ETV Bharat / sukhibhava

Heart Disease: હાર્ટ એટેકના વધી રહેલા કેસ સામે હ્દયને સ્વસ્થા રાખવા બસ આટલું કરો - Cardiovascular diseases

હૃદય આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાં સામેલ છે. તેના પર આખા શરીરને યોગ્ય રીતે ચલાવવાની જવાબદારી છે. પરંતુ લોકો ઘણીવાર હૃદયના સ્વાસ્થ્યને નકારતા હોય છે. જે આગળ ચાલીને મોટું નુકશાન વેઠવું પડે છે. ચાલો જાણીએ કે, હૃદયને સ્વસ્થ રાખવા માટે નિષ્ણાતો શું સૂચનો સૂચવે છે...

Etv BharatHeart Disease
Etv BharatHeart Disease
author img

By

Published : Jul 11, 2023, 12:26 PM IST

Updated : Jul 11, 2023, 1:21 PM IST

નવી દિલ્હી: આજની ભાગદોડ વાળી અને તણાવપૂર્ણ જીંદગીમાં આપણા હૃદયને સ્વસ્થ રાખવું જરૂરી છે. આજના યુગમાં સ્વસ્થ જીવનશૈલી અને લાંબા આયુષ્યની સાથે સુખી જીવન માટે તમારા હૃદયને સ્વસ્થ રાખવું મહત્વપૂર્ણ છે. એવા ઘણા પરિબળો છે, જે તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે, જેમાં યોગ્ય ચોખ્ખા તેલની સાથે સાથે યોગ્ય માત્રામાં મીઠું લેવું અને નિયમિત કસરત કરવી એ તંદુરસ્ત હૃદય જાળવવામાં મહત્વપૂર્ણ છે.

વર્ષો જૂની પરંપરા: એસ.એલ. રહેજા હોસ્પિટલના કન્સલ્ટન્ટ-ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. હરેશ જી મહેતાએ IANS ને કહ્યું: "જ્યારે તેલની વાત આવે છે, ત્યારે ઘણા લોકો રિફાઇન્ડ તેલના ફાયદાઓ ગણાવે છે. જો કે, સંશોધન સૂચવે છે કે, ઘી અથવા માખણનો ઉપયોગ કરવાની વર્ષો જૂની પરંપરા છે. તે મહત્વપૂર્ણ પોષક તત્વો પ્રદાન કરી શકે છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે સારુ છે."

શુ ખાવું અને શું ન ખાવું: હદયને સ્વસ્થ રાખવા માટે લોકોને હદયને અનુકૂળ ખોરાક લેવાની સલાહ આપવામાં આવે છે. જેમાં કાર્બોહાઇડ્રેટ્સ, હેલ્ધી પ્રોટીન અને ચરબી જેવી કે બાજરી, ઓટ્સ, બ્રાઉન રાઈસ, કઠોળ, ઈંડા, ચિકન, માછલીનો સમાવેશ થાય છે. જો કે, સ્વસ્થ હૃદય માટે, તળેલા ખોરાક, સાદી ખાંડ અને ઉચ્ચ કેલરીવાળા પીણાઓનું સેવન ઘટાડવાની સલાહ આપવામાં આવે છે.

કયા મીઠાનું સેવન કરવું: કયા પ્રકારનું મીઠું વાપરવું તેના પર પણ ધ્યાન આપવું જરૂરી છે.મહેતાએ જણાવ્યું હતું કે, "જ્યારે ઘણા લોકો ઓછા-સોડિયમવાળુ મીઠું પસંદ કરે છે. હાલના અભ્સાસમાં જાણવા મળ્યુું છે કે, આયોડીનયુક્ત અથવા દરિયાઈ મીઠાનું મધ્યમ સેવન હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક એવા જરૂરી મિનરલ્સ પુરા કરી શકે છે.

વ્યાયામ મહત્વપૂર્ણ: મેક્સ હેલ્થકેરના ચીફ ડાયેટિશ્યન રિતિકા સમદ્દરે IANS ને કહ્યું, "હૃદય રોગ સામે રક્ષણ મેળવવા વ્યાયામ મહત્વપૂર્ણ છે, વ્યક્તિએ સક્રિય જીવનશૈલી જીવવી જોઈએ. કસરતના એરોબિક અને એનારોબિક બંને પ્રકારનો સમાવેશ કરો, જેમ કે ચાલવું, યોગા, સ્વિમિંગ, સાયકલિંગ વગેરે." ઝડપી ચાલવું, તરવું અથવા સાયકલ ચલાવવા જેવી પ્રવૃત્તિઓ જીવનમાં સામેલ કરવાથી હૃદયની કામગીરીમાં સુધારો થાય છે અને શરીરને તંદુરસ્તીની સાથે પ્રોત્સાહન પણ મળે છે.

આ પણ વાંચો:

Black coffee Benefits : દરરોજ બે કપ બ્લેક કોફી પીવો, લીવર રહેશે સુરક્ષિત

benefits of cycling : રોજ સાયકલ ચલાવવાના 6 ફાયદા, રોગોથી બચો અને તમારી જાતને ફિટ રાખો

Last Updated : Jul 11, 2023, 1:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.