ખજૂર જેને શિયાળુ બદામ કહેવામાં આવે છે તેને એનર્જી ફૂડ કહેવામાં આવે છે. કારણ કે તેમાં પૌષ્ટિક તત્વો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તેની અસર ગરમ હોવાથી શિયાળામાં તેનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આયુર્વેદમાં ખજૂરને માત્ર શિયાળાની દ્રષ્ટિએ (The benefits of eating dates in winter) જ નહીં પરંતુ દરેક ઋતુમાં મહિલાઓ અને પુરૂષો માટે સ્વાસ્થ્યપ્રદ માનવામાં આવે છે. જો તે નિયંત્રિત જથ્થામાં ખાવામાં આવે તો. ન્યુટ્રિશનિસ્ટ પણ માને છે કે ખજૂર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. દિલ્હીના ન્યુટ્રિશનિસ્ટ ડૉ. દિવ્યા શર્મા કહે છે કે, શિયાળામાં દરરોજ ખજૂરનું સેવન સ્વાસ્થ્ય અને સુંદરતા બન્ને માટે ફાયદાકારક છે.
ખજૂરના પોષક તત્વો
ન્યુટ્રિશનિસ્ટ ડૉ. દિવ્યા શર્મા કહે છે કે, ખજૂર આપણને ઇન્સ્ટન્ટ એનર્જી (Nutrients of dates) આપે છે. તેમાં આયર્ન, મિનરલ્સ, કેલ્શિયમ, એમિનો એસિડ, ફોસ્ફરસ, પ્રોટીન, ડાયેટરી ફાઇબર, વિટામિન B1, B2, B3, B5, A1 અને C અને ફ્લોરિન ભરપૂર માત્રામાં હોય છે. ખજૂરમાં પુષ્કળ પ્રમાણમાં ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને સુક્રોઝ જોવા મળે છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને સાથે જ ડાયાબિટીસનું જોખમ પણ ઘટાડે છે. શિયાળાની ઋતુમાં દરરોજ 4થી 5 ખજૂર ખાવાથી શરીર ગરમ રહે છે. આ સાથે વજન વધારવા ઈચ્છતા લોકોને પણ ખજૂર ખાવાની સલાહ આપવામાં આવે છે. વિશેષજ્ઞોનું માનવું છે કે, રાત્રે દૂધમાં ઉકાળીને ખજૂરનું સેવન કરવાથી ખજૂરના ફાયદા બમણા થઈ જાય છે.
ખજૂરના ફાયદા
ડૉ. દિવ્યા જણાવે છે કે, ખજૂર ખાવાના અસંખ્ય ફાયદા છે. ખજૂર હાડકાની મજબૂતી અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક (Benefits of Dates) માનવામાં આવે છે. કારણ કે તેમાં કેલ્શિયમ, સેલેનિયમ, મેંગેનીઝ અને કોપર ભરપૂર માત્રામાં હોય છે. ખજૂરના સેવનથી એનિમિયામાં પણ ઘણો ફાયદો થાય છે, કારણ કે તેમાં આયર્ન જોવા મળે છે. ખજૂરમાં ફાઈબર પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેથી તેનું સેવન કબજિયાત, એસિડિટી અને અન્ય પાચન સંબંધી સમસ્યાઓમાં ફાયદાકારક છે. આ સાથે ખજૂરના સેવનથી કોલેસ્ટ્રોલ અને ફેટ પણ નિયંત્રણમાં રહે છે. તે સેલ ડેમેજ અને હાર્ટ સંબંધિત સમસ્યાઓમાં પણ ફાયદો કરે છે. માસિક ધર્મ દરમિયાન મહિલાઓને કમરના દુ:ખાવા અને પગના દુ:ખાવામાં પણ ખજૂરનું સેવન ફાયદાકારક છે. આ સાથે પુરુષોનું પુરુષત્વ વધારવામાં પણ ફાયદાકારક માનવામાં આવે છે.
ખજૂરનું સેવન સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ સુંદરતા માટે પણ ઘણા ફાયદા લાવે છે
ખજૂરમાં પોટેશિયમ વધુ માત્રામાં અને સોડિયમ ઓછી માત્રામાં જોવા મળે છે. જે શરીરની નર્વસ સિસ્ટમ માટે ખૂબ જ ફાયદાકારક (Benefits of Dates) છે. આ ઉપરાંત તે સ્ટ્રોકનું જોખમ પણ ઘટાડે છે. તેના નિયમિત સેવનથી LED કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું રહે છે, જે હૃદયની તંદુરસ્તી પણ જાળવી રાખે છે. વધુમાં, તે મુક્ત રેડિકલને કારણે થતા નુકસાન સામે પણ રક્ષણ આપે છે. ડૉ. દિવ્યા કહે છે કે, ખજૂર શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેથી તેના સેવનથી શિયાળામાં અથવા હવામાન બદલાય ત્યારે ચેપનું જોખમ ઓછું થાય છે. સાથે જ ખજૂરમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, ફાઈબર હોય છે. જેના કારણે પાચનતંત્ર ખાસ કરીને આંતરડા સ્વસ્થ રહે છે. ખજૂરનું સેવન સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ સુંદરતા માટે પણ ઘણા ફાયદા લાવે છે. તેના એન્ટી-ઓક્સીડેન્ટ ગુણોને (Nutrients of dates) લીધે, ખજૂર ત્વચાને કુદરતી રીતે સ્વસ્થ બનાવે છે, તે ત્વચાને પોષણ આપે છે અને તેમાં ભેજનું સ્તર જાળવી રાખે છે.
આ પણ વાંચો: Effect on the brain after recovery from corona: કોરોનામાંથી સાજા થયા પછી પણ થઈ શકે છે ન્યુરોલોજીકલ ડિસઓર્ડર
આ પણ વાંચો: Super Immunity Against COVID: પ્રગતિશીલ સંક્રમણ કોવિડ 19 સામે સુપર ઇમ્યુનિટીનો વિકાસ કરે છે