ETV Bharat / state

ચોરીના મોબાઈલમાં IMEI બદલી, પેટર્ન લોકને અનલોક કરી સસ્તા ભાવે વેંચતા 2 ઇસમોની LCBએ ધરપકડ કરી - vapi police

વાપીમાં LCB (Local Crime Branch)ની ટીમે ચોરીના મોબાઈલમાં ખાસ સોફ્ટવેર વડે IMEI (International Mobile Equipment Identity) બદલી મોબાઈલના પેટર્ન લોકને અનલોક કરવા સહિત મોબાઈલને ફોર્મેટ કરી સસ્તા ભાવે વેંચી દેતા મદની મોબાઈલ સોલ્યુશન નામની દુકાન ધરાવતા 2 ભેજબાજોની ધરપકડ કરી છે. આ બન્ને ઈસમો પાસેથી અલગ અલગ કંપનીના 29 નંગ મોંઘા મોબાઈલ, 3 લેપટોપ સહિત કુલ 1,23,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Vapi
Vapi
author img

By

Published : May 30, 2021, 6:47 AM IST

  • LCB એ 2 ભેજાબાજની ધરપકડ કરી
  • મોબાઈલમાં IMEI બદલી સસ્તામાં વેંચતા હતાં
  • મદની મોબાઈલ સોલ્યુશનમાં આચરતા હતા કૌભાંડ

વાપી: વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ચોરીના મોબાઈલમાં IMEI IMEI (International Mobile Equipment Identity) બદલી સસ્તા ભાવે વેંચી દેવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સાથે જ 2 આરોપીઓની ધરપકડ કરી 29 જેટલા મોંઘા મોબાઈલ, 3 લેપટોપ, મોબાઈલ રિપેરીંગના ઇન્સ્ટ્રુમેન્ટ સહિત કુલ 1,23,000 રૂપિયા નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ સામે IPC 41(1)D, 102 મુજબ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: સેલવાસમાં 7 મોબાઈલની ચોરી કરનાર 2 ચોરની ધરપકડ

પોલીસે કરી કાયદેસરની કાર્યવાહી

વલસાડ LCB તરફથી મળેલી વિગતો મુજબ, LCB (Local Crime Branch)ની એક ટીમ વાપીમાં મિલકત સબંધી ગુના શોધવા પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે, વાપીમાં આવેલ હિના આર્કેડ નામની બિલ્ડીંગની પાછળની ગલીમાં મદની મોબાઈલ સોલ્યુશન નામની દુકાન આવેલી છે. જેમાં ચોરીના મોબાઈલના IMEI બદલી તેને સસ્તા ભાવે વેંચી દેવાનો કારોબાર ચાલે છે.

ચોરીના મોબાઈલમાં IMEI બદલી, પેટર્ન લોકને અનલોક કરી સસ્તા ભાવે વેંચતા 2 ઇસમોની LCBએ ધરપકડ કરી

29 મોંઘા ચોરાઉ મોબાઈલ મળ્યા

આ બાતમી આધારે LCB (Local Crime Branch) ની ટીમે મદની મોબાઈલ સોલ્યુશન નામની દુકાનમાં રેઇડ કરી હતી. દુકાનમાં મનિષ કતવાર જયસ્વાલ અને ઓપરેટરે અમિત અચ્છેલાલ જયસ્વાલ નામના 2 ઈસમો હાજર હતાં. જેમની સામે કાઉન્ટરના ટેબલ ઉપર અલગ અલગ કંપનીના એન્ડ્રોઇડ તથા સાદા મોબાઇલ ફોન તથા એપલ કંપનીના મળી 29 જેટલા મોબાઇલ ફોન, 3 લેપટોપ, 1 ડેસ્કટોપ, મોબાઇલ રીપેરીંગ કરવાના ઇન્સટ્રુમેન્ટ પડ્યા હતાં. જે તમામ મોબાઇલ ફોનના તથા લેપટોપ કમ્યુટરના બિલ કાગળો પુરાવા માંગતા તેઓ આપી શક્યા નહોતાં.

આ પણ વાંચો: 28 લાખના હીરા ચોરી કરનાર રત્નકલાકારની ધરપકડ

સોફ્ટવેરની મદદથી બદલતા હતા IMEI અને પેટર્ન લોક

LCB ની ટીમે કુલ 1,23,000નો મુદ્દામાલ તથા બન્ને આરોપીઓ મનીષ અને અમીતની ધરપકડ કરી LCB ઓફીસે લાવી વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આ બન્ને ઈસમો પાસે વાપીમાં દિવસ-રાત્રીના મોબાઈલ સ્નેચિંગ કરતા ચોર ઈસમો આ ચોરીના મોબાઇલ ફોન આપી જતા હતા જે મોબાઈલ ફોનને આ ભેજાબાજ ઈસમો લેપટોપમાં અલગ અલગ સોફટવેરો જેવા કે, Miracle box , Octoplus Shel , Secret Tool , UFI , Sam Key Code Reader , Infinity Box , Samsung FRP 2020 , Turbo Flasher , Qualcomm FRP Tool ને ઓનલાઇન ડાઉનલોડ કરી ડોંગલથી ઓપરેટ કરી મોબાઇલ ફોનને સોફટવેરથી પેટર્ન લોક / અનલોક, કોડ કલીયરની એપ્લીકેશનો મારફતે મોબાઇલ ફોર્મેટ કરી IMEI ચેન્જ કરી મોબાઇલ ફોન સસ્તા ભાવે વેચી આપતા હતાં.

એક જ પ્રકારનો IMEI નાખી ગ્રાહકોને વેંચી દેતા હતાં

LCB (Local Crime Branch)ની ટીમે બન્ને ઇસમોની CRPC 41(1) D, 102 મુજબ ધરપકડ કરી આ કૌભાંડમાં ચોરીના મોબાઈલ ચોરનાર ચોરની વિગતો મેળવી તેમને દબોચી લેવા વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પકડાયેલ બંને ભેજાબાજ ચોરેલા મોબાઈલમાં એક જ પ્રકારનો IMEI નાખી ફોર્મેટ કરી ત્યારબાદ સસ્તા મોબાઈલ ખરીદવા માંગતા ગ્રાહકોને આવા મોબાઈલ વેંચી દેતા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.