- ચાલવાના ફાયદાઓ વિશે થયું સંશોધન
- GAMAમાં પ્રકાશિત થયો અહેવાલ
- દરરોજ 7000 પગલાં ચાલવાંથી 70 ટકા સુધી રિસ્ક ઘટે છે
મોટાભાગના સ્વાસ્થ્ય નિષ્ણાતો ચાલવાની ભલામણ કરે છે. તાજેતરના એક સંશોધનમાં સામે આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ દરરોજ 7000 પગલાં ચાલે તેના પર મૃત્યુનું જોખમ ઓછું ચાલનારાં લોકો કરતા ઓછું જોવા મળે છે. નોંધપાત્ર વાત એ છે કે વર્ષ 2020માં પ્રકાશિત થયેલા અન્ય એક સંશોધનમાં એ પણ સામે આવ્યું છે કે જે લોકો દરરોજ 8000 પગલાં ચાલે છે તેમનામાં મૃત્યુનું જોખમ 4000 પગલાં ચાલનારા લોકો કરતાં ઘણું ઓછું હોય છે.
અમેરિકાના 4 રાજ્યના લોકો પર થયું સંશોધન
જીએએમએ (GAMA)માં પ્રકાશિત થયેલા અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે જેઓ શારીરિક રીતે સક્રિય રહે છે અને દરરોજ લગભગ 7000 પગલાં ચાલે છે તો મૃત્યુદરનું જોખમ 50 થી 70 ટકા સુધી ઘટાડી શકાય છે. યંગ એડલ્ટ સ્ટડીમાં કોરોનરી રિસ્ક ડેવલપમેન્ટ સંશોધનનો ભાગ બનેલાં અમેરિકાના 4 રાજ્યોમાંથી 38થી 50 વર્ષની વયના 2,110 યુવાનોને શામેલ કરવામાં આવ્યાં હતાં. તેમાંથી 1,205 મહિલાઓ હતી અને 888 લોકો અશ્વેત હતાં.
આ સંશોધનના સહભાગીઓ 2005થી 2006 ની વચ્ચે પગ ઉપર એક્સેલરોમીટર પહેરીને દરરોજ સરેરાશ પગલાં ચાલ્યાં હતાં. આ સમયગાળા દરમિયાન તેમણે એક્સેલરોમીટર ઉપકરણને માત્ર સૂતી વખતે અથવા પાણીમાં કરવામાં આવનારી કોઈપણ પ્રવૃત્તિ દરમિયાન કાઢ્યું હતું. સંશોધકોએ 10 વર્ષ 8 માસ સુધી આ સંશોધનનો ભાગ રહેલાં લોકોના સ્વાસ્થ્યનું સતત નિરીક્ષણ કર્યું. આ સમયગાળા દરમિયાન 72 એટલે કે 3.4 ટકા લોકો મૃત્યુ પામ્યાં હતાં.
સંપૂર્ણ સ્વાસ્થ્યનું નિરીક્ષણ
આ સંશોધનના પ્રથમ તબક્કા માટે 3 શ્રેણી નક્કી કરવામાં આવી હતી. પ્રથમ વર્ગમાં, સહભાગીઓએ દરરોજ 7000થી ઓછા પગલાં ચાલવાનું હતું. બીજા વર્ગમાં સહભાગીઓએ 7000થી 9,999 પગલાં સુધી ચાલવાનું હતું અને ત્રીજા વર્ગમાં સહભાગીઓએ દરરોજ 10,000થી વધુ પગલાં ચાલવાનું હતું. સંશોધકોએ સહભાગીઓના સરેરાશ દૈનિક પગલાંઓની ગણતરી કરવા ઉપરાંત તેમની સરેરાશ પગલાંની ઝડપનો પણ હિસાબ રાખ્યો. તેઓએ પ્રતિભાગીઓના 30 મિનિટમાં પ્રતિ મિનિટ સૌથી વધુ પગલાઓ માપ્યાં, તેમજ એ પણ જાણ્યું કે દરરોજ સો પગલાં ચાલવા માટે 1 મિનિટથી વધુ સમય લાગતો હતો.
આ બાબતોને પણ ધ્યાનમાં રાખવામાં આવી
સંશોધનના આ સમયગાળા દરમિયાન ધૂમ્રપાનનો ઇતિહાસ, તેમનું વજન, બોડી માસ ઇન્ડેક્સ (BMI), કોલેસ્ટ્રોલ અને ઉપવાસમાં બ્લડ ગ્લુકોઝ, આલ્કોહોલના ઉપયોગનું પ્રમાણ, બ્લડ પ્રેશર, હાઈબ્લડ પ્રેશર, હાઈકોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ માટે લેવામાં આવેલી દવાઓનો ક્રમ, અને હૃદયરોગની વિગતોનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
અને તારણો મળ્યાં કે...
સંશોધનમાં જાણવા મળ્યું કે જે સહભાગીઓ દરરોજ 7000 પગલાં કે તેથી વધુ ચાલતાં હતાં તેઓમાં દરરોજ 4000 કરતાં ઓછા પગલાં ચાલતા લોકો કરતાં મૃત્યુનું જોખમ 50થી 70ટકા ઓછું હોય છે. જો કે, પ્રતિદિન 10,000 પગલાં ચાલનારા સહભાગીઓમાં મૃત્યુદરના આંકડા સામે આવ્યાં નથી.
ચાલવાની રોજિંદી પ્રેક્ટિસથી લાભ
સીડીસી (CDC) અનુસાર શારીરિક પ્રવૃત્તિના ફાયદા રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રો અનુસાર શારીરિક પ્રવૃત્તિ આપણાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને લાભ આપે છે. સીડીસી અનુસાર નિયમિત શારીરિક પ્રવૃત્તિના કેટલાક લાભો જેમ કે ઝડપથી ચાલવું જેવી ગતિવિધિના નિયમિત ફાયદા છે જે નીચે મુજબ છે.
- હાડકાં અને માંસપેશીઓ મજબૂત બને છે
- હૃદયરોગ અને ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ ઘટે છે
- કેટલાક પ્રકારના કેન્સરનું જોખમ ઓછું થાય છે
- ઊંઘની ગુણવત્તામાં સુધારો આવે છે
- અવસાદ અને ચિંતાના જોખમમાં ઘટાડો જોવા મળે છે
- વિચાર અને શીખવાના કૌશલ્યને ઝડપી બનાવવામાં મદદ મળે છે.
આ પણ વાંચોઃ આ નિયમિત કસરતો તમને દેખાડશે 40માં પણ 30નાં!
આ પણ વાંચોઃ નિયમિત કસરતથી કુદરતી કારણોસર મૃત્યુનો ભય ઓછો કરી શકે છે: અભ્યાસ