ETV Bharat / sukhibhava

શું તમે પણ શીઘ્ર સ્ખલનની સમસ્યાથી પરેશાન છો ?

સેક્સ એ સ્ત્રી-પુરુષના સંબંધનો એક અવિભાજ્ય ભાગ છે. જે બંને વચ્ચેના સંબંધને ઘનિષ્ઠ અને પરિપક્વ બનાવે છે. બીજી શારીરિક સમસ્યાની જેમ શારીરિક સમાગમને લગતી તકલીફો સમસ્યા ઉભી કરી શકે છે. પુરુષોમાં આવી જ એક સમસ્યા જોવા મળે છે, શીઘ્ર સ્ખલન.

premature ejaculation - to worry or not
શું તમે પણ શીઘ્ર સ્ખલનની સમસ્યાથી પરેશાન છો ?
author img

By

Published : Jul 6, 2020, 5:17 PM IST

ન્યૂઝ ડેસ્કઃ સેક્સ એ સ્ત્રી-પુરુષના સંબંધનો એક અવિભાજ્ય ભાગ છે. જે બંને વચ્ચેના સંબંધને ઘનિષ્ઠ અને પરિપક્વ બનાવે છે. બીજી શારીરિક સમસ્યાની જેમ શારીરિક સમાગમને લગતી તકલીફો સમસ્યા ઉભી કરી શકે છે. પુરુષોમાં આવી જ એક સમસ્યા જોવા મળે છે, શીઘ્ર સ્ખલન.

જ્યારે શારીરિક સમાગમ વખતે પુરુષને 1 મીનિટમાં કે 1 મીનિટની અંદર વીર્યપાત થાય તો તેને શીઘ્ર સ્ખલન કહેવામાં આવે છે. જ્યારે સામાન્ય વીર્યપાતનો સમય 3થી 5 મીનિટ હોય છે. જ્યારે 1 મીનિટ અંદર વીર્યપાત થાય તો પુરુષ માટે એ ચિંતાનો વિષય છે.

એન્ડ્રોલોજીસ્ટ ડૉ.રાહુલ રેડ્ડીના જણાવ્યા પ્રમાણે વર્તમાન સમયમાં પુરુષોમાં શીઘ્ર સ્ખલનની સમસ્યા વધારે જોવા મળે છે. આ માટે ઘણાં કારણો જવાબદાર હોય છે. જેમ કે, વધારે પ્રમાણમાં પોર્ન વીડિયો જોવા અને નાની ઉંમરમાં હસ્તમૈથુન કરવું.

શીઘ્ર સ્ખલન 2 પ્રકારના જોવા મળે છે. પહેલું છે કાયમી શીઘ્ર સ્ખલન (Permanent Premature Ejaculation) જે ઘણાં પુરુષોમાં પહેલેથી જ જોવા મળે છે. બીજું છે સેકન્ડરી શીઘ્ર સ્ખલન(Secondary Premature Ejaculation) જે પુરુષોમાં ધીરે ધીરે વધતી વયે જોવા મળે છે.

ડૉ.રાહુલ રેડ્ડી જણાવે છે કે, કાયમી શીઘ્ર સ્ખલનએ બીજા પ્રકારના શીઘ્ર સ્ખલન કરતા અલગ હોય છે. બીજા પ્રકારના શીઘ્ર સ્ખલન માટે ઘણાં કારણો જવાબદાર હોય છે, જેમ કે, હોર્મોન અસંતુલન, સેક્સ પર્ફોમન્સની ચિંતા, છેલ્લી વખત થયેલા સંભોગની નિષ્ફળતા, પ્રોસ્ટેટમાં ઈન્ફેક્શન, વધારે પડતો ઉત્સાહ, સંબંધોમાં તણાવ, અવસાદ અથવા પસ્તાવો. આ બધા પરિબળો પુરુષોમાં વધતી ઉંમરે જોવા મળે છે, જે પહેલેથી નથી હોતા. બીજું પરિબળ છે શિશ્નની ચામડી. પહેલા પ્રકારનું શીઘ્ર સ્ખલન એ પુરુષોમાં પહેલેથી જ જોવા મળે છે, તે પછીથી વિકસિત થતું નથી.

ડૉ.રાહુલ રેડ્ડી જણાવે છે કે, બંને પ્રકારનું શીઘ્ર સ્ખલન ધરાવતાં પુરુષોને સારવાર આપી શકાય છે. કાયમી શીઘ્ર સ્ખલન ધરાવતા પુરુષોને કાઉન્સલીંગ કરવામાં આવે છે, સાયકો થેરાપી આપવામાં આવે છે, રિલેક્સેશનની અમુક પદ્ધતિઓનું માર્ગદર્શન આપવામાં આવે છે, ફ્લોર એક્સરસાઈઝ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવે છે. આ સારવાર આપવાથી પુરુષને સંભોગ માટે માનસિક રીતે સક્ષમ બનાવી શકાય છે.

જો કે, ઉપર જણાવેલી સારવાર એ મૂળભૂત છે. મોટાભાગના પુરુષો (80 ટકા) દવાથી સાજા થઈ જાય છે. કેટલાંક જ પુરુષો એવા હોય છે જેમને એ દવા પણ અસર નથી કરતી. આ પાછળનું મુખ્ય કારણ તણાવ છે. તણાવને લીધે દવા પણ અસરકારક રીતે કામ કરતી નથી. શીઘ્ર સ્ખલનનો બીજો ઉપાય સર્જરી છે, પરંતુ તે સૌથી અંતિમ વિકલ્પ છે, એમ ડૉ.રાહુલ રેડ્ડીએ જણાવ્યું હતું.

શીઘ્ર સ્ખલનને લીધે ઘણાં પુરુષોની સેક્સ લાઈફ પર અસર પડે છે. ધીરે ધીરે સંબંધો ઉપર પણ તેની અસર જોવા મળે છે. આ કારણોસર પુરુષો માટે શીઘ્ર સ્ખલનની સમસ્યા એક ગંભીર સમસ્યા છે, તેને નજરઅંદાજ કરવી જોઈએ નહીં.

અંતમાં ડૉ.રાહુલ રેડ્ડી જણાવે છે કે, નાની ઉંમરમાં હસ્તમૈથુન (13-14વર્ષ) કરવું અને વધારે પ્રમાણમાં પોર્ન વીડિયો જોવા એ શીઘ્ર સ્ખલન માટે એક મોટું કારણ છે. તણાવ મુક્ત જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ અને સંભોગ વખતે પર્ફોમન્સની ચિંતા કરવી જોઈએ નહીં.

કોઈ પણ જાતની શારીરિક અને સેક્સ લાઈફને લગતી સમસ્યા અંગે તમે ડૉ.રાહુલ રેડ્ડીનો સંપર્ક કરી શકો છો, andrologistdoctor@gmail.com

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.