- કેટલાક બાળકોના વ્યવહારમાં અસહજતા અને અસામાન્યપણું જોવા મળે છે
- આવા બાળકો ધીમે ધીમે દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચી લે છે
- વિશ્વ ઓટિઝ્મ જાગૃતતા લાવવા ETV Bharatની ટીમે સમૃદ્ધિ પાટકર સાથે વાતચીત કરી
- બાળ મનોવૈજ્ઞાનિક સમૃદ્ધિ પાટકર ઓટિઝ્મ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર અંગે કામ કરી રહ્યાં છે
આ પણ વાંચોઃ ગર્ભનિરોધક : એ સુખી અને સ્વસ્થ સંબંધની ચાવી છે
ન્યૂઝ ડેસ્કઃ ઓટિઝ્મ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર અંગે બાળ મનોવૈજ્ઞાનિક તથા ઓટિઝ્મના ક્ષેત્રમાં કાર્ય કરી રહેલા સમૃદ્ધિ પાટકરે ETV Bharat સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ઓટિઝ્મ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર એક પ્રકારની ન્યૂરોલોજિકલ પરિસ્થિતિ છે, જે લોકોની સંવાદ સ્થાપિત કરવા અને સામાજિક સંપર્ક બનાવવાની ક્ષમતા પર અસર કરે છે. ઓટિઝ્મથી પીડિત બાળકો તથા વડીલોમાં સામાન્ય રીતે બીજાથી સંપર્ક કરવા અને સંવાદ કરવાની ક્ષમતામાં અગવડતા, કોઈ પણ કાર્યને વારંવાર બેવડાવવાની આદત, ઈન્દ્રિયો સાથે જોડાયેલી સમસ્યાઓ અને વાતાવરણની સાથે સુમેળ બેસાડવામાં અગવડતા જેવી સમસ્યાઓ જોવા અને સાંભળવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ઓટિઝ્મથી પીડિત લોકોની સમસ્યાઓ, જરૂરિયાતો અને તેમના લક્ષણ અને સંકેત અલગ અલગ હોઈ શકે છે.
આ પણ વાંચોઃ ઑક્સફર્ડના વૈજ્ઞાનિકોએ તૈયાર કરી ક્યૂટનેસની રેટિંગ સિસ્ટમ
સમયસર પરિસ્થિતિની જાણ થાય તો પીડિત બાળક સમસ્યાનો સામનો કરવા તૈયાર થઈ શકે છે
ઓટિઝ્મને નિષ્ણાતો બીમારી નથી ગણતા. કારણ કે, આનાથી પીડિત બાળકોનો માનસિક વિકાસ સામાન્ય બાળકોની સરખામણીમાં ધીમી ગતિથી થાય છે, પરંતુ સતત થાય છે. આ પરિસ્થિતિથી પીડિત કેટલાક બાળકોમાં ગણિત, સાહિત્ય, કમ્પ્યૂટર, પેઈન્ટિંગ તથા સંગીત સહિત અલગ અલગ વિષયો અને કળા જેવા ગુણ અને કૌશલ પણ જોવા મળે છે. જોકે, આ ક્ષમતા દરેક ઓટિસ્ટિક બાળકોમાં નથી હોતી, પરંતુ જો સમય પર આ પરિસ્થિતિ વિશે જાણકારી મળે તો પીડિત બાળક પોતાની લગનથી અને સાચી દિશા મળવાથી ઘણી હદ સુધી આ પરિસ્થિતિના કારણે સામે આવનારી સમસ્યાઓનો સામનો કરવા માટે તૈયાર થઈ શકે છે.
સાચી દિશામાં સારવાર જરૂરી
સમૃદ્ધિ પાટકરે જણાવ્યું હતું કે, ઓટિઝ્મના લક્ષણ તથા તેનાથી જોડાયેલા સંકેત બાળકોમાં અલગ અલગ હોઈ શકે છે. આ સિવાય બાળકોમાં ઓટિઝ્મની પ્રવૃત્તિ પણ અલગ અલગ પ્રકારની હોઈ શકે છે. આ માટે ખૂબ જ જરૂરી છે કે, શરૂઆતી લક્ષણોના આધાર પર બાળકોની કોઈક નિષ્ણાત દ્વારા તપાસ કરાવવામાં આવે. ત્યારબાદ જ સારવારની પ્રણાલી નક્કી કરવામાં આવે. ઓટિઝ્મને લઈને વર્તમાન સમયમાં ઘણા ઉપચાર અને થેરેપિયા જરૂરિયાતમંદોને આપવામાં આવે છે, પરંતુ આ ઉપચાર અને થેરેપી ત્યારે જ ફાયદો કરે છે જ્યારે ઓટિઝ્મના લક્ષણો અને સંકેતો પર આધારિત હોય. આ પરિસ્થિતિથી લડવા તથા તેની પર જીત મેળવવા માટે એ ખૂબ જ જરૂરી છે કે પીડિત તેમના પરિવારજનો અને ડોક્ટર વચ્ચે સુમેળ તથા વિશ્વાસ હોય. આ અંગેની વધુ માહિતી samruddhi.bambolkar @gmail.comવેબસાઈટ પર સંપર્ક કરી મેળવી શકાય છે.
ઓટિઝ્મની તપાસ અને તેની સારવાર
સમૃદ્ધિ પાટકરે ઓટિઝ્મની તપાસ અને સારવાર અંગે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે બાળકોમાં 18 મહિના અને તેનાથી પણ ઓછા સમયમાં ઓટિઝ્મના થોડા થોડા લક્ષણ જોવા મળે છે, જેને બાળ રોગ નિષ્ણાત તથા અનુભવ પ્રાપ્ત ક્લિનિકલ મનોવૈજ્ઞાનિક સરળતાથી માપી શકાય છે, પરંતુ બાળકોમાં ઓટિઝ્મની પુષ્ટિ તેની ઊંડી તપાસ તથા નિરીક્ષણ પછી જ થાય છે.