વડોદરા જિલ્લાના રાણીયા પોઇચા ગામમાં યુવકનો મૃતદેહ મળતા ચકચાર - Rania Poicha village
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ શહેર નજીક આવેલા સાવલી તાલુકાના રાણીયા પોઇચા ગામની ભાગોળે એક યુવકની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. રાણીયા પોઇચા ગામમાં યુવકની હત્યા કરેલો મૃતદહે પડયો હતો. જેની જાણ ગ્રામજનોને થતા તેમણે બનાવની જાણ પોલીસને કરી હતી. જેથી ભાદરવા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહ અંગેની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આ મૃતદેહ કિરીટભાઇ ડાભીનો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ દ્વરા મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તેમજ યુવકની હત્યા ક્યા કારણોસર કરવામાં આવી છે, તે અંગેની તપાસ હાથ ધરી છે.