ETV Bharat / sukhibhava

ગર્મીઓમાં શરીરને ઠંડક પહોંચાડે છે ઠંડાઇ - સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે ઠંડાઇ

ઠંડાઇ જો એક માત્રામાં લેવામાં આવે તો શરીર માટે ખૂબ જ ઉપયોગી પીણું છે કેમકે તેમાં સ્વાસ્થ્યકારક બનાવવા માટે તેમાં ભરપૂર પ્રમાણમાં સુકા મેવા ઉમેરવામાં આવે છે.

ગર્મીઓમાં શરીરને ઠંડક પહોંચાડે છે ઠંડાઇ
ગર્મીઓમાં શરીરને ઠંડક પહોંચાડે છે ઠંડાઇ
author img

By

Published : Mar 31, 2021, 8:05 PM IST

  • સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે ઠંડાઇ
  • ઠંડાઇમાં ભરપૂર પ્રમાણમાં સુકા મેવા ઉમેરવામાં આવે છે
  • પ્રમાણસર ઠંડાઇ પીવાથી સ્વાસ્થ્યને થાય થે ફાયદો

ન્યૂઝ ડેસ્ક: ઠંડાઇ એક એવો પીણું છે કે જે પોષક તત્વોથી ભરપૂર છે. જાણકારોનું માનવું છે કે ચોક્કસ માત્રામાં લેવામાં આવેલી ઠંડાઇ શરીરને પોષણ તો આપે છે અનેક સમસ્યાઓથી બચાવે પણ છે. ગરમીઓમાં ઠંડક આપનારી ઠંડાઇ કેવી રીતે શરીરને ફાયદો કરે છે અને કેટલી માત્રામાં લેવાથી નુકસાનકારક બની શકે છે તે અંગે ETV BHARATની સુખીભવની ટીમે સનશાઇન હોમિયોપેથિક ક્લિનિક મુંબઇ ડૉક્ટર કૃતિ એસ. ધીરવાણી સાથે વાત કરી હતી

ઠંડાઇમાં વપરાતી સામગ્રીના અને તેના ફાયદા

ઠંડાઇ અંગે વાત કરતાં ડૉક્ટર કૃતિએ જણાવ્યું હતું કે ઠંડાને સ્વાસ્થ્યકારક બનાવવા માટે તેમાં ભરપૂર પ્રમાણમાં સુકા મેવા ઉમેરવામાં આવે છે. જેનો આ પ્રકારે ઉપયોગ કરવામાં આવે છે.

બદામ: બદામમાં વિટામીન ઇ તથા એન્ટિઑસ્કિડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે.

કાજૂ: પ્રોટીન અને એન્ટિઑસ્કિડેન્ટથી ભરપૂર કાજૂ શરીરને તરત ઉર્જા આપે છે. કાજૂમાં કૉપર, મેગ્નેશિયમ અને મેંગેનીઝ ભરપૂર માત્રામાં હોય છે.

કાળા મરી: કાળા મરી મસાલાના રાજા કહેવાય છે.આ કોઇ પણ ખાદ્યપદાર્થોનો સ્વાદતો વધારે જ છે સાથે સ્વાસ્થ્ય પણ સુધારે છે. તેમાં મુખ્ય તત્વ પૈપરીન એન્ટિઑસ્કિડેન્ટ સૌથી વધારે હોય છે. જે શરીરને રોગથી બચાવે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ ઉપરાંત આંતરડાનું સ્વાસ્થ્ય વધારે છે. પૈપરીનમાં મેંગેનીઝ, ઝીંક, કેલ્શિયમ, આયર્ન અને વિટામીન એ મોટા પ્રમાણમાં મળે છે.

કિશમીશ: સ્વાદમાં મીઠી અને નાની નાની કિશમીશમાં ફાઇબર, વિટામીન અને મિનરલ્સ હોય છે. તે શરીરમાં આયર્નનું પ્રમાણ નિયંત્રિત કરે છે અને હાડકાઓને મજબૂત બનાવે છે. કિશમીશ પાચનતંત્રને પણ સારું રાખે છે.

વધુ વાંચો: શું હેર સપ્લીમેન્ટ ખરેખર કામ કરે છે ?

ખસખસ: ખસખસ ફાઇબર, આયર્ન, મેંગેનીઝથી ભરપૂર છે. જે હાડકા અને સ્નાયુઓને સ્વસ્થ્ય રાખવામાં મદદરૂપ થાય છે. તેમાં આવેલું લિનોલેક એસ્સેલ જે ઓમેગા - 6 ફેટીએસિડના નામથી પણ ઓળખવામાં આવે છે. જે હૃદયની બિમારીઓથી બચાવે છે.

વરિયાળી: વરિયાળીમાં સોજા ઓછા કરતાં તેલ હોય છે જે પેટને વધતું રોકે છે. મોંઢાને સ્વસ્થ રાખવાની સાથે તે પાચન પણ સારું રાખે છે અને શરીરની ગરમી ઓછી કરે છે.

એલચી: એલચીમાં પૉટેશિયમ, મેંગેનિઝ, કેલ્શિયમ અને ફૉસ્ફરસ સૌથી વધારે હોય છે. જે પાચનમાં મદદ રૂપ થાય છે અને શરીરના હાનિકારક તત્ત્વોને બહાર કાઢવામાં મદદ રૂપ થાય છે.

કેસર: કેસરનો ઉપયોગ સદીઓથી ઔષધિ માટે થાય છે આ પ્રાચિન ઔષધિ તાણ ઓછી કરવામાં મદદ રૂપ થાય છે અને તેમાં એન્ટિસેપ્ટિક ગુણ પણ છે. આ ઉપરાંત કેસર પાચન પણ સુધારે છે.

વધુ વાંચો: શું ફળોના સેવનથી વજન વધે છે?

ઠંડાઇ બનાવવા માટે દૂધ ઉપરાંત ખાંડ અથવા ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. ડૉક્ટરે જણાવ્યું હતું કે દૂધ સંપૂર્ણ ભોજન છે. ઠંડું દૂધ શરીરમાં એસિડીટી ઓછી કરે છે અને ઠંડક આપે છે. સાથે જ જ્યારે શરીરને ઠંડક આપનારા સુકા મેવા દૂધ સાથે શરીરમાં જાય છે ત્યારે શરીરને ઉર્જા આપે છે સાથે જ શરીરમાંથી હાનિકારક તત્વો ઓછા કરે છે સાથે જ પેટ સંબંધિત સમસ્યાઓ ઓછી કરે છે.

વધારે ઉપયોગ હાનિકારક સાબિત થઇ શકે

ડૉક્ટરે જણાવ્યું હતું કે એક ગ્લાસ ઠંડાઇ જેની માત્રા 250 મિલીલીટર હોઇ શકે છે તેમાં 340 કેલેરી, 11 ગ્રામ પ્રોટીન હોય છે. જે એક પુખ્ત વયના વ્યક્તિની રોજની 2000 કેલેરીની જરૂરીયાતના 17 ટકા છે. એટલે દિવસમાં એક ગ્લાસ ઠંડાઇ જ લેવી જોઇએ જેમને ડાયાબિટીસ, બીપી, હૃદયની બિમારી અથવા કિડનીની બિમારી છે તેમણે ડૉક્ટરેની સલાહ અનુસાર ઠંડાઇનું સેવન કરવું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.