ETV Bharat / sukhibhava

Skin cancer symptoms: જાણો ત્વચા કેંસર વિષે અને તેના લક્ષણો - ત્વચા કેન્સર

વિશ્વભરમાં કેંસર (Cancer Case In india 2022) ધાતક બીમારીઓમાંથી એક છે. વિશ્વભરમાં આ બીમારીના કેસોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. આ સંજોગોમાં નિષ્ણાંતો લોકોને સતત આ બીમારીના ઉકેલ અથવા તેના ઇલાજ માટે આંગળી ચીંધી રહ્યાં છે. વર્ષ 2018માં ભારતમાં કેંસરથી આશરે 7.84 લાખ દર્દીઓના મોત (Cancer Dies Cases 2021) થયા છે, ત્યારે આજે અમે તમારા માટે ત્વચા કેન્સર (Skin cancer) વિશે વિસ્તૃત અહેવાલ અને તેના લક્ષણો વિષે માહિતી લઇને આવ્યા છીએં. જાણો ત્વચા કેન્સર લક્ષણો (Skin cancer symptoms) અંગે....

Skin cancer symptoms: જાણો ત્વચા કેંસર વિષે અને તેના લક્ષણો

author img

By

Published : Mar 25, 2022, 11:13 AM IST

કેંસર વૈશ્વિક સ્તરે બૂલેટ સ્પીડથી વધી રહી છે: કેંસર (Cancer Case In india 2022) વૈશ્વિક સ્તરે બૂલેટ સ્પીડથી વધતી અને સૌથી ઘાતક બીમારીઓમાંથી એક છે. દુનિયામાં કેંસરથી પીડિત મોટાભાગના દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વર્ષ 2020માં લગભગ 10 મિલિયન કે દર 6માંથી 1ના મોતનુ કારણ કેંસર જ સામે આવ્યું છે. ભારતમાં પણ કેંસર એક મોટા ખતરાના રૂપે વિકસતી સમસ્યા છે. જેનાથી બચવા માટે નિષ્ણાંતો લોકોને સતત પ્રયાસ કરવાનુ સૂચન કરે છે. ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેંસર મુજબ, વર્ષ 2018માં ભારતમાં કેંસરથી આશરે 7.84 લાખ દર્દીઓના મોત થયા છે. આ વૈશ્વિક કેંસરથી થનારી મોતાના 8 ટકા અને ભારતમાં થનારા મોતના 6 ટકા છે.

નવા કેંસરનો જન્મ: આરોગ્ય નિષ્ણાતો અનુસાર, સ્તન, ફેફસા, કોલોન, મુળાશય અને પ્રોસ્ટેટ કેન્સરના કેસ સૌથી સામાન્ય છે. તાજેતરના વર્ષોમાં ત્વચાના કેન્સર (Skin cancer) ના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. જો આ પ્રકારના કેંસરના લક્ષણોની ઓળખ સમયાંતરે થઇ જશે તો સમયસર તેની સારવાર શરૂ કરી શકાશે, જેનાથી દર્દીની બચવાની સંભાવના નોંધપાત્ર રીતે વધી જાય છે. એક અભ્યાસમાં પ્રકાશમાં આવ્યુ છે, સ્કિન કેંસરના લક્ષણો (Skin cancer symptoms) ત્વચા સિવાય વ્યકિતની આંખોમાં પણ જોવા મળે છે. જેના આઘાર પર સમયસર અને સરળતાથી નિદાન કરી શકાય છે.

આ પણ વાંચો: World Tuberculosis Day 2022: ટીબીનો અંત લાવવા માટે રોકાણ કરો અને બચાવો જીવન

જાણો આ કેંસરના અન્ય લક્ષણો વિશે

ખરેખર તો કોશિકાઓના અસામાન્ય વિકાસને કેંસર થવાનુ કારણ માનવામાં આવે છે. સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો અને રસાયણોના વધુ સંર્પકમાં રહેવાથી લોકોને ત્વચા કેંસર થવાનુ જોખમ રહે છે. આ બીમારીના લક્ષણો અંગે વાત કરીએ તો ત્વચા કેંસરના સંજોગોમાં શરીર પર તિલ જેવા નિશાન થવા લાગે છે, જે ધીમે ધીમે ગંભીરરૂપ લઇ લે છે. આ સિવાય સંશોધકોએ શોધ કરી છે, સ્કિન કેસરના અમુક લક્ષણો આંખની પાપણ અને આંખોમાં પણ જોવા મળે છે.

ન્યુ ઈંગ્લેન્ડ જર્નલ ઑફ મેડિસિન (NEJM) માં પ્રકાશિત અહેવાલ પ્રમાણે, ત્વચાના કેંસરને આંખો દ્વારા શોધી શકાય છે. રિપોર્ટ અનુસાર, 47 વર્ષની મહિલાને બે અઠવાડિયાથી વધુ સમયથી આંખોમાં ખંજવાળ આવી રહી હતી. આ બાદ નિદાનમાં ભેદ સામે આવ્યો કે તેની પાપણ બહાર નીકળી રહી હતી. પાપણ પર બ્રાઉન ધબ્બા સાથે એક ઉભાર પણ જોવા મળ્યો હતો. ડોકટરોએ તપાસ કર્યા પછી મહિલાના પેલ્પેબ્રલ કંજંક્ટિવામાં જીવલેણ ત્વચા કેન્સરની સમસ્યાનું નિદાન કર્યું.

આંખોમાં ત્વચાના કેન્સરના લક્ષણો

  • કોલંબિયા ડિપાર્ટમેન્ટ ઑફ ઑપ્થેલ્મોલોજીના નિષ્ણાતો અનુસાર, આંખોમાં કોઇ પણ પ્રકારની સમસ્યા કે સતત કોઇ બીમારીનું રહેવુ, આઇ મેલેનોમાનો સંકેત હોય શકે છે. આ મામલે કોઇ પણ પ્રકારની બેદરકારી દાખવી જોઇએ નહીં.
  • આંખનો અસામાન્ય ઉભાર, કેટલાક કિસ્સાઓમાં તેમાંથી લોહી નીકળવું.
  • આંખોની ત્વચા ખરબચડી બને છે, ભીંગડાંવાળું , ભૂરા અને લાલ ધબ્બા દેખાવા લાગે.
  • આંખોમાં માંસનુ વધવુ.
  • આંખમાં કોઈ ઘા જે રૂઝાઈ રહ્યો ન હોય.
  • પાપણનુ ગાયબ થઇ જવુ.

આંખોમાં કોઇ પણ સામાન્ય ફેરફાર જોવા મળે છે તો તેને બિલકુલ અવગણવા નહીં: વૈજ્ઞાનિકો કહે છે, અભ્યાસમાં ઉલ્લેખિત મહિલાએ સારવાર શરૂ કર્યાના એક અઠવાડિયા પછી બ્રાઉન રંગના પેચમાં વધારો જોવા મળ્યો નથી. આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે, જો સમયસર આ બીમારીનુ નિદાન કરવામાં આવે તો રોગને આગળ વધતો અટકાવી શકાય છે. આંખોમાં કોઇ પણ સામાન્ય ફેરફાર જોવા મળે છે તો તેને બિલકુલ અવગણવા જોઇએ નહીં. જો તમને કેન્સરનું આનુવંશિક જોખમ હોય, તો લક્ષણો વિશે વધુ સજાગ રહેવાની જરૂર છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ સંબંધિત રોગ વિશે વધુ વિગતો માટે તમારા ડૉક્ટરની સલાહ લો.

આ પણ વાંચો: curry leaves Benefits: મીઠો લીમડો ફાયદાઓનો ખજાનો છે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.