હૈદરાબાદ: વધતી જતી વસ્તી એ એક માનવ સમાજ માટે ચિંતાનો વિષય છે. વધુ પડતી વસ્તી એ એક એવો મુદ્દો છે, જેણે આ પૃથ્વી પરના દરેક જીવંત વ્યક્તિ માટે ઘણી મુશ્કેલીઓ ઊભી કરી છે. વૈશ્વિક વધતી વસ્તી દ્વારા ઊભા થયેલા પડકારોને પહોંચી વળવા અને તેના વિશે જાગૃતિ લાવવા 11 જૂલાઈના રોજ 'વિશ્વ વસ્તી દિવસ' દિવસ ઉજવવામાં આવે છે.
વિશ્વ વસ્તી દિવસની શરુઆત: 11 જૂલાઈ, 1987ના રોજ વિશ્વની વસ્તી 5 અબજને પાર હતી. આથી ડૉ.K.C ઝાચારિયાહના સૂચન દ્વારા વિશ્વ વસ્તી દિવસની શરુઆત 11 જૂલાઈ, 1987ના રોજ કરવામાં આવી હતી. જે વર્ષ 2023 માં વિશ્વની વસ્તી લગભગ 8 અબજ થયા હોવાના અહેવાલ છે.
2050માં 9.7 અબજ વસ્તી થવાની સંભાવના છે: ભારત દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. જે 1.4 અબજથી વધુ લોકો સાથે વસ્તીની દ્રષ્ટિએ ચીનને પાછળ છોડી દિધું છે. સંયુક્ત રાષ્ટ્રનું માનવું છે કે, 2030માં વિશ્વની વસ્તી 8.5 અબજ સુધી પહોંચી જશે. 2050માં તે 9.7 અબજ થવાની સંભાવના છે. ભારત સરકારે વસ્તી નિયંત્રણ માટે કુટુંબ નિયોજન અને કલ્યાણ કાર્યક્રમો જેવી અનેક પહેલો હાથ ધરી છે. વસ્તી નિયંત્રણમાં રાખવા માટે નાગરિકોએ પોતપોતાની સરકારો દ્વારા લેવામાં આવેલા પગલાંને અનુસરીને સહકાર આપવો જોઈએ.
વધુ પડતી વસ્તીના પડકારો: વધતી જતી વસ્તીના કારણે આરોગ્યની સુવિધાઓ શિક્ષણ, બેકારી, ભૂખમરાની સમસ્યાઓ ઉદભવે છે. વધતી જતી વસ્તી કુદરતી સંસાધનો પર ભારે દબાણ લાવે છે, યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મૂળભૂત સુવિધાઓનો અભાવ જાહેર આરોગ્ય અને સુખાકારી માટે નોંધપાત્ર પડકારો છે.
ભારત યુવાઓનો દેશ: UNFPAના નવા અહેવાલ મુજબ, ભારતની 25 ટકા વસ્તી 0-14 વર્ષની વય જૂથમાં છે જ્યારે 18 ટકા 10 થી 19 વર્ષની વય જૂથમાં છે, 26 ટકા લોકો 10 થી 24 વર્ષની વય જૂથમાં છે, વર્ગ 15 થી 64 વર્ષની વયજૂથમાં 68 ટકા છે. 65 વર્ષથી ઉપરના 7 ટકા છે, માટે ભારતને યુવાઓનો દેશ પણ કહેવામાં આવે છે.
આ વર્ષની થીમ: 'વિશ્વ વસ્તી દિવસ' 2023ની થીમ લિંગ સમાનતાની શક્તિને ઉજાગર કરવાની છે. વિશ્વની અનંત સંભાવનાઓ દરવાજા ખુલે તે માટે મહિલાઓ અને છોકરીઓનો અવાજ ઉપર ઉઠાવવો અને સાંભળવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો: