આ સમય દરમીયાન, સ્વયમ એક જ નહી પરંતુ સોળ વર્ષની તનીશા, સોળ વર્ષના રાઘવ, તેર વર્ષની કોયલ અને દસ વર્ષની ખુશ્બુ અને અન્ય કેટલાક બાળકોએ પણ આ જ સમસ્યાનો સામનો કર્યો. પુખ્ત વયના લોકોમાં જ નહી પરંતુ બાળકોમાં પણ વધુ પડતા વજનને કારણે મેદસ્વીતાની સમસ્યા જોવા મળી. અને આ જ વિષય પર અમે બાળરોગના નિષ્ણાંત ડૉ. સોનાલી નવલે પુરંદરે સાથે વાતચીત કરી. જાણો, તેઓ શું કહે છે:
મેદસ્વીતાને લગતી સમસ્યાઓ
સામાન્ય રીતે, બિનઆરોગ્યપ્રદ આહાર અને જીવનશૈલીને કારણે કોઈપણ વ્યક્તિ કોઈપણ વયે મેદસ્વીતાનો ભોગ બની શકે છે. જો કે કેટલીક વાર મેદસ્વીતા કેટલાક અનુવાંશીક અથવા હોર્મોનલ ખામીઓનું અથવા કોઈ જુના રોગનું પણ પરીણામ હોઈ શકે છે. ડૉ. સોનાલી જણાવે છે કે આજના સમય પ્રમાણે દરેક બીમારી પોતાની સાથે થોડો ડર અને ચીંતા લઈને આવે છે. બાળકોમાં વધુ પડતા વજનને કારણે થાક, ઉંઘ ન આવવી અને તનાવમાં વધારો થવા જેવા લક્ષણો જોવા મળે છે. આ ઉપરાંત જ્યારે તેમનું વજન વધે છે ત્યારે તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. જો આ સમસ્યામાં વધારો થાય તો તેઓ ડાયાબીટીસ, હ્રદયની બીમારી, હાયપરટેન્શન અને અનીંદ્રાનો પણ ભોગ બની શકે છે.
મેદસ્વીતાના કારણો:
- શીસ્તબદ્ધ દીનચર્યાનો અભાવ
- અભ્યાસને કારણે એક જ જગ્યા પર લાંબા સમય સુધી બેસી રહેવું
- વધુ પડતી ભૂખ અથવા ક્યારેક તનાવ અને કંટાળાને લીધે ખાવું
- પૌષ્ટીક આહારની જગ્યાએ આહારમાં વધુ પડતા જંક, તૈલી, તીખો કે વધુ પડતા ગળ્યા પદાર્થોનું સેવન કરવું
મેદસ્વીતાથી કઈ રીતે બચી શકાય છે?
ફક્ત Covid-19 દરમીયાન જ નહી પરંતુ સામાન્ય દિવસોમાં પણ પૌષ્ટીક ખોરાક અને કસરતની ટેવ હોવી ખુબ જ જરૂરી છે. ડૉ. સોનાલી જણાવે છે કે, શરીરમાં આહારનું સંતુલન જાળવવા માટે અને શરીરને સ્વસ્થ રાખવા માટે યોગ્ય સમયે આરોગ્યપ્રદ આહારનુ સેવન કરવું ખુબ જ જરૂરી છે. આ ઉપરાંત કેટલાક અન્ય નિયમો પાળવાથી બાળકોને મેદસ્વીતાથી દુર રાખી શકાય છે.
કેવા પ્રકારનો આહાર લેવો જોઈએ?
જે બાળકો મેદસ્વીતાની સમસ્યાથી પીડાઇ રહ્યા છે તેમણે દિવસ દરમીયાન ચોક્કસ સમયનો ગાળો રાખીને સંતુલીત આહાર લેવો જોઈએ. યોગ્ય આહાર લેવાથી મેદસ્વીતાને દુર કરવામાં મદદ મળી શકે છે. તમે તમારા દિવસભરના ખોરાકને ચાર ટુકડામાં લઈ શકો છો અથવા તેના માટે કોઈ નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.
માટે તમારા બાળકોનું ધ્યાન રાખવું અને તેમના દિવસભરના આહારમાં કેટલીક બિનઆરોગ્યપ્રદ ટેવોને સુધારવી ખુબ જરૂરી છે. તે માત્ર મેદસ્વીતાને અટકાવવા માટે જ જરૂરી નથી પરંતુ બાળપણમાં થયેલી મેદસ્વીતા સ્વાસ્થ્યને લગતી અન્ય કેટલીક સમસ્યાઓને પણ આમંત્રણ આપે છે જે સામાન્ય રીતે 40 વર્ષથી વધુ વયના લોકોમાં જોવા મળે છે.