ETV Bharat / sukhibhava

Kidney problems: પુરુષો કરતા મહિલાઓમાં આ સમસ્યા વધુ થવાની સંભાવના - Kidney problems in women

કિડનીની સમસ્યા (Kidney problems) સ્ત્રીઓ અને પુરુષો બન્નેમાં જોવા મળે છે, પરંતુ ડોકટરો અને નિષ્ણાંતો પ્રમાણે, ક્રોનિક કિડની રોગ (Chronic kidney disease) પુરુષો કરતાં સ્ત્રીઓને પાંચ ટકા વધુ અસર કરે છે. જાણો તેની પાછળ રહેલા કારણો વિશે...

Kidney problems: પુરુષો કરતા મહિલાઓમાં આ સમસ્યા વધુ થવાની સંભાવના

author img

By

Published : Mar 8, 2022, 11:18 AM IST

ડોક્ટરો અને નિષ્ણાતો મુજબ, કિડની સંબંધિત સમસ્યાઓ (Kidney problems) અથવા રોગો ખરેખર તો પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. આ વાતની પુષ્ટી વિવિધ સંશોધનો અને ડોક્ટરો દ્વારા મેળવવામાં આવી છે. જો આંકડાઓ પર નજર કરીએ તો પુરુષોમાં કિડનીની બીમારીનું જોખમ 12 ટકા છે, જ્યારે મહિલાઓમાં 14 ટકા રહેલુ છે. આ સંજોગોમાં વિશ્વભરમાં મહિલાઓના મૃત્યુનું આઠમું મુખ્ય કારણ કિડની ફેલ્યોર છે. વર્ષ 2019માં પ્રકાશિત આંતરરાષ્ટ્રીય આંકડાઓ પ્રમાણે, સમગ્ર વિશ્વમાં લગભગ 19.5 મિલિયન મહિલાઓ કિડનીની સમસ્યાથી (Kidney problems in women) પીડિત હતી.

'સાયલન્ટ કિલર' વિશે જાણો

ડૉ. મનોજ સિંહ આ અંગે જણાવે છે કે, કિડની સંબંધિત રોગોને 'સાયલન્ટ કિલર' તરીકે પણ ઓળખાય છે, જેની પાછળ તથ્ય છે કે, જ્યારે આ બીમારાની લક્ષણો (KIdney Problem Symtoms) દેખાવા લાગે છે, ત્યારે આ બીમારીએ તેની હદ વટાવી દીધી હોય છે. કિડનીમાં અનેક પ્રકારની સમસ્યાઓ કે રોગો જોવા મળે છે, જેમાં મુખ્યત્વે કિડની ફેલ્યોર, કેન્સર, કિડની ઈન્ફેક્શન, પથરી, પેશાબમાં ઈન્ફેક્શન કે પેશાબની સમસ્યાઓ મુખ્ય છે.

જાણો બીમારીના કારણો વિશે

ડૉ. મનોજ સિંહ આ બીમારી થવાના કેટલાક પાસાઓને ઉજાગર કરતા જણાવે છે કે, સ્ત્રી હોય કે પુરૂષ, તેઓ મુખ્યત્વે કિડની, સ્થૂળતા, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, ખોરાકમાં વધુ પડતું મીઠું અથવા ખોરાકમાં અસંયમ, દારૂનું વધુ પડતું સેવન અથવા કેટલીકવાર કેટલીક ખાસ દવાઓ કોઈપણ બીમારી માટે જવાબદાર હોય છે. આ આદતોને પગલે શરીરમાં તેની આડ અસરો થાય છે. આ કારણને તે બીમારી માટે જવાબદાર ગણવામાં આવે છે. આ સિવાય કેટલીકવાર મેટાબોલિક ડિસઓર્ડર અથવા શરીર રચના વિકૃતિઓ પણ કિડનીના રોગોનું કારણ બની શકે છે.

આ પણ વાંચો: સગર્ભા અને પોસ્ટપાર્ટમ સ્ત્રીઓ ડિપ્રેશનનો શિકાર કેમ બને છે, જાણો કારણ

સ્ત્રીઓમાં યૂરિનરી ટ્રૈક્ટ ઇન્ફેકશનની અસર આ ગંભીર અસર કરે છે

આ અંગે ખાસ કરીને સ્ત્રીઓની વાત કરીએ તો, લાંબા સમય સુધી યૂરિનરી ટ્રૈક્ટ ઇન્ફેકશન કે પછી લાંબા સમય સુધી પેશાબની રોકથામ અને ગર્ભાવસ્થાની પ્રતિકૂળ પરિસ્થિતિઓને લીધે સ્ત્રીઓમાં કિડનીની સમસ્યા થઈ શકે છે. ઉપરાંત, જો કિડનીમાં કોઈ સમસ્યા હોય તો ગર્ભાવસ્થા દરમિયાન અથવા ડિલિવરી સમયે પણ કેટલીક સમસ્યાઓ અથવા જટિલતાઓ સામે આવી શકે છે. આ સિવાય, જેમ જેમ સમસ્યા વધતી જાય છે, ખાસ કરીને ક્રોનિક કિડની ડિસીઝ (CKD)થી પીડિત મહિલાઓમાં, અકાળે પ્રસૂતિનું જોખમ પણ વધે છે. આ સંજોગામાં CKD થી પીડિત મહિલાઓને ગર્ભધારણ કરવામાં પણ અડચણ આવી શકે છે, કારણ કે આ રોગ મહિલાઓની પ્રજનન ક્ષમતા પર અસર કરે છે.

ડૉ. મનોજ જણાવે છે કે, સામાન્ય રીતે જ્યારે કિડનીમાં કોઇ સમસ્યા હોય, ત્યારે શરૂઆતના તબક્કામાં તેના લક્ષણો દેખાતા નથી અને જે લક્ષણો જોવા મળે છે તે એટલા સામાન્ય હોય છે કે, મોટાભાગના લોકો તેના પર ધ્યાન આપતા નથી. ખાસ કરીને સ્ત્રીઓમાં કિડનીના રોગમાં જોવા મળતા કેટલાક લક્ષણો નીચે દર્શાવામાં આવ્યાં છે....

  • ભૂખ ઓછી લાગવી
  • વજનમાં ઘટાડો
  • રાત્રે વારંવાર યૂરિન આવે
  • પગ અને પગની ઘૂંટીઓમાં સોજો
  • સતત થાક, નબળાઈ અનુભવવી
  • ઉબકા અને ઉલટી જેવી લાગણી અનુભવવી
  • સ્નાયુઓમાં દુખાવો, ખેંચાણ, કળતરની લાગણી
  • એકાગ્રતાની કમી
  • ઉંઘ ન આવવી
  • ત્વચા સંબંધિત સમસ્યાઓ
  • આંખોની આસપાસ સોજો
  • ડૉ. મનોજ આ બીમારી અંગે ખાસ વાત કરતા જણાવે છે કે, વધુ ગંભીર કિસ્સાઓમાં, ક્યારેક પેશાબમાં લોહી અથવા શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો પણ જોવા મળે છે.

સ્ત્રી હોય કે પુરુષ, દરેક ઉંમરે હેલ્થ ચેકઅપ કરાવતા રહેવું ફાયદાકારક છે, પરંતુ 30 થી 35 વર્ષ પછી, લોહી અને પેશાબ સહિત વાર્ષિક અથવા નિયમિત સમયાંતરે કેટલાક પરીક્ષણો કરાવવા અનિવાર્ય છે. આ સિવાય કિડની સંબંધિત બીમારીઓથી બચવા માટે કેટલીક બાબતોની તકેદારીઓ વિશે નીચે દર્શાવામાં આવ્યું છે.

  • સ્વસ્થ જીવનશૈલી અપનાવો.
  • સ્વસ્થ આહાર અને સ્વસ્થ આહારની આદતો અપનાવો.
  • શરીરમાં પાણીની કમી ન થવા દો, પુષ્કળ પાણી પીઓ.
  • પેશાબને લાંબા સમય સુધી રોકવો નહીં.
  • આલ્કોહોલ અથવા ધૂમ્રપાન ટાળો અથવા ઓછું કરો.
  • સ્થૂળતાને નિયંત્રિત કરો અને ડાયાબિટીસ અથવા હાઈ બ્લડ પ્રેશરનાં કિસ્સામાં ડૉક્ટરની સૂચનાઓનું પાલન કરો.
  • વધુ પડતી પેઇનકિલર્સ લેવાનું ટાળો.
  • પૂરતી ઊંઘ જરૂરી.

જાણો આ મહત્વની બાબત વિશે

શરીરમાં કોઈપણ પ્રકારની સમસ્યા, થાક, નબળાઈ કે શરીરમાં કોઈપણ પ્રકારની પીડાને અવગણવી જોઈએ નહીં. સાથે જ ખૂબ જ જરૂરી છે કે કોઈ પણ સમસ્યા હોય તો કોઈ મિત્ર કે જાણકારની સલાહ પર કોઈ દવા લેવાને બદલે ડૉક્ટરની સલાહ લીધા પછી, તેણે આપેલી દવાનું સેવન કરવું જોઈએ. કારણ કે લક્ષણોને અવગણવા અથવા તેને આકાર આપવાથી અથવા ખોટી દવાઓ લેવાથી સમસ્યા વધુ ગંભીર બની શકે છે.

આ પણ વાંચો: health benefit of Silver anklet: શું તમને ખબર છે? સિલ્વર એંકલેટ તમારા સ્વાસ્થ્યને પણ ફાયદાકારક છે!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.