શામળાજી-મોડાસા હાઇવે પર કારમાં આગ લાગી, 1નું મોત - મોડાસામાં ચાલુ કારમાં આગ
🎬 Watch Now: Feature Video
અરવલ્લી: જિલ્લાના શામળાજી-મોડાસા હાઈવે પરથી પસાર થઇ રહેલી CNG કારમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. જેથી કારમાં સવાર અઢેરા ગામના વતની અને સેવા સહકારી મંડળીના સેક્રેટરી ગણપત પટેલનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા.