ETV Bharat / sukhibhava

Health Benefits Of Coffee: જાણો કોફીના નિયમિત સેવનના ફાયદા

કોફીના ફાયદા અને નુકસાન (caffeine good for health) વિશે લોકોના મનમાં ઘણી મૂંઝવણ હોય છે. સામાન્ય રીતે લોકો માને છે કે કોફીનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક (health benefits of coffee) છે, પરંતુ વિદેશમાં કરાયેલા સંશોધનોમાં એ વાતની પુષ્ટિ થઈ ગઇ છે કે, કોફીનું નિયંત્રિત માત્રામાં સેવન સ્વાસ્થ્ય ( side effects of coffee consumption) માટે લાભકારી છે.

health benefits of coffee: જાણો કોફીના નિયમિત સેવનના ફાયદા વિશે

author img

By

Published : Jan 29, 2022, 1:44 PM IST

Updated : Jan 29, 2022, 7:01 PM IST

ન્યૂઝ ડેસ્ક: લોકોમાં એવી માન્યતા છે કે, કોફીનું સેવન આપણા શરીરને નુકસાન પહોંચાડે છે કારણ કે તેમાં કેફીનની (caffeine good for health) માત્રા હોય છે. ન્યુટ્રિશનિસ્ટ ડૉ. દિવ્યા શર્મા કહે છે કે, કેફીનને લઈને લોકોમાં ઘણી બધી ગેરસમજણો છે, જેમાંથી મોટા ભાગની સાચી નથી. જો કે એ વાત સાચી છે કે વધુ પડતા કેફીનનું સેવન સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે, પરંતુ જો તેનું સેવન સંતુલિત માત્રામાં કરવામાં આવે તો તેનાથી શરીરને અનેક રીતે ફાયદો (health benefits of coffee) થઈ શકે છે. વિશ્વભરમાં કોફીના કરાયેલા સંશોધનોમાં પણ આ વાતની પુષ્ટિ થઈ છે કે સંતુલિત માત્રામાં કોફીનું સેવન અનેક રોગો સામે રક્ષણ (side effects of coffee consumption) કરે છે.

કેફીન એ ચા, કોફી અને કોકોના છોડમાં જોવા મળતો પદાર્થ છે

કેફીન એ ચા, કોફી અને કોકોના છોડમાં જોવા મળતો પદાર્થ છે જે ઉત્તેજક તરીકે કામ કરે છે. તે આપણા મગજની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને એડેનોસિન સાથે એડ્રેનાલિન અને ડોપામાઇન જેવા ચેતાપ્રેષકો સહિત ઘણા હોર્મોન્સને અસરગ્રસ્ત છે.

જાણો રિસર્ચ મુજબ કોફીના ફાયદા વિશે?

વિશ્વભરમાં થયેલા સંશોધનો અને પરીક્ષણો અનુસાર, સંતુલિત માત્રામાં કોફીનું સેવનથી કેન્દ્રીય તાંત્રિક તંત્રને તો ફાયદો થાય જ છે ઉપરાંત, હૃદય રોગ, સ્ટ્રોક, ટાઈપ 2 ડાયાબિટીસ, કેન્સર, અને વધુ વજન જેવી સમસ્યાઓમાં રાહત મળે છે. આ સાથે એ જાણવું અત્યંત જરૂરી છે કે, કેફીનનું સેવન કેટલું સલામત અને ફાયદાકારક છે.

ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ભલામણ કરી

ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ભલામણ કરે છે કે, દરરોજ 400 મિલિગ્રામ કેફીનનું સેવન મોટાભાગના સ્વસ્થ પુખ્ત વયના લોકો માટે સલામત માનવામાં આવે છે. સામાન્ય રીતે બેથી ત્રણ કપ કોફી તથા એક કે બે એનર્જી ડ્રિંકની સમકક્ષ હોય છે. સંયમિત કોફીના નિયમિત, પરંતુ નિયંત્રિત વપરાશના ફાયદાઓ અંગે વિશ્વભરમાં થયેલા કેટલાક સંશોધનો અને તેના પરિણામો નીચે મુજબ છે.

વજન ઘટાડવા સાથે સ્ટેમિના વધારે છે

યુકેની યુનિવર્સિટી ઓફ કોવેન્ટ્રીના સંશોધકો દ્વારા 2019માં ન્યુટ્રિએન્ટ્સ જર્નલમાં પ્રકાશિત તારણોમાં જાણવા મળ્યું છે કે, કેફીનયુક્ત કોફી પીવાથી રમતગમતમાં મહિલાઓ અને પુરૂષોનું તાકાત વધે છે. જેનાથી તેમની કામગીરીમાં સુધારો આવે છે. વર્ષ 2017માં ચીની વૈજ્ઞાનિકો દ્વારા કરાયેલા સંશોધનમાં ખુલાસો થયો છે કે કોફી વજન ઘટાડવામાં અને કસરત દરમિયાન સ્ટેમિના વધારવામાં ખૂબ મદદગાર છે. ચીનના વુહાનમાં સ્થિત હુઆજહાંગ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સંશોધકોએ સંશોધનમાં ઉંદરો પર એક પરીક્ષણ કર્યું હતું. આ સિવાય નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઈન્ફોર્મેશનની વેબસાઈટ પર પ્રકાશિત રિપોર્ટ પ્રમાણે, ખાસ બ્લેક કોફી આપણા શરીરને ડિટોક્સીફાઇ સાથે વજનને નિયંત્રિત કરવામાં તેમજ શરીરના મેટાબોલિક રેટને જાળવવામાં મદદરૂપ છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક

જર્મનીમાં ડાયાબિટીસના અભ્યાસ માટે યુરોપિયન એસોસિએશનની વાર્ષિક પરિષદ 2018માં રજૂ કરાયેલા એક અહેવાલમાં, સ્વીડનના કારોલિન્સ્કા ઇન્સ્ટિટ્યુટના એસોસિયેટ પ્રોફેસર મૈટ્ટિયસ કાલસ્ટ્રોમ મુજબ, કેફીન અને હાઇડ્રોક્સિસિનેમિક એસિડ્સનું સેવન ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ 25 ટકા ઘટાડે છે, જ્યારે ઇન્ટરનલ મેડિસિન જર્નલમાં પ્રકાશિત સ્વીડનની ચાલમર્સ યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી અને ઉમિયા યુનિવર્સિટીના સંયુક્ત સંશોધનના પરિણામોમાં, સંશોધકોએ ઉલ્લેખ કર્યો હતો કે, ફિલ્ટર કોફીનું નિયમિત સેવન ટાઇપ 2 ડાયાબિટીસના જોખમને ઘણી હદ સુધી ઘટાડી શકે છે.

આ પણ વાંચો: આપણે જે જોઈએ છીએ તે મગજની છેલ્લી 15 સેકન્ડની દ્રશ્ય માહિતીનું મિશ્રણ છે

લીવર કેન્સરમાં ફાયદાકારક છે

BMJ ઓપન જનરલમાં પ્રકાશિત થયેલા એક સંશોધન મુજબ જે લોકો કોફી પીવે છે તેમને લીવર કેન્સરનું જોખમ ઓછું રહે છે. યુનિવર્સિટી ઓફ સાઉથૈંપ્ટન અને એડિનબર્ગ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા હાથ ધરાયલા સંશોધનમાં કોફીની અસરો અંગે અગાઉના 26 અભ્યાસોના પરિણામોનું પરીક્ષણ કરાયું હતું. લગભગ 2.25 મિલિયન લોકો પર કરવામાં આવેલા આ સંશોધનના પરિણામોમાં જાણવા મળ્યું હતું કે, જે લોકો દરરોજ એક કપ કોફી પીવે છે તેમાં લીવર કેન્સરનું જોખમ 20 ટકા અને બે કપ કોફી પીનારાઓમાં 35 ટકા સુધી લીવર કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે.

સ્ટ્રોક અને હૃદયના રોગોમાં પણ ફાયદાકારક છે

બુડાપેસ્ટની સેમેલ્વિસ યુનિવર્સિટીના સંશોધનના તારણોમાં, સંશોધકોએ જણાવ્યું હતું કે, દરરોજ કોફીનું સેવન હૃદયના સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોઈ શકે છે. આ ઉપરાંત કોફી પીવાની ટેવ હાર્ટ એટેક અને સ્ટ્રોકની ઘટનાઓ વચ્ચેના સંબંધની તપાસ પણ કરાય હતી. જેના માટે સંશોધકોએ યુકે બાયોબેંકના ડેટાની પણ મદદ લીધી હતી. સંશોધનના પરિણામોમાં, અભ્યાસના મુખ્ય લેખક અને કાર્ડિયોલોજિસ્ટ ડૉ. જુડિત સિમોએ જણાવ્યું હતું કે, સંશોધનમાં દરરોજ ત્રણ કપ કોફી પીનારાઓમાં સ્ટ્રોકનું જોખમ લગભગ 21 ટકા ઓછું જોવા મળ્યું હતું, જેઓ કોફી નથી પીતા તેણે કોફીનું સેવન ચાલુ કરવું જોઇએ આ સાથે તેમનામાં હૃદય રોગથી થતા મૃત્યુના જોખમમાં પણ 17 ટકાને ધટાડો જોવા મળ્યો હતો. આ સંશોધનમાં 11 વર્ષ સુધી કુલ 4,68,629 પુખ્ત વયના લોકોના સ્વાસ્થ્ય અને કોફી પીવાની આદતોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

અમેરિકાની જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીમાં થયેલા સંશોધનમાં એ પણ સામે આવ્યું છે કે, કોફી પીવાથી આપણું માનસિક સ્વાસ્થ્ય અને હૃદયનું સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે. ખાસ કરીને સંશોધનમાં જાણવા મળ્યું છે કે કેફીનનું સેવન આપણી યાદશક્તિને પણ સારી રાખે છે. એટલું જ નહીં તેનું સેવન કરવાથી વ્યક્તિમાં શીખવાની ઇરછા પણ વધે છે.

Last Updated : Jan 29, 2022, 7:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.