ETV Bharat / state

દિવાળીના તહેવારમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા વાપી પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું

એક તરફ દિવાળી મહાપર્વને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે કોરોના મહામારીના 8 મહિના બાદ મુખ્ય બજારમાં ચહલપહલ વધી છે. જેને લઈને ઠેકઠેકાણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. લારી ગલ્લાવાળાઓ પણ રસ્તા પર અડિંગો જમાવી દેતા હોય છે. જેથી આ સમસ્યામાંથી શહેરીજનોને છૂટકારો અપાવવા વલસાડ જિલ્લા પોલીસ રસ્તા પર ઉતરી છે.

દિવાળીના તહેવારમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા વાપી પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું
દિવાળીના તહેવારમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા વાપી પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું
author img

By

Published : Nov 10, 2020, 5:14 AM IST

  • વાપી પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
  • ટ્રાફિક સમસ્યા નિવારવા દંડાત્મક કાર્યવાહી
  • શહેરીજનોએ પોલીસને આપ્યો સહકાર
    દિવાળીના તહેવારમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા વાપી પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું

વલસાડઃ વાપીમાં હાલ દરરોજ સાંજે મુખ્ય બજાર વિસ્તારોમાં પોલીસ જવાનોનું ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું છે. ફૂટ પેટ્રોલિંગ સાથે બજારમાં નીકળતા પોલીસ જવાનો આડેધડ પાર્ક થતા વાહન ચાલકો વિરુદ્ધ, લારી ગલ્લા લગાવી અડચણ ઉભી કરતા લારી ગલ્લાઓવાળા સામે દંડાત્મક કાર્યવાહી કરી રહ્યા છે.

ETV BHARAT
ફૂટ પેટ્રોલિંગ

પોલીસ-પ્રજા વચ્ચેની મિત્રતાનો અહેસાસ

સોમવારે પણ વાપીમાં જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ વાપી પોલીસે ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. મોટી સંખ્યામાં પોલીસ કાફલો રસ્તા પર ઉતરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જો કે, પોલીસ પ્રજાની મિત્ર હોય તેવી લાગણી વ્યક્ત કરાવી ટ્રાફિક સમસ્યામાંથી છૂટકારો અપાવવા આ કામગીરી હાથ ધરી હોવાનું જણાવતા લોકોએ પણ પોલીસની કામગીરીની સરાહના કરી સહકાર આપ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.