ETV Bharat / sukhibhava

Pre Diabetes: પ્રિ-ડાયાબિટીસના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાય વિશે જાણો - પ્રિ ડાયાબોટીસથી બચવાના ઉપાય

જો તમારું બ્લડ સુગર લેવલ સામાન્ય કરતા વધારે હોય, તો તમને પ્રિ-ડાયાબિટીસ હોઈ શકે છે. આહારમાં ફેરફાર ડાયાબિટીસને રોકવામાં મદદ કરી શકે છે. જો કે, પ્રિ-ડાયાબિટીસ પુખ્ત વયના લોકો અને બાળકો જો તેમની જીવનશૈલીમાં ફેરફાર કરવામાં ન આવે તો તેમને ટાઇપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ વધારે છે.

Etv BharatPre Diabetes
Etv BharatPre Diabetes
author img

By

Published : Aug 11, 2023, 1:43 PM IST

હૈદરાબાદ: આજની બદલાતી લાઈફસ્ટાઈલ શરીરમાં રોગો થવાનું જોખમ વધારે છે. આજે યુવાઓમાં ડાયાબિટીસ, હાર્ટ અટેક, જેવી બિમારીનું જોખમ વધી રહ્યું છે. કોઈપણ બિમારીની સમયસર સારવાર કરવામાં આવે તો તેમાં ચોક્કસ પણે સફળતા મળે છે. આજે ડાયાબિટીસના રોગનું પ્રમાણ વઘી રહ્યું છે. ડાયાબિટીસનો રોગ રાતોરાત વિકસી શકતો નથી, પરંતુ પર્યાવરણ અને નબળી આરોગ્ય સ્થિતિ તેને પ્રોત્સાહન આપે છે. પ્રિ-ડાયાબિટીસ એ ડાયાબિટીસનો પ્રારંભિક તબક્કો છે. જેને અવગણવામાં આવે તો ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ વધી જાય છે.

પ્રિ-ડાયાબિટીસ એટલે શુંઃ પ્રિ-ડાયાબિટીસને બોર્ડર લાઈન ડાયાબિટીસ પણ કહી શકાય છે. પ્રિ-ડાયાબિટીસમાં સુગરનું પ્રમાણ સામાન્યથી વધારે હોય છે, પરંતુ એટલું નહીં કે ટાઇપ 2 ડાયાબિટીસની સારવાર કરવી પડે, જ્યારે કોઈ વ્યક્તિ બોર્ડરલાઈન ડાયાબિટીસ સ્તરે તેના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખે છે તો ડાયાબિટીસને વધતી અટકાવી શકાય છે.

પ્રિ-ડાયાબિટીસના લક્ષણઃ

  • નબળી રોગપ્રતિકારક શક્તિ
  • સ્કીન ટૅગ્સ
  • આંખની રોશની નબળી પડવી
  • શરીર હંમેશાં થાકેલું લાગવું
  • પગમાં દુખાવો અને ઝણઝણાટી થવી
  • અચાનક બ્લડ પ્રેશર વધવું
  • ઓછી ઉર્જા

પ્રિ-ડાયાબિટીસ થવાનાં કારણો

  • અપૂરતી ઊંઘ
  • નિષ્ક્રિય જીવશૈલી
  • દારૂ અને ધુમ્રપાન
  • અસંતુલિત ખાનપાનના કારણે
  • બહુ ઝડપથી વજન વધવાના કારણે

પ્રિ-ડાયાબિટીસથી બચવાના ઉપાય: પ્રિ-ડાયાબિટીસથી બચવા માટે તમે તમારી ડાયટમાં ફળો, શાકભાજી, પ્રોટીન અને ફાઈબરયુક્ત ખોરાકને સામેલ કરો. દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટની કસરત કરવી જરૂરી છે. વધારે પડતા વજન વધવાથી રોકવુ, કારણ કે આ પ્રિ-ડાયાબિટીસથી બચવાનો સારો માર્ગ છે. તમારા શુગર લેવલની નિયમિત તપાસ કરાવવી ખૂબ જ જરૂરી છે. જો તમારું શુગર લેવલ વધી રહ્યું છે, તો યોગ્ય સમયે તપાસ કરવવી જોઈએ. સમયસર ડૉક્ટરની સલાહ લો.

આ પણ વાંચોઃ

  1. Risk Of Diabetes In Children: બાળકોમાં ડાયાબિટીસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, મૃત્યુના આંકડામાં ભારત સૌથી આગળ છે
  2. સુગરને નિયંત્રિત કરવા માટે આ ત્રણ આયુર્વેદિક ફળો એક ઉપાય તરીકે
  3. વહેલી સવારે નાસ્તો કરવાની આદત ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ ઘટાડી શકે છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.