ભારે વરસાદના કારણે સુરતના માર્ગો કરાયા બંધ
🎬 Watch Now: Feature Video
સુરત જિલ્લામાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળતા કેટલા માર્ગ બંધ કરવામાં આવ્યા હતા. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને લઇને ઠેર ઠેર તારાજી સર્જાઈ છે. સુરત જિલ્લા વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે અને સાવચેતીના પગલાં ભરી રહ્યું છે. ત્યારે સુરત જિલ્લાના 47 જેટલા માર્ગો પર વરસાદી પાણી ફરી વળતાં વહીવટી તંત્ર દ્વારા પાણી ન ઉતરે ત્યાં સુધી રસ્તાઓ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા મળતી માહિતી મુજબ 47 રસ્તાઓ બંધ કરાયા છે. જેને લઇને વાહન ચાલકોએ પણ અસર થઈ હતી. Rainfall update in Gujarat Roads closed due to rain in Surat Rain Forecast in Gujarat Rainy weather in Gujarat most rain monsoon 2022
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST