ખેડામાં લોકડાઉનના ભંગ બદલ 150 બાઈક ડિટેઇન કરાયા - નડિયાદ
🎬 Watch Now: Feature Video
ખેડાઃ કોરોના વાઈરસના સંક્રમણને પગલે તેને ફેલાતો અટકાવવા લોકડાઉન કરવામાં આવ્યું છે. નાગરિકોની હેરાફેરીને નિયંત્રિત કરવા માટે જીવન જરૂરી વસ્તુઓ ખરીદવાના બહાને બિનજરૂરી વાહનોની અવરજવર પર ખેડા જિલ્લામાં પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. તેમજ આવશ્યક ચીજવસ્તુઓની નજીકની દુકાનથી ચાલીને ખરીદવા જણાવાયું છે. તેમ છતાં દૂધ, શાકભાજી ખરીદવાના બહાને તેમજ કામ સિવાય બાઈક લઇ શહેરમાં ફરવા નીકળેલા લોકો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં નડિયાદમાં 100 બાઈક તેમજ કપડવંજમાં 50 જેટલી બાઈક જપ્ત કરી પોલીસ દ્વારા લોકડાઉનનો ભંગ કરવા બદલ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.