ETV Bharat / sukhibhava

સાવધાન! ઘોંઘાટ બધિરતા નોતરી શકે છે - સુનાવણીના પ્રકારો

શ્રવણશક્તિ ગુમાવવાથી તથા બધિરતાથી કેવી રીતે બચવું અને આ માટે શું કાળજી લઇ શકાય, તે વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે ત્રીજી માર્ચનો દિવસ વર્લ્ડ હિયરિંગ ડે તરીકે ઊજવવામાં આવે છે.

સાવધાન! ઘોંઘાટ બધિરતા નોતરી શકે છે
સાવધાન! ઘોંઘાટ બધિરતા નોતરી શકે છે
author img

By

Published : Mar 3, 2021, 6:33 PM IST

ન્યુઝ ડેસ્કઃ શ્રવણશક્તિ ગુમાવવાથી તથા બધિરતાથી કેવી રીતે બચવું અને આ માટે શું કાળજી લઇ શકાય, તે વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે ત્રીજી માર્ચનો દિવસ વર્લ્ડ હિયરિંગ ડે તરીકે ઊજવવામાં આવે છે. આ વર્ષે આ દિવસની થીમ છે - “Hearing care for ALL (તમામ લોકોની શ્રવણશક્તિની કાળજી)! સ્ક્રીન. રિહેબિલિટેટ (પૂર્વસ્થિતિ). પ્રત્યાયન (કમ્યુનિકેશન)”. એક અંદાજ અનુસાર વિશ્વમાં 466 મિલિયન લોકો શ્રવણશક્તિ ગુમાવી બેઠા છે, જે પ્રમાણ વિશ્વની વસતીના 6.1 ટકા જેટલું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) વધુમાં જણાવે છે કે, તેના અંદાજ અનુસાર, 2050 સુધીમાં 900 મિલિયન કરતાં વધુ લોકો શ્રવણશક્તિ ગુમાવી દેશે. વળી, (12થી 35 વર્ષની વયજૂથના) 1.1 અબજ યુવાન લોકો મનોરંજન મેળવવા દરમિયાન ઘોંઘાટિયા વાતાવરણમાં રહેતા હોવાથી તેઓ શ્રવણશક્તિ ગુમાવી દે, તેવી શક્યતા છે.

ચાવીરૂપ સંદેશ

WHOના જણાવ્યા પ્રમાણે, વર્લ્ડ હિયરિંગ ડે, 2021ના ચાવીરૂપ સંદેશ નીચે પ્રમાણે છેઃ

પોલિસી મેકર્સ

  • સેંકડો લોકો હિયરિંગ લોસ અને કાનની બિમારી સાથે જીવી રહ્યા છે, તે સ્થિતિ અસ્વીકાર્ય છે.
  • જીવનકાળ દરમિયાન હિયરિંગ લોસથી બચવા માટે અને તેના ઉપચાર માટે સમયસર કાર્યવાહી હાથ ધરાય, તે જરૂરી છે.
  • ખર્ચની દ્રષ્ટિએ અસરકારક દરમિયાનગીરીમાં રોકાણ કરવાથી હિયરિંગ લોસ ધરાવનારા લોકોને લાભ થશે અને સમાજને નાણાંકીય લાભ થશે.
  • સાર્વત્રિક આરોગ્ય કવરેજ હેઠળ રાષ્ટ્રીય આરોગ્ય યોજનામાં વ્યક્તિ-કેન્દ્રીત કાન અને શ્રવણેન્દ્રીયની કાળજીનો સમાવેશ કરવો.

સામાન્ય જનતા

  • યોગ્ય શ્રવણશક્તિ અને પ્રત્યાયન જીવનના તમામ તબક્કાઓમાં મહત્વપૂર્ણ છે.
  • હિયરિંગ લોસ (અને કાનની સંબંધિત બિમારીઓ)ની સ્થિતિને ઘોંઘાટ સામે રક્ષણ, કાનની કાળજી માટેની યોગ્ય પ્રણાલી અને રસીકરણ જેવી રક્ષણાત્મક કાર્યવાહી થકી દૂર રાખી શકાય છે.
  • હિયરિંગ લોસ (અને કાનની સંબંધિત બિમારીઓ)નું સમયસર નિદાન થાય, તો તેવી સ્થિતિમાં તેની સારવાર કરી શકાય છે અને યોગ્ય કાળજી લઇ શકાય છે.
  • હિયરિંગ લોસનું જોખમ ધરાવતા લોકોએ તેમની શ્રવણશક્તિની નિયમિતપણે તપાસ કરાવતાં રહેવું જોઇએ.
  • હિયરિંગ લોસ (અથવા તો કાન સંબંધિત બિમારી) ધરાવનારા લોકોએ હેલ્થ કેર પ્રોવાઇડરની સલાહ લેવી જોઇએ.

શ્રવણશક્તિ ગુમાવવી વિ. બહેરાશ અથવા બધિરતા

આ બંને સ્થિતિ વચ્ચેનો તફાવત WHO નીચે પ્રમાણે સમજાવે છેઃ

‘સાંભળવામાં મુશ્કેલી પડતી હોય,’ તેવા લોકોની સ્થિતિ હળવીથી લઇને ગંભીર હોઇ શકે છે. સાંભળવામાં જેમને મુશ્કેલી પડતી હોય, તેવા લોકો સામાન્ય રીતે બોલાતી ભાષા થકી પ્રત્યાયન કરતા હોય છે અને હિયરિંગ એઇડ્ઝ, કોચલિયર ઇમ્પ્લાન્ટ્સ તથા અન્ય સહાયક ઉપકરણો તેમજ કેપ્શનિંગ દ્વારા તેમને લાભ થઇ શકે છે. જ્યારે બધિર વ્યક્તિમાં શ્રવણશક્તિની મોટી ખામી સર્જાઇ હોય છે, જેના કારણે તેમને નજીવું સંભળાય છે અથવા તો કશું જ સંભળાતું નથી. વાતચીત કરવા માટે મોટાભાગે તેઓ સાંકેતિક ભાષાનો ઉપયોગ કરતા હોય છે.

શ્રવણશક્તિ ગુમાવવાના પ્રકારો

સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) દ્વારા જણાવ્યા અનુસાર, શ્રવણશક્તિની ખામીને નીચે મુજબના ચાર પ્રકારોમાં વર્ગીકૃત કરી શકાય છેઃ

સંવાહક (કન્ડક્ટિવ) હિયરિંગ લોસ (શ્રવણશક્તિની ખામી)

કોઇક કારણોસર અવાજ બાહ્ય કે મધ્યમ કાનમાંથી પસાર થતો અટકી જાય છે. આ પ્રકારના હિયરિંગ લોસની દવા કે સર્જરીથી સારવાર કરી શકાય છે.

સેન્સરીન્યૂરલ હિયરિંગ લોસ

કાનની આંતરિક રચના કે હિયરિંગ નર્વના કાર્યમાં કોઇ સમસ્યા સર્જાય, ત્યારે હિયરિંગ લોસ થાય છે.

મિક્સ્ડ હિયરિંગ લોસ

આ પ્રકારના હિયરિંગ લોસમાં સંવાહક અને સેન્સરીન્યૂરલ હિયરિંગ લોસ, બંનેનો સમાવેશ થાય છે.

ઓડિટરી ન્યૂરોપથી સ્પેક્ટ્રમ ડિસોર્ડર

આ સ્થિતિમાં અવાજ કાનની અંદર પ્રવેશ કરે છે, પણ કાનની આંતરિક રચનાને અથવા હિયરિંગ નર્વને પહોંચેલા નુકસાનને કારણે ધ્વનિ મગજ સમજી શકે, તે રીતે ગોઠવાતો નથી.

શ્રવણશક્તિ ગુમાવી દેવાની તીવ્રતા વ્યક્તિએ-વ્યક્તિએ ભિન્ન હોઇ શકે છે અને તેને હળવી, સામાન્ય, ગંભીર અને અતિ ગંભીર – એ રીતે વર્ગીકૃત કરી શકાય છે. વળી, વ્યક્તિએ એક કાનમાં અથવા બંને કાનમાં સમાન સ્તરે કે ભિન્ન સ્તરે શ્રવણશક્તિ ગુમાવી દીધી હોય, તે શક્ય છે. આ સ્થિતિ સમય જતાં યથાવત્ રહી શકે છે, તેમાં સુધારો થઇ શકે છે કે સ્થિતિ વધુ વણસી પણ શકે છે. કેટલીક વખત આ સમસ્યા જન્મજાત હોય છે અથવા તો અમુક સમય પછી શરૂ થાય છે.

શ્રવણશક્તિ ગુમાવવાથી કે બધિરતાથી કેવી રીતે બચવું?

  • મોટરસાઇકલ, કાર્ય સ્થળે ચાલતાં મશીનો, ડ્રિલિંગ, ફટાકડા વગેરેના ઘોંઘાટથી બચો. જો તમે કાર્ય સ્થળે ઘોંઘાટને ટાળી ન શકતા હોવ, તો ઇયરપ્લગ અથવા તો ઇયરમફ પહેરવાનું રાખો.
  • ઇયરફોન અને હેડફોન તમારા કાનને ભારે નુકસાન પહોંચાડી શકે છે. ધીમા અવાજ પર સંગીત સાંભળો અને બહારનો ઘોંઘાટ ન સંભળાય, તે માટે વોલ્યૂમ વધારી ન દેશો. તેના બદલે નોઇસ કેન્સલિંગ હેડફોન્સનો ઉપયોગ કરો.
  • ઇયરફોન કે હેડફોનનો ઉપયોગ કલાકો સુધી ન કરશો. પ્રત્યેક એક કલાક બાદ વચ્ચે-વચ્ચે વિરામ લો.
  • કોન્સર્ટ્સમાં લાઉડસ્પીકર હોય, તેનાથી દૂર રહો. થોડો વિરામ લઇને ઘોંઘાટિયા વાતાવરણથી થોડા દૂર જવાનું રાખો.
  • ઘરે ટીવી, રેડિયો, સાઉન્ડ સિસ્ટમ વગેરેનો વોલ્યુમ અત્યંત ધીમો રાખો.
  • એન્ટિબાયોટિક્સ, કેન્સરની દવાઓ વગેરે જેવી ચોક્કસ દવાઓની આડ અસરો વિશે જાણકારી મેળવો.
  • જો કાનમાં ઇયરવેક્સ જમા થયું હોય, તો ડોક્ટર પાસે જઇને તેને દૂર કરાવો. ઇયરવેક્સ જમા થવાના કારણે શ્રવણશક્તિ જતી રહી હોય, તો તેની સહેલાઇથી સારવાર થઇ શકે છે.
  • ચોક્કસ પ્રકારનાં ઇન્ફેક્શન્સથી પણ આમ થઇ શકે છે. આથી, તમારાં બાળકોને ઇન્ફેક્શનથી બચાવવા માટે ઓરી, રૂબેલા, ગાલપચોળિયા વગેરેની રસી મૂકાવો.
  • કાનમાંથી વેક્સ દૂર કરવા માટે ઇયરબડ્ઝનો ઉપયોગ કરવાનું ટાળો. તેને બદલે આંગળી પર ચોખ્ખું કપડું વીંટીને તમારા કાનનો બહારનો ભાગ તેનાથી સાફ કરી શકો છો.
  • ડોક્ટરની સલાહ લીધા વિના તમારા કાનની અંદર કોઇપણ પ્રકારની તીક્ષ્ણ વસ્તુ કે કોઇપણ પ્રકારનું તેલ કે પ્રવાહી નાંખશો નહીં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.