ETV Bharat / sukhibhava

Metabolic Syndrome symptoms : મેટાબોલિક સિન્ડ્રોમ વિવિધ સમસ્યાઓનું જૂથ, જાણો તેના વિશે..

મેટાબોલિક સિન્ડ્રોમ (Metabolic Syndrome symptoms) એ માત્ર એક રોગનું નામ નથી, પરંતુ આ શબ્દનો ઉપયોગ એવી સ્થિતિ માટે થાય છે, જ્યારે વ્યક્તિમાં હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, સ્થૂળતા અને અનિયંત્રિત કોલેસ્ટ્રોલની સમસ્યા એકસાથે જોવા મળે છે. ચાલો જાણીએ કે મેટાબોલિઝમ માટે સ્વસ્થ રહેવું (Good health Tips) શા માટે જરૂરી છે અને મેટાબોલિક સિન્ડ્રોમ શું અને શા માટે થાય છે.

Metabolic Syndrome symptoms : મેટાબોલિક સિન્ડ્રોમ વિવિધ સમસ્યાઓનું જૂથ, જાણો તેના વિશે..
Metabolic Syndrome symptoms : મેટાબોલિક સિન્ડ્રોમ વિવિધ સમસ્યાઓનું જૂથ, જાણો તેના વિશે..
author img

By

Published : Feb 5, 2022, 12:11 PM IST

ન્યૂઝ ડેસ્ક: તાજેતરમાં, ખાસ કરીને કોરોનામાં તંદુરસ્ત ચયાપચય વિશે લોકોમાં જાગૃતિ આવી છે, પરંતુ હજુ પણ લોકોમાં મેટાબોલિઝ્મની (Metabolic Syndrome symptoms) અસ્વસ્થતાને કારણે ઉદ્ભવતી સમસ્યાઓ વિશે માહિતીનો અભાવ છે. એવી જ એક સ્થિતિ છે મેટાબોલિક સિન્ડ્રોમ, જેના વિશે લોકોને વધુ માહિતી નથી. તેના લીધે મોટાભાગના લોકો ઘણી મૂંઝવણમાં છે. આ વિશે લોકોમાં માન્યતા ફેલાઇ છે કે, આ એક રોગ છે, જ્યારે હકીકત તો એ છે કે મેટાબોલિક સિન્ડ્રોમ રોગ નથી, પરંતુ એક એવી સ્થિતિ છે, જેમાં હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, સ્થૂળતા અને અનિયંત્રિત કોલેસ્ટ્રોલ (Cholesterol Level) તેની ઉચ્ચી અવસ્થામાં એકસાથે સ્વાસ્થ્યને (Good health Tips) અસર કરે લાગે છે. જેનાથી પીડિતોમાં હૃદયરોગ અને સ્ટ્રોક જેવી સમસ્યાનો ખતરો વધી જાય છે.

મેટાબોલિક સિન્ડ્રોમ વિશે વિગતવાર જાણતા પહેલા, મેટાબોલિક સ્વાસ્થ્ય શું છે અને તે આપણા સ્વાસ્થ્યને કેવી રીતે અસર કરે છે તે જાણવું મહત્વપૂર્ણ છે.

હરિયાણાના જનરલ ફિઝિશિયન ડૉ. વિવેક કાલાએ આપી માહિતી

હરિયાણાના જનરલ ફિઝિશિયન ડૉ. વિવેક કાલા જણાવે છે કે, આપણા શરીરના કોષોને આપણે જે ખોરાક લઈએ છીએ તેનાથી ઊર્જા મળે છે. મેટાબોલિઝમ આપણા શરીરની એવી સિસ્ટમ (Metabolism system of human body) છે, જે ખોરાકને ઊર્જામાં રૂપાંતરિત કરે છે. આ ઉપરાંત ફેફસામાંથી ઓક્સિજન શરીરના તમામ સ્નાયુઓ સુધી પહોંચે છે, શરીરના તમામ અંગોને પોષણ મળે છે તથા શરીરના અસ્થિમજ્જામાં શ્વેત રક્તકણોના નિર્માણમાં મદદ મળે છે.

શરીરમાં હોર્મોન્સ અને નર્વસ સિસ્ટમ આપણા ચયાપચયને નિયંત્રિત કરે છે

આપણા શરીરમાં હોર્મોન્સ અને નર્વસ સિસ્ટમ આપણા ચયાપચયને નિયંત્રિત કરે છે, જ્યારે આપણે ખોરાક લઇએ છીએ, ત્યારે આપણા આંતરડામાં પાચન ઉત્સેચકો કાર્બોહાઇડ્રેટ્સ, ચરબી અને પ્રોટીનને એક સ્વરૂપમાં તોડે છે. જેનો ઉપયોગ શરીરની વૃદ્ધિ અને ઊર્જા માટે થતો હોય છે. આ પ્રક્રિયામાં એક જ સમયે બે પ્રવૃત્તિઓ થાય છે. જેમાં પ્રથમ શરીરના પેશીઓનું નિર્માણ અને બીજું શરીરમાં ઊર્જાનો સંગ્રહ છે. જો વ્યક્તિની મેટાબોલિઝમ પ્રક્રિયા (Metabolism process of human body) સારી હોય તો તે વધુ ઉર્જાવાન અને સક્રિય અનુભવે છે. બીજી તરફ, જો ચયાપચયનો દર ઓછો હોય, તો તે વધુ થાક અનુભવે છે, સાથે જ તેને વજન વધવું, કોલેસ્ટ્રોલ વધવું, સ્નાયુઓ અને હાડકાંમાં સમસ્યાઓ, ડિપ્રેશન જેવી માનસિક સ્થિતિ અને હૃદય રોગ જેવી સમસ્યાનો સામનો કરવાની સંભાવના રહે છે.

આ પણ વાંચો: World Cancer Day 2022: આ વખતે આ દિવસની થીમ છે 'ક્લોઝ ધ કેર ગેપ'

હાલમાં 23 ટકા પુખ્ત લોકો મેટાબોલિક સિન્ડ્રોમથી પીડિત છે

નિષ્ણાંતો કહે છે કે, હાલમાં 23 ટકા પુખ્ત લોકો મેટાબોલિક સિન્ડ્રોમથી પીડિત છે. આ સિન્ડ્રોમના મુખ્ય કારણો નિષ્ક્રિય જીવનશૈલી અને ઇન્સ્યુલિન પ્રતિરોધ છે. ઉપરાંત કેટલાક અન્ય કારણો જેવા કે સ્થૂળતા, ઉંમર અને આનુવંશિકતા છે. ડૉ. વિવેક કાલા કહે છે કે, મેટાબોલિક સિન્ડ્રોમની અસરને પગલે લોકોમાં હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ વધે છે. આ સાથે જણાવે છે કે, જો કોઈ વ્યક્તિને હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, સ્થૂળતા અને અનિયંત્રિત કોલેસ્ટ્રોલની સમસ્યા છે તો મેટાબોલિક સિન્ડ્રોમની શ્રેણીમાં આવતી નથી. આ સિન્ડ્રોમમાં ચારેય સમસ્યાઓ સાથે સંકળાયેલા લક્ષણોની અસર પીડિત પર દેખાય છે, જેમ કે સ્ત્રીઓ અને પુરુષોમાં વધુ વજનના લીધે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલને લગતી સમસ્યાઓ વધુ અસર કરે છે.

જાણો લક્ષણો વિશે

હવે આ વિવિધ રોગોની સંયુક્ત અસરને કારણે થાય છે, એટલે તે ચારેય સમસ્યા સંબંધિત લક્ષણો પણ આ સિન્ડ્રોમની અવસ્થામાં દેખાય છે. જેમ કે લોહીમાં સુગરનું પ્રમાણ વધવું અને વધુ પડતી તરસ લાગવી અને ડાયાબિટીસને કારણે વધુ થાક લાગવો અને આંખો નબળી થવી અને માથાનો દુખાવો વગેરે.

મેટાબોલિક સિન્ડ્રોમથી બચવાના ઉપાય જાણો

મેટાબોલિક સિન્ડ્રોમથી બચવા માટે, શુધ્ધ આહાર અને સક્રિય જીવનશૈલી અપનાવવી મહત્વપૂર્ણ છે. જો નિયમિતપણે ફળો અને શાકભાજીથી ભરપૂર, પુષ્કળ પોષક તત્ત્વોથી ભરપૂર તાજો આહાર લેવો, અને બિનઆરોગ્યપ્રદ ખોરાક જેમ કે જંક ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ, તૈલી, મસાલેદાર ખોરાક, મીઠું, ખાંડ કે તેલ વધુ હોય તેવા ખોરાકથી દૂર રહેવું સારું છે. જો એમ હોય તો, માત્ર મેટાબોલિક જ નહીં સિન્ડ્રોમ પણ તેની હેઠળ આવતા કોઈપણ રોગ અથવા સમસ્યાને કાબૂમાં કરી શકાય છે. આ ઉપરાંત, સક્રિય જીવનશૈલીને લગતી તંદુરસ્ત આદતો અપનાવવી જોઇએ. એટલે કે નિયમિત જીવનશૈલી, જેમ કે યોગ્ય ઊંઘની આદત, નિયમિત કસરતની ટેવ, કોઈપણ પ્રકારના નશા અને ધૂમ્રપાનથી દૂર રહેવું અને સકારાત્મક વિચાર વગેરે. આ આદતોને જીવનમાં અપનાવવાથી ન માત્ર આપણું મેટાબોલિઝમ સુધરશે, પરંતુ આપણું શરીર અનેક પ્રકારની બીમારીઓ અને સમસ્યાઓ સામે લડવામાં પણ સક્ષમ બનશે.

આ પણ વાંચો: World Cancer Day 2022: કેન્સરનો અર્થ જીવનનો અંત નથી, તે છે વૈવિધ્યપૂર્ણ ઉપચાર!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.