હૈદરાબાદ: યોગના અનેક સ્વાસ્થ્ય લાભો છે અને તે આપણા શરીરના તમામ અવયવોને યોગ્ય ઓક્સિજન અને લોહી પહોંચાડવાની ખાતરી આપે છે.આથી, રોજિંદા જીવનમાં યોગાભ્યાસ કરવો એ ખૂબ સારો વિકલ્પ છે, ખાસ કરીને જ્યારે રોગચાળાની પરિસ્થિતિ વચ્ચે, જ્યારે બાળકો તેમના ઘરની બહાર નીકળી શકતા નથી.
અમારા યોગ નિષ્ણાત, રિન્કી આર્ય, વિમલ યોગના સ્થાપક (MA યોગાચાર્ય), બાળકોના ફાયદા માટે કેટલાક આસનો સૂચવે છે:
પામ ટ્રી પોઝ (તાડાસન)
આ પોઝ બાળકની ઉંચાઈ વધારવામાં મદદ કરે છે અને તેમના કરોડરજ્જુને પણ સ્ટ્રેટ કરે છે અને મજબૂત બનાવે છે.
સાઇડમાં હાથ રાખીને જમીન પર કરોડરજ્જૂ સીધી આવે તેમ ઉભા રહો. હવે શ્વાસ લો અને તમારા હાથને તમારા માથાની ઉપરથી ઉંચા કરો, તમારી આંગળીઓ અને હથેળીને છત અથવા આકાશ તરફ રાખો.
તમારા અંગૂઠા પર ઉભા રહો અને તમારા શરીરને સંતુલિત કરીને, શક્ય તેટલું પોતાને ઉપરની તરફ લંબાવો.
આ પોઝમાં થોડા સમય માટે શ્વાસને રોકી રાખો અને પછી શ્વાસ બહાર કાઢો અને પછી વખતે ધીમે ધીમે સામાન્ય સ્થિતિમાં પાછા આવો. તેને 8-10 વાર પુનરાવર્તિત કરો.
હેન્ડ ટુ ફીટ પોઝ (પાદહસ્તાસન)
આ આસન હેમસ્ટ્રિંગ, હાથ અને હિપ્સને ફ્લેક્સીબલ બનાવવામાં મદદ કરે છે, મગજને સ્ટ્રેસથી રાહત આપે છે અને જાંઘને મજબૂત બનાવે છે. તે પાચનમાં પણ મદદગાર છે.
ફ્લોર પર સીધા ઉભા રહો અને હાથને સીધા બાજુઓ પર રાખો. શ્વાસ લો અને તમારા હાથ સીધા ઉપર લાવો, જેથી તમારી હથેળી અને ચહેરો આગળ આવે. હવે શ્વાસ બહાર કાઢો અને હિપ-જોઇન્ટથી તમારી પીઠને વાળો અને નીચે જાઓ. તમારા પગને તમારા હાથથી સ્પર્શ કરવાનો પ્રયાસ કરો.જો તમે તમારા પગને સરળતાથી તમારા હાથથી સ્પર્શ કરી શકો, તો તમારા માથાને તમારા ઘૂંટણ તરફ સ્પર્ષ કરવાનો પ્રયાસ કરો.
30-60 સેકંડ આ સ્થિતિમાં રહો અને ધીમે ધીમે સામાન્ય સ્થિતિ પર પાછા આવો. આ આસનનું ઓછામાં ઓછા 5 વાર પુનરાવર્તન કરો.
વોરિયર પોઝ (વિરભદ્રાસન)
તે તમારા પગ અને પીઠના સ્નાયુઓને મજબૂત કરવામાં મદદ કરે છે અને શરીરનું સંતુલન વધારે છે.
તમારા પગ પર ઉભા રહી જમણો પગ 90 ડિગ્રી અને ડાબા પગને થોડો અંદર તરફથી ફેરવો. જ્યારે તમે શ્વાસ લો ત્યારે તમારા હાથને તમારી બાજુ પર ઉભો કરો અને તમારા માથાને જમણી તરફ ફેરવો
જેમ જેમ તમે શ્વાસ બહાર કાઢ છો, ત્યારે તમારો જમણો હાથ આગળ લંબાવો જ્યારે તમારો જમણો પગ વાળો, ત્યારે તમારા પેલ્વિસને નીચે ખેંચવાનો પ્રયાસ કરો.
આ પોઝમાં થોડી સેકંડ રહો, ત્યારબાદ તમારા હાથ નીચે લાવો અને ડાબી બાજુ પુનરાવર્તિત કરો.
બો પોઝ (ધનુરાસના)
તે શ્વસન અને પાચક સિસ્ટમ માટે ફાયદાકારક છે. તે કરોડરજ્જુને મજબૂત બનાવે છે અને થાઇરોઇડ સમસ્યાઓ સામે અસરકારક છે.
તમારા પેટના બળે પર સૂવો અને તમારા બંને હાથ બાજુમાં રાખો.પગની ઘૂંટીઓને પકડી રાખી તમારા ઘૂંટણને વાળો અને તમારા હાથથી ખેંચો. શ્વાસ લો અને તમારી છાતીને ઉપરની તરફ ખેંચો. લાંબા ઉંડા શ્વાસ લો અને પોઝને 15-20 સેકંડ સુધી રાખો. હવે શ્વાસ બહાર કાઢો અને સામાન્ય સ્થિતિ પર પાછા આવો.
તેમની રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે, અપચો, ઉલટી, પેટમાં દુખાવો, વગેરે વધતી ઉંમરે બાળકો દ્વારા થતી સામાન્ય પાચન સમસ્યાઓનો સામનો કરવા માટે તે ખૂબ અસરકારક છે, યોગ તણાવથી રાહત આપે છે, આત્મવિશ્વાસ વધારશે અને બાળકોમાં સકારાત્મક દૃષ્ટિકોણ લાવે છે. . તેથી, માતાપિતાએ તેમના બાળકોને દરરોજ યોગાભ્યાસ કરવા પ્રેરણા આપવી જોઈએ અને તેઓ તે સાથે તેઓ પણ કરી શકે છે.