ETV Bharat / state

વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવક વધી, ડેમના 5 દરવાજા ખોલાયા - Valsad

વલસાડઃ જિલ્લામાં મેઘમહેરની સ્થિતિ યથાવત રહી છે. ત્યારે ગત 24 કલાકમાં કુલ 169 mm જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે શનિવારે સવારે 6થી 8 દરમિયાન 65 mm જેટલો વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. હાલ મધુબન ડેમમાં 17904 ક્યુસેક જેટલી આવક વધી રહી છે, જેને લઇને ડેમના 5 જેટલા દરવાજા 1 મીટર સુધી ખોલવામાં આવ્યા છે.

ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવક વધી
author img

By

Published : Jul 6, 2019, 11:59 AM IST

વલસાડ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી મેઘમહેર યથાવત્ છે. ત્યારે સૌથી વધુ વરસાદ ધરમપુર તાલુકામાં નોંધાયો છે, વાત કરીએ છેલ્લા 24 કલાકની તો 24 કલાકમાં કુલ 169 mm જેટલો વરસાદ વલસાડ જિલ્લાના વિવિધ તાલુકામાં નોંધાયો છે. ઉમરગામમાં 10 mm કપરાડામાં 23 mm ધરમપુરમાં 21 mm પારડી તાલુકામાં 16 mm વલસાડ તાલુકામાં 25 mm જ્યારે વાપી તાલુકામાં 75 mm મળી 24 કલાકમાં 169 mm જેટલો વરસાદ નોંધાયો છે. તો આજે વહેલી સવારે 6થી 8 દરમિયાન વિવિધ તાલુકાઓમાં મળી 65 mm જેટલો વરસાદ નોંધાયો છે અને સૌથી વધુ વરસાદ ધરમપુર તાલુકામાં 15 mm જેટલો નોંધાયો છે.

ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પણ પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. વરસાદ પૂર્વે જે પાણીની સપાટી 63.30 મીટર હતી, તે હાલમાં વધી ને 72.30 મીટર ઉપર પહોંચી છે. આ વધારાને ધ્યાનમાં રાખી ડેમના પાણીનું લેવલ જાળવી રાખવા માટે ડેમના 5 દરવાજા 1 મીટર સુધી ખોલી 19,434 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે 17904 ક્યુસેક જેટલું પાણીની આવક મધુબન ડેમમાં નોંધાઈ છે, તો સાથે સાથે હજુ પણ ધરમપુર અને કપરાડા જેવા તાલુકાઓમાં સતત મેઘરાજાની મહેર વરસી રહી છે.

Intro:વલસાડ જિલ્લામાં મેઘમહેર યથાવત રહી છે ત્યારે ગત ૨૪ કલાકમાં કુલ ૧૬૯ એમએમ જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે આજે સવારે ૬ થી ૮ દરમ્યાન 65 એમએમ જેટલો વરસાદ નોંધાયો છે તો બીજી તરફ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે હાલ મધુબન ડેમમાં 17904 ચાર ક્યુસેક જેટલી આવક વધી રહી છે જેને લઇને ડેમના પાંચ જેટલા દરવાજા એક મીટર સુધી ખોલવામાં આવ્યા છેBody:
વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘમહેર યથાવત્ છે ત્યારે સૌથી વધુ વરસાદ ધરમપુર તાલુકામાં નોંધાયો છે વાત કરીએ છેલ્લા ચોવીસ કલાકની તો ચોવીસ કલાકમાં કુલ ૧૬૯ એમએમ જેટલો વરસાદ વલસાડ જિલ્લાના વિવિધ તાલુકામાં નોંધાયો છે ઉમરગામમાં 10 એમ એમ કપરાડામાં ૨૩ એમ.એમ ધરમપુરમાં 21 એમ.એમ પારડી તાલુકામાં 16 એમ.એમ વલસાડ તાલુકામાં 25 એમ જ્યારે વાપી તાલુકામાં ૭૫ એમ મળી ૨૪ કલાકમાં 169 એમએમ જેટલો વરસાદ નોંધાયો છે તો આજે વહેલી સવારે ૬ થી ૮ દરમિયાન વિવિધ તાલુકાઓમાં મળી ૬૫ એમએમ જેટલો વરસાદ નોંધાયો છે અને સૌથી વધુ વરસાદ ધરમપુર તાલુકામાં 15 એમએમ જેટલો નોંધાયો છેConclusion:તો ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પણ પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે વરસાદ પૂર્વે જે પાણી ની સપાટી 63.30 મીટર હતી તે હાલમાં વધી ને 72.30 મીટર ઉપર પોહચી છે આ વધારાને ધ્યાને રાખી ડેમનું પાણીનું લેવલ જાળવી રાખવા માટે ડેમના પાંચ દરવાજા એક મીટર સુધી ખોલી 19,434 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે 17904 ક્યુસેક જેટલું પાણી ની આવક મધુબન ડેમમાં નોંધાઈ છે તો સાથે સાથે હજુ પણ ધરમપુર અને કપરાડા જેવા તાલુકાઓમાં સતત મેઘરાજાની મહેર વરસી રહી છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.