ETV Bharat / sukhibhava

હાડકા અને સ્નાયુઓના દુખાવામાં દર્દમાં રાહાત આપે છે ડ્રાઇ નીડલિંગ પદ્ધતિ - ડ્રાયનીડલિંગ vs એક્યુપંક્ચર

ડ્રાય નીડલિંગ પદ્ધતિ શું છે ? તે હાડકા અને સ્નાયુઓના દુખાવામાં કેવી રીતે રાહત આપે છે ? કઇ સ્થિતિમાં ડ્રાય નીડલિંગ થેરાપી લેવી જોઇએ ETV Bharat સુખીભવની ટીમેએ ડૉ જાહ્નવી કથરાની, સાઇકોથેરાપિસ્ટ, ઑલ્ટરનેટિવ મેડિકલ પ્રેક્ટિશનર અને યોગા ટિચર છે તેમણે આ થેરાપી વિશે વિગતવાર જણાવ્યું હતું.

હાડકા અને સ્નાયુઓના દુખાવામાં દર્દમાં રાહાત આપે છે ડ્રાઇ નીડલિંગ પદ્ધતિ

author img

By

Published : Apr 9, 2021, 7:59 PM IST

  • ડ્રાય નીડલિંગ પદ્ધતિ શું છે?
  • કોઇ પણ દુખાવામાં કારગત સાબિત થઇ છે આ પદ્ધતિ
  • આંતરરાષ્ટ્રીય સ્તરે આ પદ્ધતિને મળી છે માન્યતા

ન્યૂઝડેસ્ક : સ્નાયુઓનો દુખાવો ત્રાસદાયક અને દર્દીઓને સાજા થવા માટે કોઇ પણ પદ્ધતિથી રાહત મળે તેવું ઇચ્છ તો હોય છે. ઇન્જક્શનથી દુખાવામાં રાહત મળે છે આ તથ્ય સામે આવતા ડ્રાય નીડલિંગ પદ્ધતિનો વિકાસ થયો છે. ETV Bharat સુખીભવની ટીમે ડૉ જાહ્નવી કથરાની, સાઇકોથેરાપિસ્ટ , ઑલ્ટરનેટિવ મેડિકલ પ્રેક્ટિશનર અને યોગા ટિચર છે તેમણે આ થેરાપી વિશે વિગતવાર જણાવ્યું હતું.

ડ્રાઇ નીડલિંગ થેરાપીનો ઉપયોગ મોટાભાગે સાઇકોથેરાપિસ્ટ મુખ્ય રૂપે દુખાવો ઓછો કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ડ્રાઇ નીડલિંગ જેવું નામ છે તેવી જ પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં સોયને ત્વચાના માધ્યમથી જરૂરીયાત મુજબ ઉંડી ઉતારવામાં આવે છે. આ પ્રક્રિયામાં જે સોયનો ઉપયોગ કરવામાં આવે છે તે ઇન્જેક્શનની સોયથી 10 ગણી પાતળી હોય છે. ઇન્જેક્શન નીડલ 2.9 mmની હોય છે જ્યારે ડ્રાઇ નીડલ 0.16mm થી 0.3mm પાતળી હોય છે. આથી તે ક્લિનિકલ ઇન્જેક્શન કરતાં ઓછો દુખાવો આપે છે. સમગ્ર વિશ્વમાં ડ્રાય નીડલિંગ થેરાપી સૌથી વધુ રેકમેન્ડ કરવામાં આવે છે અને દુખાવો ઓછો કરવા માટે સૌથી વધારે પસંદગી પામી છે.

બે પ્રકારની ડ્રાય નીડલિંગ થેરાથી પ્રખ્યાત છે

1. ડીપ ડ્રાઈ નીડલિંગ: આ પ્રક્રિયામાં સ્નાયુઓમાં સોઇ થોડી વધારે માત્રામાં અંદર ઉતારવામાં આવે છે.

2. સુપરફિશિયલ ડ્રાય નીડલિંગ: આ પ્રક્રિયામાં સ્નાયુઓમાં સોઇ સ્નાયુઓની ઉપરની સપાટી સુધી જ ઉતારવામાં આવે છે.

શું ડ્રાયનીડલિંગ એક્યુપંક્ચર જેવું જ છે ?

ના. ડ્રાય નીડલિંગ પ્રક્રિયામાં શારીરિક રચના અને શરીર વિજ્ઞાનનો સમાવેશ કરવામાં આવે છે જ્યારે એક્યુપંક્ચર મુખ્ય રીતે શરીરની ઉર્જા પર આધારિત છે.

શા માટે મારે ડ્રાય નીડલિંગ થેરાપી લેવી જોઇએ ?

આ પદ્ધતિ ગાંઠ તોડવાની, ખેંચાયેલા સ્નાયુઓ અને અકડાયેલા સ્નાયુઓને સામાન્ય કરવામાં સૌથી વધુ કારગત સાબિત થાય છે.

કઇ સ્થિતિમાં મારે ડ્રાય નીડલિંગ થેરાપી લેવી જોઇએ?

  • જો તમને શરીરના કોઇ પણ સ્નાયુઓ અથવા સાંધામાં દુખાવો હોય તો.
  • સ્નાયુઓ અકડાઇ ગયા હોય અથવા કડક થઇ ગયા હોય તો
  • માથાનો દુખાવો( મસ્કુલોસ્કેલેટલ સિસ્ટમ સંબંધિક કારણ), માઇગ્રેન, સ્ટ્રેસના કારણે માથાનો દુખાવો
  • દુખાવો ઓછો કરવા માટે
  • જૂનો દુખાવો ઓછો કરવા માટે
  • મસ્કુલોસ્કેલેટલની સ્થિતિ જેવી કે ખંભા ઝુકી જવા, ટેનિસ અથવા ગોલ્ફના ખેલાડીઓની કોણીના દુખાવામાં, એડીના દુખાવામાં
  • પોસ્ટ ઓપરેટિવ ઓર્થોપેડિક સ્થિતિ

ક્યારે ડ્રાય નીડલિંગ થેરાપી ન લેવી જોઇએ ?

  • નીડલ ફોબિયા હોય તો
  • જો કોઇ સાંસ્કૃતિક માન્યતાઓના કારણે સોય પદ્ધતિથી સારવાર લેવાની મનાઇ હોય તો
  • નીડલ્સથી લેવાતી સારવારમાં કોઇ રિએક્શન આવવાની હિસ્ટ્રરી હોય તો
  • મેડિકલ ઇમર્જન્સી
  • જે પેશન્ટ માનસિક રીતે અસ્વસ્થ હોય તો
  • કમ્યુનિકેશન રિલેટેડ પ્રોબ્લેમ હોય તો
  • જો કન્સન્ટ ફોર્મ સાઇન ન કર્યું હોય તો
  • જો પેશન્ટને બ્લિડિંગ વધારે થતું હોય અથવા એન્ટિકોએગ્યુલેશન થેરાપીના દર્દી હોય
  • રક્ત જન્યરોગ, કેન્સર,HIVના દર્દીઓ
  • દુખાવો હોય તે જગ્યાએ ચેપ લાગ્યો હોય તો
  • 5 વર્ષથી નાના બાળકોમાં મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમનો વિકાસ થતો હોય છે આથી ડ્રાય નીડલિંગ પ્રક્રિયાઓ ન કરવી જોઇએ
  • જેમના સ્નાયુઓ નબળા હોય તેમને આ સારવાર ન આપવી

ડ્રાય નીડલિંગ થેરાપીના ફાયદા

  • ન્યૂરોટ્રાંસમીટર એટલે કે સારી અનુભૂતિ કરાવતા રસાયણની માત્રા શરીરમાં વધે છે.
  • લોહીનો પ્રવાહ વધારીને દુખાવો દૂર કરે છે
  • થેરાપીના કારણે તે જગ્યામાં ઓક્સિજનની અછત ઓછી થાય છે.
  • જૂનામાં જૂના દુખાવામાં રાહત મળે છે.
  • મસ્કુલોસ્કેલેટતંત્ર સાથે ચામડીના તણાવમાં રાહત મળે છે.
  • જુનામાં જુનો સોજો ઓછો કરે છે જેથી દુખાવો ઓછો થાય છે.

વધુ માહિતી માટે ડૉ. જહ્નવી કથરાનીનો સંપર્ક કરી શકો છો jk.swasthya108@gmail.com

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.