ચીખલીના ચિતાલી ગામેથી પૌરાણિક સિક્કા મળી આવતા ચર્ચા, આવી છે કથા - ધના રૂપા ડેવલપમેન્ટ કમિટી
🎬 Watch Now: Feature Video
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ચિતાલી ગામે ધોડિયા સમાજના પૂર્વજો (Ancestors Dhodiya community at Chitali village) મનાતા ધના અને રૂપાના સ્થાનકે ખોદકામ દરમિયાન પૌરાણિક ચલણી સિક્કા મળી આવ્યા હતા. ચીખલી તાલુકાના ચિતાલી ગામે ધનારૂપા થાનકે ખોદકામ દરમિયાન પૌરાણિક ખતરા તેમજ ચલણી સિક્કાઓ મળી આવ્યા હતા. ચિતાલી ગામે ધોડિયા સમાજના પૂર્વજો મનાતા ધના અને રૂપાનું પૌરાણિક દિવસ સ્થાન આવેલું છે. આ દેવસ્થાનમાં ધોડિયા સમુદાયના લોકો ખૂબ શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે. ધના અને રૂપા નામના વ્યક્તિઓને ધોડિયા સમુદાયના લોકો પોતાના પૂર્વ જ માને છે. મૃતકની અંતિમ વિધિ વખતે ધના ખત્રી અને રૂપાખત્રીના નામની છાક પાડવામાં આવ્યા બાદ જ અન્ય અવસાન પામેલા સ્વજનોની છાપ પડાય છે. આ પૂર્વજોનું મુખ્ય સ્થાનક નવસારી જિલ્લાના ગામમાં આવેલું છે. આ ધના રૂપા થાનકે પીડીઓથી ધોડિયા સમાજના પરિવારો દ્વારા મૃતક સ્વજનોના ખતરા બેસાડવાની પરંપરા હતી. પર્જણ એટલે ઉજવણાના મહિનામાં ચિતાલી ગામે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. આ દના રૂપાના સ્થાનક ના વિકાસનું કામ હાથ ધરાયું ત્યારે ખોદકામની (Dhodiya community at Chitali village) કામગીરી દરમિયાન આ વર્ષો જૂના પીપળાના વૃક્ષ સ્થળે ખોદકામ કરતાં મોટી સંખ્યામાં કાળક્રમે દટાયેલા પથ્થરના ખતરા અને જૂના સિક્કાઓ મળી આવતા લોકોમાં ભારે આશ્રય ફેલાયું હતું. આ વાત વાયુવેગે પ્રસરતા લોકો મોટી સંખ્યામાં ત્યાં જોવા ભેગા થયા હતા. આ ચલણી સિક્કાઓ 1891 1885 1901 1905 1920 1980 ના વર્ષના ચલણી સિક્કાઓ મળી આવ્યા હતા. જેમાં પાંચ અને 10 પૈસાના સિક્કા નો પણ સમાવેશ થાય છે. આ થાનક ના વિકાસ માટે સરકાર દ્વારા પણ અનુદાન ફાળવવામાં આવ્યું છે. અને ધના રૂપા ડેવલપમેન્ટ (Dhana Rupa Development Committee) કમિટી દ્વારા આવનાર સમયમાં શ્રદ્ધાળુઓ રાત્રી રોકાણ કરી શકે તે માટે અને પુસ્તકાલય બનાવવાનું પણ આયોજન અહીં કરવામાં આવ્યું છે.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST