ભાજપની કાર્યકર્તાને ન્યાય આપવા કોંગ્રેસ વિરોધ કરશે : શૈલેષ પરમાર - શૈલેષ પરમારના ભાજપ પર પ્રહાર
🎬 Watch Now: Feature Video
ગાંધીનગર : રાજ્યકક્ષાના પ્રધાન ગજેન્દ્રસિંહ પરમાર સાથે અનૈતિક સંબંધ હોવાના દાવા (Gajendra Singh Immoral Relationship) કરનારી યુવતીએ અમુક દિવસ પહેલા આત્મહત્યાની કોશિશ કરી હતી. અને પોલીસ દ્વારા ગજેન્દ્રસિંહ પરમાર ઉપર કોઈપણ પ્રકારના એક્શન નહીં લેવાતા હોવાના આક્ષેપ પણ કર્યા હતા. જ્યારે વિધાનસભામાં કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, દલિત યુવતી દ્વારા જે આત્મહત્યાની કોશિશ કરવામાં આવી છે. આ યુવતી દ્વારા અનેક વખત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં હજી સુધી ગજેન્દ્ર પરમાર વિરુદ્ધ કોઈ પણ પ્રકારની (Shailesh Parmar Attacked Gajendra Singh) કામગીરી કરાઇ નથી. આ યુવતીને લઈને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ આગામી દિવસોમાં સરકારનો વિરોધ કરશે.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST