ETV Bharat / state

પારડીમાં વિશ્વ મહિલા માસની ઉજવણી થશે, શાળાના બાળકો જોડાશે - બેટી બચાવો બેટી પઢાઓ

વલસાડમાં આગામી તારીખ 8 માર્ચના રોજ આવી રહેલા વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે દરેક જગ્યા ઉપર અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જ્યારે we belongs to pardi. વેદાંતા વેદાન્તા મલ્ટી પર્પસ અને રેવન્યુ વિભાગ પારડીના સહયોગ દ્વારા સમગ્ર માર્ચ માસમાં પારડીની વિવિધ હોસ્પિટલમાં જન્મ લેનારી નવજાત બાળકીને કીટ વિતરણ કરવામાં આવશે. સાથે સાથે આરંભ એક પહેલ દ્વારા વેદાંત સ્કુલના બાળકો દ્વારા આર્થિક રીતે પગભર ન હોય તેવી પાંચ મહિલાઓને ગૃહ ઉદ્યોગ શરૂ કરાવી તેમને આત્મનિર્ભર કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે. જેની જાણકારી શાળાના બાળકો દ્વારા આપવામાં આવી હતી.

http://10.10.50.85:6060//finalout4/gujarat-nle/thumbnail/28-February-2021/10807708_36_10807708_1614478386172.png

author img

By

Published : Feb 28, 2021, 9:20 AM IST

  • વિશ્વ મહિલા દિવસની ઉજવણી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર માસ દરમિયાન કરાશે
  • માર્ચ મહિનામાં જન્મ લેનારી બાળકીઓને કીટ વિતરણ કરાશે
  • પાંચ આર્થિક રીતે નબળી મહિલાઓને પગભર કરવા ગૃહ ઉદ્યોગ ચલાવવા પ્રોત્સાહન આપવામાં આવશે

વલસાડઃ we belong to pardi રેવન્યુ વિભાગ તેમજ વેદાન્તા મલ્ટી પર્પસના વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે પારડી વિસ્તારમાં આવેલી વિવિધ હોસ્પિટલોમાં માર્ચ માસ દરમિયાન જન્મ લેનારી બાળકીઓને કીટનું વિતરણ કરાશે. આ કિટમાં બાળકીઓ માટે કપડા સહિતની ચીજ વસ્તુઓ આપવામાં આવશે. કીટ આપવાનો મુખ્ય હેતુ એ છે બેટી બચાવો બેટી પઢાવોના સુત્રને સાર્થક કરવા તેમજ જન્મ લેનારી બાળકીના માતા-પિતાને બાળકના ઉછેર માટે પ્રોત્સાહન આપવા માટે કીટનું વિતરણ કરવામાં આવશે.

સમાજની પાંચ આર્થિક રીતે નબળી મહિલાઓને પગભર કરવા ગૃહ ઉદ્યોગ ચલાવવા પ્રોત્સાહન આપવામાં આવશે

બેટી બચાવો બેટી પઢાઓના સુત્રને સાર્થક કરવા પ્રયાસ

વેદાન્તા મલ્ટી પર્પસ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે વિશ્વ મહિલા દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં માત્ર એક જ દિવસ થતી હોય છે અને બાદમાં તમામ લોકો આ વાતને ભૂલી જતા હોય છે. પરંતુ આજના જમાનામાં પુત્રી પણ દરેક ક્ષેત્રે આગળ વધી શકે છે. સ્ત્રી હંમેશા પુરુષની સમોવડી હોય છે ત્યારે આ સમગ્ર બાબત નવજાત બાળકીના માતા-પિતાને સમજાવવા અને કીટ વિતરણ માટે સતત એક માસ સુધી આ કામગીરી ચલાવવામાં આવશે.

માર્ચ માસના આખા મહિનામાં જન્મ લેનારી બાળકીઓને કીટ વિતરણ કરાશે

આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતી પાંચ મહિલાઓને આત્મનિર્ભર કરવા આરંભ એક પહેલનું આયોજન

સમગ્ર વલસાડ જિલ્લામાં કદાચ પ્રથમવાર એવું થવા જઈ રહ્યું છે કે જ્યારે વિશ્વ મહિલા દિવસની ઉજવણીની સાથે સાથે સમગ્ર માસ દરમિયાન મહિલાઓ માટે વિશેષ કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે સ્કૂલના વિદ્યાર્થીઓ સમાજ માટે પોતાનું યોગદાન આપે એવા ઉમદા હેતુથી સમાજમાં રહેતી આર્થિક નબળી પરિસ્થિતિ ધરાવતી પાંચ મહિલાઓને ઓળખી કાઢી આવી પાંચ મહિલાઓને આત્મનિર્ભર કરવા માટે વિશેષ પ્લાન વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યો છે એટલે કે આવી મહિલાઓને આત્મનિર્ભર કરવા અને મહેનતથી રોજી રોટી મળે એવા હેતુથી વિદ્યાર્થી દ્વારા વિવિધ પ્રોજેક્ટ અંતર્ગત મહિલાઓને ગૃહ ઉદ્યોગ શરૂ કરવા પ્રોત્સાહન આપવામાં આવશે. જે બાદ તેમના દ્વારા ગૃહ ઉદ્યોગમાં બનાવેલી ચીજ વસ્તુઓ અને વેચાણ અર્થે મુકવા વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલી વેબસાઈટ ઉપર તેનું માર્કેટિંગ કરવામાં આવશે. જેથી તેના વેચાણ બાદ મળેલી આવક મહિલાઓના બેંક એકાઉન્ટમાં સીધી જ ટ્રાન્સફર કરી શકે. આમ આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતી મહિલાઓને આત્મનિર્ભર કરવા માટે આરંભ એક પહેલ નામનો પ્રોજેક્ટ પ્રથમવાર કોઇ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા અમલમાં મુકવામાં આવ્યો છે.

વિશ્વ મહિલા માસની ઉજવણી પારડીમાં થશેઃ શાળાના બાળકો જોડાશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.