ન્યૂઝ ડેસ્ક: વધતી ઉંમરના લીધે સ્નાયુઓની સમસ્યાઓનો દૂર કરવા ગટ માઇક્રોબાયોમ (Gut microbiome test india) ખૂબ જ મદદગાર થઇ શકે છે. તાજેતરના સંશોધનમાં જાણવા મળ્યું છે કે, ગુડ ગટ બેક્ટેરિયાની શ્રેણીમાં આવતું યુરોલિથિન A (Urolithin A benefits) નામનું યોગિક ઇટોકોન્ડ્રિયાની સમગ્ર દક્ષતામાં સુધારો કરી શકે છે તથા વધતી વયના લીધે લોકો જે થાક અને સોજા ચડતા હોય તેમાંથી રાહત મળે છે.
યુરોલિથિન A માઇટોકોન્ડ્રિયાની એકંદર કાર્યક્ષમતામાં સુધારો કરે છે
અગાઉ આ વિષય પર કરાયેલા સંશોધનમાં સામે આવ્યું હતું કે, યુરોલિથિન A માઇટોકોન્ડ્રિયાની એકંદર કાર્યક્ષમતામાં સુધારો કરે છે. આ સંશોધનનો ઉદેશ માત્ર યુરોલિથિન Aમાં સમાયેલા ફાયદાઓ વિશે જાણવાનો હતો. દરેક વ્યક્તિને એ વાતનો ખ્યાલ હોય જ છે કે જેમ જેમ વ્યકિતની ઉંમર વધે છે તેમ તેમ સ્નાયુઓમાં શક્તિ અને સહનશક્તિનું પ્રમાણ ઘટે છે. જે અમુકઅંશે માઇટોકોન્ડ્રિયાની કાર્યક્ષમતામાં થતા ઘટાડા સાથે જોડાયેલું છે. વાસ્તવમાં માઇટોકોન્ડ્રિયાએ દરેક માણસના કોષોમાં જોવા મળતું તત્વ છે, જે એક ઊર્જાના સ્ત્રોત તરીકે કાર્ય કરે છે.
ઉંમર વધે છે તેમ તેમ આપણા કોષોમાં "મીટોફેગી"ની ક્ષમતા ઘટે છે
JAMA નેટવર્કમાં પ્રકાશિત પરિક્ષણ વિશે રેડિયોલોજીના પ્રોફેસર ડેવિડ માર્સિનેક વધુ વિગત આપે છે. તેઓ કહે છે કે, જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ તેમ આપણા કોષોમાં "મીટોફેગી"ની ક્ષમતા ઘટે છે. મીટોફેગી એક એવા પ્રકારની અવસ્થા છે કે જ્યારે કોઇને માઇટોકોન્ડ્રિયામાં કોઇ હાનિ કે તણાવ પેદા થાય છે ત્યારબાદ આ વસ્તુ ઉદભવે છે, જે અંતર્ગત થનારી પ્રક્રિયામાં માઇટોકોન્ડ્રિયાના ટૂટવા અને નુકસાન થવાના ઉપરાંત તેમના રિસાયક્લિંગની પ્રક્રિયા છે. વૃદ્ધત્વને કારણે મીટોફેગીની ક્ષમતાઓ અને ક્રિયાઓ પણ પ્રભાવિત થાય છે. જેના કારણે વૃદ્ધાવસ્થામાં માંસપેશીઓનું મેટાબોલિઝમ પર અસર થાય છે.
યુરોલિથિન A એ દાડમ, બેરી અને બદામમાં જોવા મળતા પોલિફીનોલ્સના ભાંગવાથી બને છે
પ્રો. માર્સિનેક સમજાવે છે કે, આ સંદર્ભે અગાઉ એક અભ્યાસ થયો હતો, જે દર્શાવે છે કે પ્રાણીઓમાં "યુરોલિથિન A" પૂરક મીટોફેજગીને ઉત્તેજીત કરીને સ્નાયુની કામગીરીમાં સુધારો લાવે છે. જે પરીક્ષણ મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના મોડેલ પર કરવામાં આવ્યું હતું. યુરોલિથિન A એ દાડમ, બેરી અને બદામમાં જોવા મળતા પોલિફીનોલ્સના ભાંગવાથી બને છે. જે સારા બેક્ટેરિયાની શ્રેણીમાં આવે છે અને આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
આ પણ વાંચો: Health Benefits Of Coffee: જાણો કોફીના નિયમિત સેવનના ફાયદા
યુરોલિથિન A પૂરક મીટોફેગીને પ્રોત્સાહિત કરવાની વૈકલ્પિક પદ્ધતિ પ્રદાન કરે છે
પ્રો. માર્સિનેક સમજાવે છે કે, વૃદ્ધાવસ્થા, ખરાબ આહાર અને ક્યારેક તબિયત લથડતા કેટલાક લોકોના પેટમાં પૂરતા પ્રમાણમાં ગુડ બેક્ટેરિયા ઉત્પન્ન થતા નથી અથવા તો ઓછા હોય છે. આ સ્થિતિમાં યુરોલિથિન સપ્લીમેન્ટેશન ફાયદાકારક સાબિત થઈ શકે છે. યુરોલિથિન A પૂરક મીટોફેગીને પ્રોત્સાહિત (Urolithin A Induces mitophagy) કરવાની વૈકલ્પિક પદ્ધતિ પણ પ્રદાન કરી શકે છે. જે વૃદ્ધત્વને કારણે સ્નાયુઓની સમસ્યાઓ પર હકારાત્મક અસર કરી શકે છે. આ શક્યતાના વિસ્તરણના સંદર્ભમાં અને પ્રારંભિક ક્લિનિકલ ટ્રાયલ યુરોલિથિન Aની અન્ય સલામત અને અસરકારક અસરો વિશે વધુ માહિતી મેળવવા માટે હાથ ધરવામાં આવી હતી.
પરિક્ષણમાં સંશોધકોએ 72 વર્ષની સરેરાશ ઉંમર ધરાવતા 66 વૃદ્ધોને ભાગ લેવડાવ્યો હતો
આ પરિક્ષણમાં સંશોધકોએ 72 વર્ષની સરેરાશ ઉંમર ધરાવતા 66 વૃદ્ધોને ભાગ લેવડાવ્યો હતો, જેમને 4 મહિના માટે દરરોજ 1,000 મિલિગ્રામ યુરોલિથિન A સપ્લિમેન્ટ આપવામાં આવ્યું હતું. સંશોધન દરમિયાન, વૈજ્ઞાનિકોએ ખાસ ડિઝાઇન કરેલા પ્રયોગશાળા સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ખાસ એ જાણવા માટે કે સહભાગીઓ થાકતા પહેલા તેમના હાથ અને પગમાં એક ચોક્કસ સ્નાયુ કેવી રીતે સંકોચાય છે. પરીક્ષણ દરમિયાન, સહભાગીઓને ઇન્ડોર ટ્રેક પર 6 મિનિટમાં શક્ય તેટલું ચાલવાનું કહેવામાં આવ્યું હતું.
4 મહિના પછી સહભાગીઓની ચાલવાની ક્ષમતામાં થોડો સુધારો આવ્યો
ટ્રાયલના પરિણામો દર્શાવે છે કે, 4 મહિના પછી સહભાગીઓની ચાલવાની ક્ષમતામાં થોડો સુધારો આવ્યો હતો. જો કે, એટીપી ઉત્પાદન પરિણામો સંતોષકારક ન હતા, પરંતુ સહભાગીઓએ સ્નાયુબદ્ધ સહનશક્તિના પ્રયોગશાળા પરીક્ષણોમાં ઘણું સારું કર્યું હતું.
આ પણ વાંચો: આપણે જે જોઈએ છીએ તે મગજની છેલ્લી 15 સેકન્ડની દ્રશ્ય માહિતીનું મિશ્રણ છે
યુરોલિથિન એ વય-સંબંધિત સ્નાયુઓના ઘટાડા સામે લડવા માટે આશાનું કિરણ : પ્રો. માર્સિનેક
ટ્રાયલના તારણોમાં, પ્રો. માર્સિનેક જણાવે છે કે, યુરોલિથિન એ વય-સંબંધિત સ્નાયુઓના ઘટાડા સામે લડવા માટે આશાનું કિરણ હોઈ શકે છે. તેણે એવી આશા વ્યકત કરી હતી કે યુરોલિથિન A સપ્લિમેન્ટ્સ (Urolithin A supplements in India) એવા લોકોને ફાયદો પહોંચાડી શકે છે જે હાલમાં નબળા સ્નાયુ સ્વાસ્થ્ય અથવા રોગને કારણે પર્યાપ્ત રીતે કસરત કરવામાં અસમર્થ હોય. તેમણે આ વિષય પર વધુ અભ્યાસની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.