 કર્મચારીઓ એક સાથે VRS લીધું

By

Published : Feb 1, 2020, 4:09 AM IST

thumbnail
પંચમહાલઃ ભારત સંચાર નિગમની પંચમહાલ, મહિસાગર તથા દાહોદ જિલ્લાની મુખ્ય કચેરી ગોધરા ડીવીઝનમાં કુલ 285 કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા હતા. દૂર સંચાર નિગમ ખોટમાં જતા સરકાર દ્વારા કર્મચારી માટે વિઆરએસ સ્ક્રીમ લોંચ કરવામાં આવી હતી. જેમા઼ કર્મીઓ સ્વૈચ્છીક VRS લે તેઓને તમામ મળતાં લાભો મળશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જેને લઇ ગોધરા ડીવીઝનમાંથી 285 કર્મીઓમાંથી 163 કર્મીઓએ એકસાથે આજરોજ VRS લીધું હતુ઼. શુક્રવારે તેમનો ભવ્ય વિદાય સમા઼રંભ યોજાયો હતો. ગોધરા ડીવીઝનના કુલ કર્મીઓનો પગાર 2.21 કરોડ નિગમ દ્વારા ચૂકવવા માં આવતો હતો જેની સામે નિગમની આવક 1.10 કરોડ થઇ રહી હતી જેથી આ વિભાગીય કચેરી ભારે ખોટ માં જતી હતી જેથી હવે આ ગોધરા વિભાગીય કચેરી ના 163 કર્મીઓએ વીઆરએસ લેતાં હવે નિગમના 1 કરોડ જેટલા નાણાં બચશે. ગોધરા ડીવીઝનમાં 101 એકક્ષેન્ચ અને 2જી/3જી/4જી ના 300 ટાવર છે.નીગમની પડતી 2008 થી શરૂ થતાં 2020 સુધીમાં નીગમના ટેલીફોન લેન્ડ લાઇન 80 હજાર પરથી 21 હજાર પર આવી જતાં નિગમ ખોટમાં આવી ગઇ હતી. VRS બાદ નીગમ આઉટ સોર્સીસ કરીને દુરસંચાર નિગમની વધારાની કામગીરી કરાવશે।ગોધરા દૂર સંચાર નિગમના VRS 163 કર્મીઓમાંથી દાહોદના 42 , મહિસાગરના 29 તથા પંચમહાલના 92 કર્મીઓ છે.અને આ તમામ કર્મચારીઓ માં ગ્રુપ સી અને ડી થી લઇ એક્ઝિક્યુટિવ એ અને બી ગ્રુપ ના કર્મચારીઓ એ વીઆરએસ લીધું હતું।જો કે આટલી મોટી સંખ્યા માં કર્મચારીઓ એ સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા ઉપભોક્તા ઓ ને કોઈ પણ પ્રકાર ની સમશ્યા નડશે નહિ.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.