- વાપી નગરપાલિકામાં ફરી ભાજપની જીત
- 11 વોર્ડની ચૂંટણીમાં 44 બેઠકો પૈકી 1 બેઠક ભાજપને બિન હરીફ મળી
- કોંગ્રેસ-આમ આદમી પાર્ટીના ઉમેદવારોની હાર
વલસાડઃ વાપી નગરપાલિકામાં (Vapi Municipality)ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો (BJP's victory in Vapi municipality )છે. જ્યારે કોંગ્રેસ-આમ આદમી પાર્ટીના(Congress-Aam Aadmi Party) ઉમેદવારોની કારમી હાર થઈ છે. વાપીમાં કુલ 11 વોર્ડની ચૂંટણીમાં 44 બેઠકો પૈકી 1 બેઠક ભાજપને બિન હરીફ મળી હતી. જે બાદ 28મી નવેમ્બરે 43 બેઠક પર મતદાન થયું હતું. જેની આજે મતગણતરી હતી જેમાં ભાજપે ફરી એકવાર પાલિકા કબ્જે કરી છે. ત્યારે આ જીત અંગે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ, રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈ(Finance Minister Kanu Desai ) સહિત વિજેતા ઉમેદવારોએ પોતાની ખુશી વ્યક્ત કરી જીત અંગે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.
વાપીમાં ફરી ભાજપનો ભગવો
વાપી નગરપાલિકામાં ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયા બાદ (BJP's victory in Vapi municipality )ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ વર્તાયો છે. ત્યારે આ અંગે રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈએ(Finance Minister Kanu Desai ) જણાવ્યું હતું કે આ વખતની નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના આગમન પછી તેમનું કંઈક ઉપજશે તેવી આશા જનતામાં હતી. પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ડિપોઝીટ પણ ગુમાવી છે.
આમ આદમી પાર્ટીના કાર્યકરોની ડિપોઝીટ ગુલ
વાપીમાં ભાજપે ફરી સત્તાનું સુકાન સંભાળ્યું છે. જનતાએ ભાજપને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. જ્યારે આ વખતના મતદાનની ટકાવારી અંગે નાણાપ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું હતું કે 40 ટકા મતદાન પણ થયું હોત તો પણ ભાજપ વિજેતા બનવાની હતી. કેમ કે જે મતદાન થયું છે તે ભાજપના કાર્યકરોએ જ કર્યું છે.
ઘરે ઘરે મફત ગટરના કનેક્શન આપશે
આગામી દિવસોમાં નગરપાલિકાના આયોજન અંગે નાણાપ્રધાને જણાવ્યું હતું કે, વાપીના કેટલાક વિસ્તારોમાં ચોમાસામાં જે પાણી ભરાવાની સમસ્યા છે એ સમસ્યાનું નિરાકરણ કરવાનું, તેમજ જે 2 નવા STP શરૂ કરવામાં આવ્યા છે. તે બાદ ઘરે ઘરે મફત ગટરના કનેક્શન આપવામાં આવશે.
વાપી પાલિકામાં વિકાસની ગતિ વધુ તેજ થશે
આગામી દિવસોમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ ભાજપ સમર્થિત ઉમેદવાર વિજેતા મેળવશે અને સી.આર.પાટિલ નું 182 વિધાનસભા જીતવાનું સપનું સાકાર થશે તેવું કનું દેસાઈએ જણાવ્યું હતું. એ જ રીતે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાએ જણાવ્યું હતું કે હવે આગામી દિવસોમાં વાપી નગરપાલિકામાં વિકાસની ગતિ વધુ તેજ ગતિથી આગળ વધારીશું મતદારોને અભિનંદન પાઠવતા કંસારાએ જણાવ્યું હતું કે આ વિજય ભાજપના કાર્યકરો અને ઉમેદવારના મહેનતનું પરિણામ છે.
સ્ત્રી સશક્તિકરણના અને આવાસના કામ કરશે
એ જ રીતે વોર્ડ નંબર બે માંથી પ્રથમ વખત ચૂંટણી લડીને વિજેતા થનાર તસ્લિમ સુલતાન બાબુલે જણાવ્યું હતું કે, પ્રથમ વખત તે વિજેતા બની છે. આવનારા દિવસોમાં તેમના વિસ્તારમાં સ્ત્રી સશક્તિકરણ અંગે તેમજ આવાસ યોજના હેઠળના કામ કરશે. અન્ય ઉમેદવાર મનોજ નંદાણીયાએ પણ તેમની જીત બદલ ભાજપના મોવડીઓ અને મતદારોનો આભાર માન્યો હતો.
વોર્ડ નંબર 7માં ભાજપના 2 ઉમેદવારોએ હેટ્રિક નોંધાવી
જ્યારે હેટ્રિક નોંધાવનાર વોર્ડ નંબર સાતના દિલીપ યાદવ અને ગત ટર્મમાંના વાપી નગરપાલિકામાં ઉપપ્રમુખ રહી ચૂકેલા મુકુંદા પટેલે જણાવ્યું હતું કે ટિકિટ આપ્યા બાદ તેઓએ આ ત્રીજી વખત જીત મેળવી છે મતદારોએ તેમણે કરેલા કામને વધાવ્યા છે. તેમના પર વિશ્વાસ મૂકીને ત્રીજી વખત વિજેતા બનાવ્યા છે. એ જ રીતે જયેશ કંસારા એ પણ મતદારોનો આભાર માન્યો હતો.
આ પણ વાંચોઃ Omicron variant in gujarat: તંત્ર એલર્ટ પર, વિદેશથી અમદાવાદ આવેલા 400 લોકોને આઇસોલેશનમાં રહેવા સૂચના