- કોરોનાકાળમાં હોળી-ધૂળેટીની ઉજવણી
- ધૂળેટીના રંગો શરીર તથા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
- હોળી-ધૂળેટી પાછળ પૌરાણિક કથાઓ
હૈદરાબાદ: દિલ અને દિમાગને તાજા રાખનારી હોળી. હોળી કોરોનાકાળમાં સાવધાનીથી મનાવવામાં આવી રહી છે, દેશના હોળી દરેક ઉંમરના અને દરેક વર્ગના લોકો આંનદ અને ઉત્સાહથી મનાવે છે. રંગીન ગુલાલ, પાણીથી ભરેલી પિચકારી , અલગ-અલગ પ્રકારના વ્યજંનો આ તહેવારના ઉત્સાહને બેવડો કરે છે. ફાગ અથવા જેને રંગવાળી હોળી કહે છે તેના પહેલા નાની હોળી મનાવવામાં આવે છે. એક તરફ જ્યા ફાળમાં રંગો હોય છે ત્યા બીજી તરફ નાની હોળીમાં પૂજા-પાઠ કરવામાં આવે છે.
હોળી અને સ્વાસ્થ્ય
હોળી કે ફાગને ધૂળેટી પણ કહેવામાં આવે છે. બંન્ને તહેવારની પાછળ અલગ અલગ વાર્તાઓ છે. પરંતુ શું તમે જાણો છો કે હોળીનો તહેવાર આપણા માનસિક સ્વાસ્થ્યને પણ નહી પણ આપણા આજુ બાજુના વાતાવરણને પણ સકારાત્મક રીતે પ્રભાવિત કરે છે.ETV Bharat સુખીભવ પોતાના વાંચકોને જણાવતા કહે છે કે હોળીની સાથે જોડાયેલી વાર્તાઓ અને સાથે સાથે હોળીનો તહેવાર આપણને કેવી રીતે પ્રભાવિત કરે છે.
આ પણ વાંચો : નવસારીમાં વૈદિક પરંપરા ઉજાગર કરવા પ્રગટાવી વૈદિક હોળી
હોળીની પૌરાણિક માન્યતા
નાની હોળી પાછળની વાર્તા દરેક લોકોને ખબર હોય છે. કહેવામાં આવે છે કે ભગવાન વિષ્ણુના ભક્ત પ્રહલાદને મારવા માટે તેની ફોઈએ નાના પ્રહલાદને મારવા માટે આગમાં ગઈ હતી, હોલીકા પાસે એક એવી ઓઢણી હતી જે તેને વરદાનમાં પ્રાપ્ત થઈ હતી. જો એ ઓઢણી ઓઢી તે આગમાં પ્રવેશ કરશે તો તેની કોઈ હાની નહીં પહોંચે. નાની હોળીના દિવસે હોલીકા પ્રહલાદને લઈને આગમાં પ્રવેશ કરે છે, પરંતુ ભગવન વિષ્ણુની કૃપાથી હોલીકાના માથા પરથી તે ઓઢણી ઉડી જાય છે અને હોલીકા આગમાં બળી જાય છે ભગવાન વિષ્ણુનો ભક્ત પ્રહલાદ બચી જાય છે.જેના કારણે નાની હોળી મનાવવામાં આવે છે અને તે દિવસે હોળી પ્રગટાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે, ભગવાન કૃષ્ણએ તેમની માતાને ફરીયાદ કરી હતી કે રાધા તેમને હંમેશા શ્યામ રંગથી પજવે છે. બાળકોની આ નાદાની જોઈને માતા યશોદાએ કૃષ્ણને ઉપાય બતાવ્યો કે કેમ તે રાધાને રંગથી રંગી દે. માતાની વાત સાંભાળી કૃષ્ણએ રાધાને રંગથી રંગી નાખી. બસ આ જ કારણે ફાગ અથવા તો ધૂળેટીનો ઉત્સવ મનાવવામાં આવે છે. હોળીના તહેવારને ભગવાન કૃષ્ણ સાથે જોડવામાં આવે છે. આ જ કારણે મથુરા, વૃંદાવન અને તેની આજુબાજુના વિસ્તારમાં હોળીની કંઇક અલગ જ રોનક હોય છે.
કોરોના કાળમાં આવી રીતે મનાવો હોળી
વર્તમાન સમયમાં કોરોના કાળની ગંભીરતાને જોતા તે ખુબ જ જરુંરી છે કે કોરોના પ્રોટોકોલનું આપણે પાલન કરીએ. બની શકે તો હોળી ન રમવી જોઈએ, અને જો હોળી મનાવવો પણ છો તો પણ નાના સમુહમાં રમો. હોળીના દિવસે આ વાતોનું ધ્યાન રાખીને હોળી રમવી જોઈએ. બની શકે તો દુરથી લોકો પર રંગ ઉડાવવો, કોઈને ભેટો નહીં કે હાથ ન મીલાવવો, એવા લોકોથી દુર રહો જે બિમાર છે અથવા જેમને તાવ, ખાંસી જેવી સમસ્યાો છે. રંગ લગાવતા સમયે આંખ અથવા મોઢા પર હાથ ન લગાવવો. પ્રયત્ન કરો કે હાથને વાંરવાર ધોતા રહો. મનને અસર કરતા રંગ વિશે થેરેપિસ્ટ માને છે કે રંગ આપણા સ્વાસ્થ્ય માટે જરુંરી છે. હોળની દિવસે ઉપયોગમાં લેવાતા રંગ આપણા દિમાગ અને શરીરને અગણિત ફાયદાઓ આપે છે. થેરાપિસ્ટ માને છે કે લાલ રંગ મનના ધબકારાની ગતિને નિયમિત રાખે છે અને શ્વાછોશ્વાસની પ્રક્રિયાને પણ સારી રાખે છે. પીળો અને ભુરો રંગ મગજને શાંત કરવામાં મદદ કરે છે સાથે મનને આંનદીત અને પ્રફુલ્લિત રાખે છે.
આ પણ વાંચો : રંગોના પર્વ હોળી-ધુળેટી પર કોરોનાનું ગ્રહણ, બજારમાં ખરીદી ઘટી
હોલીકા દહનથી ફાયદો
હોળીનો તહેવાર શિયાળો અને ઉનાળાની વચ્ચે મનાવવામાં આવે છે. આ એવો સમય છે જ્યારે વાતાવરણમાં અનેક પ્રકારના વિષાણુંઓ અને બેક્ટેરીયા જન્મ લે છે, જેનો ખાસ પ્રભાવ આપણા શરીર પર પડે છે. હોળી પ્રગટાવવામાં લોકો તેમાં છાણા અને ઘી તથા કપુર જેવી સામગ્રીઓ નાખે છે જેના કારણે વાતાવરણની તમામ અશુધ્ધીઓ નાશ પામે છે, આટલું જ નહી હોળીની આજુબાજુ પ્રદક્ષિણા કરવાની પ્રથા પણ છે, જેના કારણે શરીરમાં રહેલી તમામ અશુધ્ધીઓ નાશ પામે છે.પ્રાકૃતિક અને ઓર્ગેનિક રંગોની વાત કરીએ તો હોળી હંમેશા કેશુંડાના ફુલના પાણી, મેંહેદીના પાન, કેસર-ચંદનના પાઉડર અને હલ્દી જેવી વસ્તુઓથી રમવામાં આવતી હતી.જે આપણા શરીર અને ચામડી,આંખો માટે સારા હતા. આજે પણ આયુર્વેદિકમાં તરોતાજા રહેવા માટે આ બધી સામગ્રીનો ઉપયોગ કરવાનું જણાવ્યું છે. કલર થેરાપિસ્ટ પણ માને છે કે આ ચીજો દ્વારા બનેલા રંગો આપણા શરીરના અલગ-અલગ અંગના સ્વાસ્થ્ય માટે સારા હોય છે. સાથે આપણા મનમાં ઉત્પન થયા ઉન્માદને પણ શાંત કરે છે.આ તહેવાર દરમિયાન વિશેષ પ્રકારના વ્યંજનો જેમકે ઘુઘરા,ચાટ, ઠંડાઈ, જલજીરા, કાંજીનુ પાણી બનાવવામાં આવે છે. જે સ્વાદમાં તો ઉત્તમ હોય છે જ પણ આપણી પાચનક્રિયા માટે પણ ફાયદાકારક હોય છે.