ઓવૈસીનો આરોપ - "કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરને કઠપૂતળીની જેમ કંટ્રોલ કરવા માંગે છે" - Unemployment in Kashmir
🎬 Watch Now: Feature Video
અસદુદ્દીન ઓવૈસીએ લોકસભામાં કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે, 2019માં જમ્મુ અને કાશ્મીરમાં લાગુ કરાયેલા બંધારણની કલમ 370ની જોગવાઈઓને રદ્દ કર્યા બાદ સરકારે જણાવવું જોઈએ કે, શું સકારાત્મક ફેરફારો થયા છે? તેમણે કહ્યું કે, કાશ્મીરમાં બેરોજગારી 7.2 ટકા છે, જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે. તેમણે JKIDCની રચના પર કહ્યું કે, આ એક શેતાન બનાવવા જેવું કાર્ય છે. તેના નિર્ણયોને કોર્ટમાં પડકારી શકાય નહીં જે ખોટું છે. તેમણે વધુમાં કહ્યું કે, લોકતાંત્રિક વ્યવસ્થામાં ખોટા નિર્ણયોને પડકારવાની જોગવાઈઓ હોય છે. ઓવૈસીના મતે કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરને કઠપૂતળીની જેમ નિયંત્રિત કરવા માંગે છે. પત્રકારની ધરપકડ કર્યા બાદ તેમની વિરુદ્ધ UAPA હેઠળ કેસ નોંધવામાં આવે છે. સરકાર કહે છે કે, તે લોકોના દિલ અને દિમાગ જીતવા માંગે છે, પરંતુ કરની અને કથનીમાં ફરક છે.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST