કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ.હર્ષવર્ધન હિંસા પીડિતોને મળવા GTB હોસ્પિટલ પહોંચ્યા - CAA સમર્થન

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 26, 2020, 3:33 AM IST

શાહદરા: ઉત્તર પૂર્વમાં દિલ્હીમાં થયેલી હિંસમાં મોટી સંખ્યામાં લોકોને ઈજા પહોંચી છે. દિલ્હીની GTB હોસ્પિટલ આ ઘાયલોને સારવાર અપાઈ રહી છે. આ દરમિયાન મંગળવારની મોડી રાત્રે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધન અને ઉત્તર-પૂર્વ દિલ્હીના સાંસદ મનોજ તિવારી સાથે GTB હોસ્પિટલ હિંસાપીડિતોને મળવા પહોંચ્યા હતા. આ હોસ્પિટલમાં 150થી વધુ ઘાયલોને સારવાર અપાઈ રહી છે. ડૉ. હર્ષવર્ધને ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર આપવાની બાંહેધરી આપી હતી. તેમજ હોસ્પિટલના કર્તા-હર્તા અને તબીબોને કેટલાક સુચનો પણ આપ્યા હતાં.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.