જુનાગઢ ન્યૂઝ: ગાજવીજ સાથે જુનાગઢમાં ખાબક્યો કમોસમી વરસાદ, રોડ-રસ્તા પાણી પાણી, જુઓ વીડિયો
🎬 Watch Now: Feature Video
Published : Nov 26, 2023, 9:05 AM IST
જુનાગઢ: હવામાન વિભાગ દ્વારા જે રીતે વરસાદની આગાહીઓ કરવામાં આવી હતી, તે મુજબ જૂનાગઢ શહેરમાં આજે ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો. આ વરસાદના પગલે જુનાગઢ શહેર સહિત ગિરનાર પર્વત અને જંગલ વિસ્તાર ભીનો થઈ ગયો છે. કમોસમી વરસાદે ખેડૂતોમાં ચિંતા જન્માવી દીધી છે. બીજી તરફ આ વરસાદથી જુનાગઢના ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા અર્થે આવેલા પરિક્રમાર્થીઓ માટે પણ મુશ્કેલીમાં ઉભી કરી. હાલ તો શિયાળાના માહોલ વચ્ચે ખાબકેલા આ વરસાદના કારણે જૂનાગઢ શહેરમાં વધારે ઠંડીનું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. ખાસ તો આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને હવે પોતાના ઉભા પાકની નુકસાનીની ચિંતા સતાવી રહી છે. જ્યારે ખેડૂતો કુદરતની લીલા કુદરત જાણે એવા ભાવ સાથે કુદરતી પરિસ્થિતિને અનુકૂળ વલણ દાખવી રહ્યાં છે.