જ્યોર્જ ફ્લોઇડના મોત પર અમેરીકામાં આંદોલનો ચાલી રહ્યા છે. તેવામાં ઘણા લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. જેમાં ટીવી સ્ટાર ક્રિસી ટાઇગને આંદોલનકારીઓ માટે 2 લાખ ડોલરની જાહેરાત કરી છે. જેની ટ્વિટ કરી માહિતી આપી હતી.વોશિંગ્ટન : અમેરિકી સુપરમોડલ ક્રિસી ટાઇગને જણાવ્યું કે તે જ્યોર્જ ફ્લોયડના નિધન પર આંદોલન કરનારા લોકોના જામીન માટે 2 લાખ ડોલરનું દાન આપી રહી છે. Ooo they might need more money then. Make it $200,000 https://t.co/axuJnazJkU— chrissy teigen (@chrissyteigen) May 30, 2020 મીડિયા રિપોર્ટના જણાવ્યાં અનુસાર 34 વર્ષીય 'ધ ક્રિસી કોર્ટ' સ્ટારે ટ્વિટર પર શનિવારે લખ્યુ કે હું દેશભરના આંદોલનકારીઓને જામીન આપવા માટે 1 લાખ ડોલરનું યોગદાન આપી રહી છું. In celebration of whatever the fuck maga night is, I am committed to donating $100,000 to the bail outs of protestors across the country.— chrissy teigen (@chrissyteigen) May 30, 2020 એક યુઝર્સ દ્વારા આંદોલનકારીઓને ગુનેગારો કહેતા ટાઇગને જવાબ આપ્યો, "એ તો તેઓને 2 લાખ ડોલરથી વધુની જરૂર પડી શકે છે."ક્રિસીએ આ દાન ત્યારે આપ્યું હતું જ્યારે 'માગાનાઇટ' નું હેશટેગ ટ્વિટર પર ટ્રેંડ કરવાનું શરૂ કર્યું હતું, તેનુ કારણ હતુ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસના આંદોલનને 'સુનિયોજિત' ગણાવ્યું હતું અને લોકોને કહ્યું હતું કે 'તેઓ ફક્ત મુશ્કેલી લઇને જ આવ્યા છે'. અઠવાડિયા દરમિયાન, ફ્લોઈડના મૃત્યુને લઈને અમેરિકામાં આંદોલનો થયા હતાં. જ્યોર્જ ફ્લોયડ એક નાગરિક હતો જે પોલીસ કસ્ટડીમાં માત્ર 20 અમેરીકી ડોલરના વિવાદમાં માર્યો ગયો હતો.