વડોદરામાં વિસ્થાપિતોએ વહીવટી તંત્ર અને ભાજપનું બેસણું કરી કુટ્યા છાજીયા - છાજીયા કુટી વિરોધ પ્રદર્શન
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ સંજયનગરમાં અંદાજે 60થી 70 વર્ષથી વસવાટ કરનારા અંદાજે 2500 પરિવારના મકાનો ત્રણ વર્ષ પૂર્વે પાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. આ સામે પાલિકા દ્વારા 18 મહિનામાં પાકા મકાન અને નિયમિત માસિક 2000 ભાડુ આપવાની શરત મુકવામાં આવી હતી, પરંતુ ત્યાર બાદ રાત ગઈ બાત ગઇની જેમ સંજયનગરના વિસ્થાપિતોને વહીવટી તંત્ર ભૂલી ગયું હોય તેમ મકાન કે ભાડું આપ્યું નથી. જે કારણે વિસ્થપિતો આંદોલનના માર્ગે વળ્યાં છે. આ આંદોલન અંતર્ગત સોમવારે સંજયનગરના વિસ્થાપિતોએ વહીવટી તંત્ર અને ભાજપનું બેસણું યોજી ભાજપ અને વહીવટી તંત્રના છાજીયા કુટી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
Last Updated : Jul 14, 2020, 1:23 AM IST