ETV Bharat / state

વલસાડના કપરાડામાં વિશ્વ આદિવાસી દિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ - World Tribal Day was celebrated in kaprada

આદિવાસી સમાજના ભવ્‍ય ઇતિહાસ અને ગૌરવવંતી સંસ્‍કૃતિમાંથી પ્રેરણા લઇ તેની ઉજ્જવળ પરંપરા અને અસ્‍તિત્‍વને ટકાવી રાખવાના પ્રયાસના ભાગરૂપે પ્રતિવર્ષ 9 ઓગસ્‍ટના દિવસને આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસ તરીકે સંયુક્‍ત રાષ્‍ટ્રસંઘ દ્વારા જાહેર કરવામાં આવ્‍યો છે. જેની ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અરૂણોદય હાઇસ્‍કૂલ ખાતે રાજયના સહકાર, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્‍ય પ્રધાન ઇશ્વરસિંહ પટેલ, પારડીના ધારાસભ્‍ય કનુભાઇ દેસાઇ તથા કપરાડાના માજી ધારાસભ્‍ય જીતુભાઇ ચૌધરીની ઉપસ્‍થિતિમાં યોજાયો હતો.

વલસાડના કપરાડામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ

author img

By

Published : Aug 9, 2020, 7:58 PM IST

વલસાડ: કપરાડામાં કાર્યક્રમના શુભારંભ આદિવાસીઓના કૂળદેવી અને દેવીદેવતાઓને પુષ્‍પ અર્પણ સાથે દીપપ્રાગટય થકી કરવામાં આવ્‍યો હતો. આ અવસરે રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઓનલાઇન સંબોધન કરી આંતરાષ્‍ટ્રીય આદિવાસી દિવસની શુભેચ્‍છાઓ પાઠવી હતી.

વલસાડના કપરાડામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ
વલસાડના કપરાડામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ

આ અવસરે પ્રધાન ઇશ્વરસિંહ પટેલે જણાવ્‍યું હતુ કે, આદિવાસીઓને ભૌતિક સુવિધા રાજય સરકારે પુરી પાડી છે. આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે તત્‍કાલીન મુખ્‍યપ્રધાન અને હાલના દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ વનબંધુ યોજના અમલમાં મુકી રસ્‍તા, પાણી, વીજળી, આરોગ્‍ય જેવી અનેક સુવિધાઓ પુરી પાડી છે. શૈક્ષણિક ક્ષેત્રે પણ અનેક સવલતો આપી છે. પેસા એકટનો કાયદો રાજયના મુખ્‍યપ્રધાન વિજય રૂપાણી દ્વારા અમલવારી કરાવી આદિવાસીઓના હક્કો આપવાનું કાર્ય કર્યુ છે. વન અધિકાર ધારા હેઠળ જંગલની જમીન ખેડતા આદિવાસીઓને જમીન પણ ફાળવી છે.

પારડીના ધારાસભ્‍ય કનુભાઇ દેસાઇ અને પૂર્વ ધારાસભ્‍ય જીતુભાઇ ચૌધરીએ પ્રાસંગિક ઉદબોધનમાં આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસની શુભકામના પાઠવી હતી. આ અવસરે એસ.એસ.સી/ એચ.એસ.સીમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીનીઓ, ખેલાડીઓ, પ્રગતિશીલ ખેડૂતો, દુધ ઉત્‍પાદકોનું સન્‍માન અને ગારમેન્‍ટ તાલીમના લાભાર્થીઓ તેમજ વન અધિકાર અધિનિયમ-2006 અન્‍વયે અધિકારપત્રો આપવામાં આવ્‍યા હતા.

આ અવસરે આદિજાતિઓના વિકાસ યોજના અંગેની ઝાંખી દર્શાવતી સી.ડી.નું નિદર્શન કરાયું હતું. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્‍તે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું.

આ અવસરે જિલ્લા પંચાયત આરોગ્‍ય સમિતિના અધ્‍યક્ષ ગુલાબભાઇ રાઉત, કપરાડા તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન નાયબ વન સંરક્ષક એચ.એસ.પટેલ, પ્રાંત અધિકારી વી.સી.બાગુલ, મામલતદાર કે.એસ. સુવેરા સહિત જિલ્લા તાલુકા પંચાયત સદસ્‍યો, આદિવાસી અગ્રણીઓ, કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્‍તારના આદિવાસી ભાઇ-બહેનો હાજર રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.