ETV Bharat / sukhibhava

યોગ્ય સ્તનપાન બાળકના શ્રેષ્ઠ પોષણની ખાતરી આપે છે

ઘણી વાર માતાને લાગે છે કે તેના સ્તનમાંથી દુધનો પુરતો સ્ત્રાવ નથી થઈ રહ્યો તેથી માતા બાળકને ટોપ ફીડ અથવા ફોર્મ્યુલા મીલ્ક આપે છે. આ એક એવી સામાન્ય ભૂલ છે કે જે દરેક નવજાત બાળકની માતા કરે છે. માતાઓને કુશળતાપૂર્વકના સ્તનપાન વીશે માહિતગાર કરવાથી ઘણો ફાયદો થઈ શકે તેમ છે.મહારાષ્ટ્રના નાસીકના જગદીશ ચાઇલ્ડ ગાઇડન્સ એન્ડ લોકેશન મેનેજમેન્ટ ક્લીનીક ખાતે ડેવલપમેન્ટલ, એડલીસીન્સ એન્ડ લેક્ટેશન પીડીયાટ્રીશન તેમજ M.B.B.S, C.D.H, I.B.C.L.C એવા ડૉ. શર્મા જગદીશ કુલકર્નીએ એક ઇન્ટરવ્યુ દરમીયાન કેટલીક ઉપયોગી ટીપ્સ આપી છે.

author img

By

Published : Sep 4, 2020, 12:54 PM IST

સ્તનપાન
સ્તનપાન

હૈદરાબાદ : ઘણી વાર માતાને લાગે છે કે તેના સ્તનમાંથી દુધનો પુરતો સ્ત્રાવ નથી થઈ રહ્યો તેથી માતા બાળકને ટોપ ફીડ અથવા ફોર્મ્યુલા મીલ્ક આપે છે. આ એક એવી સામાન્ય ભૂલ છે કે જે દરેક નવજાત બાળકની માતા કરે છે. માતાઓને કુશળતાપૂર્વકના સ્તનપાન વીશે માહિતગાર કરવાથી ઘણો ફાયદો થઈ શકે તેમ છે.

મહારાષ્ટ્રના નાસીકના જગદીશ ચાઇલ્ડ ગાઇડન્સ એન્ડ લોકેશન મેનેજમેન્ટ ક્લીનીક ખાતે ડેવલપમેન્ટલ, એડલીસીન્સ એન્ડ લેક્ટેશન પીડીયાટ્રીશન તેમજ M.B.B.S, C.D.H, I.B.C.L.C એવા ડૉ. શર્મા જગદીશ કુલકર્નીએ એક ઇન્ટરવ્યુ દરમીયાન કેટલીક ઉપયોગી ટીપ્સ આપી છે.

શું કરવું જોઈએ ?

W.H.O. એ આપેલી ચાર ભલામણો પર નજર કરીએ:

1.બાળકને જન્મ આપ્યાની પહેલી પાંચ મીનિટની અંદર, નાળ કાપવાથી પણ પહેલા, માતાએ બાળકને પોતાના સ્તન સુધી લાવવું જોઈએ જેથી બાળક પોતે સ્તન સુધી આવવાની કોશીષ કરે અને સ્તનપાન કરવાનું શરૂ કરે. તેનાથી સ્તનપાનની સફળતાપૂર્વક શરૂઆત થઈ શકે છે. આ પ્રકારે વહેલુ સ્તનપાન કરાવવાથી આગળ ઉપરની કેટલીક મુશ્કેલીને ટાળી શકાય છે. જે માતા વહેલા સ્તનપાન કરાવવાનું શરૂ કરે છે તે લાંબા સમય સુધી બાળકને સ્તનપાન કરાવી શકે છે. માત્ર એક કલાકના ગાળાની અંદર બાળક સ્તનપાન કરવાનું શરૂ કરે છે. આ ગાળા દરમીયાન તે નીપલની ગંધને ઓળખવાનું શરૂ કરે છે જે એમ્નિઓટીક પ્રવાહી જેવી ગંધ ધરાવે છે. એમ્નિઓટીક પ્રવાહી કે જેમાં બાળક ગર્ભમાં રહ્યુ હોય છે. આ ગાળા દરમીયાન તે માતાના હ્રદયના ધબકારા સાંભળે છે તેમજ માતાના એરીઓલા (નીપલની આસપાસના ભાગ) ને તે જોઈ શકે છે.

2.બાળકના જન્મના પ્રથમ છ મહિના સુધી માત્ર ને માત્ર સ્તનપાન કરાવવુ જોઈએ. સ્તનપાન સીવાય કોઈ ઘુટ્ટી, મધ, પાણી કે અન્ય કોઈ પ્રવાહી કે ખોરાક ન આપવો જોઈએ.

3.તમામ આરોગ્યપ્રદ સાવચેતી સાથે રાંધેલો તાજો અર્ધપ્રવાહી ખોરાક આપવાનું શરૂ કરવુ અને સાથે સ્તનપાન પણ ચાલુ રાખવું.

4.સ્તનપાન કરાવતી વખતે બાળક સાથે વાતચીત કરો.

ચાવીરૂપ પરીબળો: - બાળક સ્તનને કેવી રીતે પકડે છે ?

-માતાએ કેવી રીતે બેસવુ જોઈએ?

-માતાએ બાળકને કેવી રીતે પકડવું જોઈએ?

બાળક: ખાતરી કરો કે બાળકનું માથુ અને તેનું શરીર એક સપાટી પર હોય.

બાળક સંપુર્ણ રીતે માતા તરફ વળેલુ હોય.

બાળકનું પેટ માતાના પેટને અડવુ જોઈએ.

બાળકની પીઠ અને માથાને માતાના હાથ વડે ટેકો આપવો જોઈએ.

માતા:

માતાએ નીંરાતે, આરામથી બેસવુ જોઈએ.

સ્તનને સી-પોઝીશનમાં પકડવી જોઈએ. (અંગૂઠા અને ચાર આંગડી વચ્ચે)

નીપલ વડે બાળકના ઉપરના હોઠને ખોલવાની કોશીષ કરવી જોઈએ જેથી બાળક પોતાનું આખુ મોં ખોલી શકે.

સ્તનપાન દરમીયાન માતાએ બાળક સાથે વાતચીત કરવી જોઈએ.

સ્તનની સ્થીતિ

બાળકનું મોં આખુ ખુલેલું હોવુ જોઈએ.

નીપલની આસપાસનો મોટાભાગનો ઘેરો ભાગ બાળકના મોંમાં હોવો જોઈએ.

બાળકનો નીચેનો હોઠ બહારની બાજુ વળેલો હોવો જોઈએ.

બાળકની દાઢી સ્તનને અડવી જોઈએ.

પડકારો અને લેક્ટેશન કન્સલ્ટન્ટ કેવી રીતે મદદરૂપ સાબીત થઈ શકે છે.

-જ્યારે માતાના નીપલ તીરાડ વાળા કે અંદરની તરફ ખેંચાયેલા હોય ત્યારે માતાને સ્તનપાન દરમીયાન કેટલાક પડકારોનો સામનો કરવો પડે છે.

-સ્તનપાન દરમીયાન બાળકની યોગ્ય સ્થીતિ મહત્વનો ભાગ ભજવે છે.

-આવી સમસ્યાઓ માટે વ્યવસાયીક લોકોની મદદ લેવાનું ચલણ ભારતમાં નથી. તેના બદલે કેટલાક ઘરેલુ નુસખા અપનાવવામાં આવે છે, જેમ કે માતાના નીપલને દોરી વડે ખેંચવુ. આ પ્રક્રીયા માતા માટે પીડાદાયક સાબીત થાય છે.

-માતાના પ્રથમ બે દીવસના દુધને કોલસ્ટ્રમ કહેવામાં આવે છે. આ સમયગાળા દરમીયાન સ્ત્રાવ ઓછો થાય છે. આ દુધને બાળકની પહેલી રસી માનવામાં આવે છે.

-એક સામાન્ય ભૂલ જે દરેક માતા-પિતા કરે છે એ ભૂલ એ છે કે તેઓ બાળકને ફોર્મ્યુલા ફીડ આપવાનું શરૂ કરે છે કારણ કે તેઓ માને છે કે તેઓ માતાને આરામ આપી રહ્યા છે. બાળક સ્તનમાંથી દુધ લેતુ નથી તેના પરીણામે સ્તનમાં દુધ સ્ત્રાવ અટકી જાય છે. જો પુરતુ સ્તનપાન નથી થતુ તો માતામાંથી બાળકમાં ઓછુ દુધ પહોંચે છે પરીણામે માતાના નીપલમાં તીરાડો પડે છે અને બાળક ભુખ્યુ અને ચીડીયુ બને છે. તેના પરીણામે સ્તનમાં વધુ દુધ ભરાવવાની સમસ્યા પણ થઈ શકે છે.

સ્તનપાન પુરતુ છે કે કેમ તેની ખાતરી કેવી રીતે કરશો ?

-24 કલાકના સમયગાળા દરમિયાન ઓછામાં ઓછો છ વખત પેશાબ થવો જોઈએ.

-એક મહિનાના સમયગાળા દરમિયાન ઓછામાં ઓછુ 500 ગ્રામ જેટલુ વજન વધવુ જોઈએ.

સ્તનપાન દરમીયાન માતા માટે ટીપ્સ:

-સાવચેતી સાથે માતા અને બાળકને એક જ પલંગ પર રાખો. પારણુ વાપરશો નહી.

-બાળકની જરૂરીયાત પ્રમાણે તેને સ્તનપાન કરાવો, ચોક્કસ સમય આધારીત સ્તનપાન ન કરાવવુ જોઈએ.

-માતાનું દુધ સહેલાઈથી પચી જાય છે માટે બાળક વારંવાર ભુખ્યુ થાય છે જેના કારણે તે વધુ વખત સ્તનપાન કરવા ઈચ્છે છે અને પરીણામે માતાને વધુ દુધ બને છે.

-માતાએ યોગ્ય અને પોષણયુક્ત આહાર લેવો જોઈએ.

-જો માતા જંક ફુડ તેમજ કેફીનયુક્ત પીણાનું સેવન કરે છે તો બાળક વધુ રડે છે.

-જો માતા વધુ માત્રામાં ગાયના દુધનું સેવન કરશે તો બાળકને કોલિક/ગેસ થઈ શકે છે.

-માતા કોવિડ પોઝીટીવ હોય તો પણ તે સ્તનપાન કરાવી શકે છે.

સૌથી સારુ સ્તનપાન માતાને લેક્ટેશન ઇમેનરીયા (માસીક સ્ત્રાવ ન થવાની અવસ્થા) આપે છે જેમાં માતાને માસીક સ્ત્રાવ નથી થતો અને તે શ્રેષ્ઠ ગર્ભનિરોધક છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.