ETV Bharat / state

સોળસુમ્બા ગામના સરપંચ પર યુવાનોને સ્ટીકથી કર્યો જીવલેણ હુમલો, જાણો શું છે ઘટના... - ગુજરાત ક્રાઇમ ન્યૂઝ

ઉમરગામ પોલીસ મથકમાં સોશિયલ મીડિયા પર ગામના સરપંચ અને પંચાયત વિરુદ્ધ ગંભીર ટિપ્પણી કરનારા યુવાનોએ સરપંચ અને તેમના મિત્ર પર હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. વલસાડ જિલ્લાના સોળસુમ્બા ગામના સરપંચ અમિત પટેલ પર ગામના જ 15 જેટલા યુવાનોએ હુમલો કરી સ્ટીકથી માથાના અને છાતીના ભાગે માર મારતા ગામમાં ચકચાર મચી ગઇ છે.

Solasumba village sarpanch
સોળસુમ્બા ગામના સરપંચ પર યુવાનોને સ્ટીકથી કર્યો જીવલેણ હુમલો
author img

By

Published : Jul 26, 2020, 6:47 PM IST

વલસાડઃ જિલ્લાના ઉમરગામ તાલુકાના સૌથી મોટું રેવન્યુ ગામ ગણાતા સોળસુમ્બા ગામના સરપંચે 15 જેટલા યુવાનો વિરુદ્ધ ઉમરગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે સરપંચ અમિત પટેલે જણાવ્યું હતું કે, ગામના કેટલાક યુવાનો છેલ્લા બે અઢી મહિનાથી ગામની પંચાયત અને સરપંચ વિરુદ્ધ સોશ્યલ મીડિયામાં ડમી એકાઉન્ટ બનાવી ખોટી અફવાઓ ફેલાવતા હતાં.

Solasumba village sarpanch
સોળસુમ્બા ગામના સરપંચ પર યુવાનોને સ્ટીકથી કર્યો જીવલેણ હુમલો

આ અંગે આ યુવાનોને સાયબર ક્રાઈમની ગંભીરતા સમજાવી ચેતવ્યા હતાં. તેમ છતાં ભડકાઉ પોસ્ટ કરતા હતાં. જે સંદર્ભે ફરી એકવાર તેમને સમજાવવામાં આવ્યા હતા. ત્યારબાદ મળવાના બહાને અમિત પટેલને ત્યાં શખ્સો જવા નિકળ્યા હતા અને 15 જેટલા યુવાનોએ અમિત પટેલ પર સ્ટીકથી જીવલેણ હુમલો કર્યો હતો.

આ ઘટનામાં અમિત પટેલને માથાના અને છાતીના ભાગે તેમજ તેમના મિત્રને આંખના ભાગે સ્ટીક વાગતાં ગંભીર ઇજાઓ થઈ હતી. જે અંગે ગામના આ 15 જેટલા યુવાનો વિરુદ્ધ ઉમરગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પરની ટિપ્પણીની આ બબાલ અંગે જે મારામારીનો વીડિયો ઉતારી ગામના યુવાનોએ વાઇરલ કર્યો હતો. જેમાં સરપંચ અમિત પટેલ તેમને ઘરે મારવા આવ્યો હોવાની બુમરાણ મચાવી સરપંચને બેફામ ગાળો આપી ધક્કો માર્યો હતો. તેમજ તેના ઘરને પણ સળગાવી નાખીશું તેવી ધમકીઓ આપતા નજરે પડ્યા હતા. આ જોતા કેટલાક યુવાનો માથાભારે ફલિત થયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.