ETV Bharat / sukhibhava

ઓક્સીજન થેરાપી અલ્ઝાઈમર્સને અટકાવી શકે છેઃ સ્ટડી

પીઅર-રિવ્યૂ જર્નલ એજિંગમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં તારણ દર્શાવવામાં આવ્યું છે કે ઓક્સીજન થેરાપી અલ્ઝાઇમર રોગ પર બ્રેક લગાવી શકે છે. ઉંદરો પર કરવામાં આવેલા એક સંશોધનના પરિણામોથી જાણવા મળ્યું છે કે અલ્ઝાઇમરમાં મગજમાં ખાસ સ્તરની રચના થતી ઓક્સિજન થેરાપીથી અટકાવી શકાય છે.

ઓક્સીજન થેરાપી અલ્ઝાઈમર્સને અટકાવી શકે છેઃ સ્ટડી
ઓક્સીજન થેરાપી અલ્ઝાઈમર્સને અટકાવી શકે છેઃ સ્ટડી
author img

By

Published : Sep 15, 2021, 5:56 PM IST

  • પીઅર-રિવ્યૂ જર્નલ એજિંગમાં પ્રકાશિત થયેલા અભ્યાસનું તારણ
  • ઓક્સીજન થેરાપી અલ્ઝાઇમર રોગની સારવારમાં મહત્ત્વની છે
  • મગજમાં એક ખાસ સ્તરની રચના થતી અટકાવે છે ઓક્સીજન થેરાપી

ઇઝરાયેલની તેલ અવીવ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં અલ્ઝાઇમરના અટકાવ માટે એક મહત્વની માહિતી બહાર આવી છે. ઉંદરો પર કરવામાં આવેલા આ સંશોધનમાં શોધી કાઢવામાં આવ્યું છે કે જો શુદ્ધ ઓક્સીજનને એક ચેમ્બર દ્વારા દબાણ સાથે શ્વાસમાં લેવામાં આવે છે, તો તે મગજની કામગીરીમાં વધારો કરે છે અને લોકોની સંજ્ઞાનાત્મક ક્ષમતાઓમાં સુધારો કરે છે. ટાઇમ્સ ઓફ ઇઝરાયલમાં પ્રકાશિત આ અહેવાલ મુજબ પ્રાણીઓમાં એવું પણ જાણવા મળ્યું છે કે પ્લાકની રચના અટકાવવામાં ઓક્સિજન થેરાપી મદદરૂપ સાબિત થાય છે.

નિદાન કાયમી તો નથી પણ લાભદાયકઃ સંશોધક

સંશોધનના પરિણામો વિશે માહિતી આપતાં મુખ્ય લેખક, પ્રોફેસર ઉરી એશર કહે છે કે એમ તો હું માનતો નથી કે આ અલ્ઝાઇમર્સનું કાયમી નિદાન હોઈ શકે છે. પરંતુ આ ઉપચારની મદદથી અલ્ઝાઇમરની તીવ્રતા અને તેના વધવાની ગતિને ધીમી કરી શકાય છે. જો કે આ દિશામાં વધુ સંશોધન કરવાની હજુ જરૂર છે. શક્ય છે કે થોડા વર્ષોમાં આ થેરાપીનો લાભ લોકોને મળવા લાગશે.

15 ઉંદરો પર થયો પ્રયોગ

આ સંશોધનમાં પ્રાણીઓના પ્રયોગોમાં ઉંદરો સામેલ હતાં. પ્રયોગ દરમિયાન અલ્ઝાઇમર રોગમાં ચેતાના નુકસાન જેવા લક્ષણો સાથે 15 આનુવંશિક રીતે સુધારેલા ઉંદરો રાખવામાં આવ્યાં હતાં.. જ્યારે તેમના પર ઓક્સિજન થેરાપીનો ઉપયોગ કરવામાં આવ્યો તો જાણવા મળ્યું કે આ થેરાપી મગજમાં એમિલોઇડની રચનાને અટકાવે છે અને પહેલેથી હાજર એમિલોઇડનું સ્તર દૂર કરે છે. વાસ્તવમાં એમિલોઇડ એક પ્રકારનું ન ઓગળી શકતું પ્રોટીન છે જેને અલ્ઝાઇમર રોગમાં ચેતા નુકસાનની તીવ્રતા વધારનારા પરિબળોમાંનું એક માનવામાં આવે છે. આ પ્રયોગ પછી સારવાર મેળવી રહેલા ઉંદરોએ એમિલોઇડ સ્તરની માત્રામાં ત્રીજા ભાગનો વધારો દર્શાવ્યો. સાથે મગજમાં પહેલેથી જ હાજર એમિલોઇડ સ્તરનું કદ સરેરાશ અડધા જેટલું ઘટ્યું હતું. એ નોંધપાત્ર છે કે અલ્ઝાઇમર થયું હોય તો મગજમાં લોહીનો પ્રવાહ ઘટે છે, પરંતુ સંશોધકોએ આપેલી થેરાપીથી ઉંદરોના મગજમાં લોહીના પ્રવાહમાં સુધારો થયો હતો.

નિયંત્રિત જૂથના ઉંદરોમાં એમિલોઇડ વધુ મળ્યું

એશરે જણાવ્યું કે સંશોધન દરમિયાનમાં કેટલાક ઉંદરોને નિયંત્રિત જૂથમાં રાખવામાં આવ્યાં હતાં, તેે ઉંદરોને ઓક્સીજન ઉપચાર આપવામાં આવ્યો ન હતો. તે ઉંદરોમાં થેરાપી પામેલાં ઉંદરો કરતાં એમિલોઇડનું સ્તર વધારે હોવાનું જાણવા મળ્યું હતું. સંશોધનમાં ટીમે 60 વર્ષથી વધુ ઉંમરના છ લોકોને પણ સમાવિષ્ટ કર્યા હતાં જેઓમાં અલ્ઝાઇમર રોગને કારણે સંજ્ઞાનાત્મક ઘટાડાના લક્ષણો હતાં. રિપોર્ટ અનુસાર 90 દિવસમાં ઓક્સિજન થેરાપીના 60 સેશન પછી તમામ લોકોના મગજમાં લોહીના પ્રવાહમાં સરેરાશ 20 ટકા અને સ્મૃતિ પરીક્ષામાં સરેરાશ 16.5 ટકાનો સુધારો થયો હતો.

ઓક્સીજન થેરાપીના ફાયદા દેખાયાં

એશર સમજાવે છે કે "જોકે ઓછા માનવોને પ્રયોગમાં વિષયો તરીકે સમાવવામાં આવ્યાં હતાં, તેમ છતાં તેઓમાં ઓક્સીજન થેરાપીના ફાયદા વધુ દેખાતા હતાં. તો ઉંદરોમાં પણ આ થેરાપીના ફાયદા મનુષ્યો જેવા જ હતાં. તેઓ કહે છે કે આ વિષય પર વધુ સંશોધન કરવાથી વધુ સારા લાભ મળી શકે છે. જે અલ્ઝાઇમરની શરૂઆત પહેલાં અથવા દરમિયાન સંજ્ઞાનાત્મક ક્ષમતા ગુમાવનારા લોકોને મદદ કરી શકે છે.

આ પણ વાંચોઃ વિશ્વ અલ્ઝાઇમર્સ દિવસ: ચાલો, ચિત્તભ્રમ વિશે વાત કરીએ

આ પણ વાંચોઃ 21 સપ્ટેમ્બર, વિશ્વ અલ્ઝાઇમર દિવસ વિશે જાણો...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.