- પારડીના વૈકુઠ ધામ સ્મશાન ગૃહમાં અનોખો કોરોના વોરિયર્સ
- ડાઘુ તરીકે ફરજ બજાવતો યુવક પીઠી વાળા કપડાએ પહોંચ્યો સ્મશાન ગૃહ
- લગ્નના દિવસોમાં સ્મશાન પહોંચી 3 મૃતદેહોને આપ્યો અગ્નિદાહ
વલસાડઃ સામાન્ય રીતે હિન્દુ ધર્મમાં લગ્નની પીઠી ચઢે તે પછી લગ્નનો વરઘોડો નિકળે ત્યા સુધી વરરાજો ઘર બહાર નિકળતો નથી. જેની પાછળ પણ અનેક માન્યતાઓ છે પરંતુ આ તમામ માન્યતા અને નિયમોને નેવે મૂકીને પારડી સ્મશાનમાં ડાઘુ તરીકે કામગીરી કરતા ગૌરવ નામના યુવાને પીઠીના દિવસે પણ પીઠી વાળા કપડાં સાથે સ્મશાનમાં પહોંચીને પોતાની ફરજ નિષ્ઠા કોરોના કાળમાં બજાવી અનેક લોકોને આશ્ચર્ય ચકિત કરી દીધા હતા.
આ પણ વાંચોઃ રાજકોટમાં કોરોના દર્દીઓના અંતિમ સંસ્કાર માટે 24 કલાક સ્મશાન કાર્યરત, ચીમની પીગળી રહી હોવાની શંકા
હળદળ ચોળેલા કપડે સ્મશાનમાં આવી ક્ષતિ દૂર કરી અંતિમ વિધિ કરી
પારડી ખાતે આવેલા સ્મશાનમાં 26 એપ્રિલે ત્રણ મૃતદેહ અંતિમ વિધિ માટે આવ્યા હતા. ગેસ ભઠ્ઠીમાં ટેક્નિકલ ક્ષતિ આવતા અહીંના સંચાલક મુંઝવણમાં મુકાયા હતા કારણ કે, ડાઘુ તરીકે કામ કરતા યુવકના લગ્ન હોવાથી તે રજા ઉપર હતો પરંતુ ક્ષતિ દૂર કરવા આખરે તેને ફોન કરતા તે હળદળ ચોળેલા કપડે સ્મશાનમાં આવી ક્ષતિ દૂર કરી સાથે સાથે ત્રણેય મૃતદેહોની અંતિમ વિધિ પણ કરી અને પોતાની ફરજ પૂર્ણ કરી હતી.
ગૌરવ છેલ્લા ત્રણ વર્ષથી પારડી વૈકુંઠ ધામમાં ડાઘુ તરીકે બજાવે છે ફરજ
કોરોના મહામારી વચ્ચે પારડી વૈકુંઠધામ સ્મશાન ગૃહમાં અગ્નિદાહની ફરજ બજાવતા ગૌરવ મંગળવારે લગ્ન હોવાથી પીઠી લગાવવમાં આવી હતી. પીઠીમાં પણ આ ડાઘુએ સ્મશાનમાં 3 મૃતદેહોને અગ્નીદાહ આપી કોરોના મહામારીમાં ઉમદા ફરજ અદા કરી હતી. ખરા કરોના વોરિયર્સ તરીકે કામગીરી બજાવી હતી. જો કે યુવાન ગૌરવના પિતા કમલેશ પલસાણા ગંગાજી સ્મશાન ગૃહમાં ડાઘુ છે, તેઓેએ પણ પોતાની ફરજ બજાવી હતી.
આ પણ વાંચોઃ રાતના અંધારામાં અંતિમક્રિયા, કોરોના મૃત્યુ આંક છુપાવવાનો આરોપ
લગ્નના દિવસોમાં પણ સ્મશાનમાં અગ્નિદાહની કામગીરી કરી
વલસાડ જિલ્લામાં રોજના કેટલા લોકો કોરોનાથી મૃત્યુ પામી રહ્યા છે. પારડી સ્મશાન ગૃહના સેક્રેટરી સંજય બારીયાએ જણાવ્યું હતું કે, ગૌરવ છેલ્લા ત્રણ વર્ષથી પારડી વૈકુંઠ ધામમાં ડાઘુ તરીકે ફરજ બજાવે છે. તેમજ તેમના પિતા કમલેશભાઈ પણ 20 વર્ષ સુધી ફરજ બજાવી હાલ ગંગાજી પલસાણા ખાતે ડાઘુ તરીકે ફરજ બજાવી રહ્યા છે. પિતા-પુત્રની ફરજને સૌએ બિરદાવી રહ્યા છે. આમ લગ્નના દિવસોમાં પણ પોતાની ફરજ નિષ્ઠાને માન આપી પોતે પીઠીના દિવસે પણ ફરજને મહત્વતા આપીને કરોના કાળમાં સમાજના નિયમોને નેવે મૂકી માનવતા ધર્મને પ્રાથમિકતા આપી છે.