વલસાડઃ વાપી GIDCમાં એન્વાયર્નમેન્ટ ડ્રાઇવ અંતર્ગત પોકેટ ગાર્ડન અને વૃક્ષારોપણના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં(Environment Drive) રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે દેશમાં ઉદ્યોગોનો સતત વિકાસ(Garden and plantation program)થઈ રહ્યો હોવાની વાત કહી હતી. તેમજ એસ્ટોલ પાણી યોજના(Astol water scheme )પૂર્ણ કર્યા બાદ આગામી દિવસોમાં 500 કરોડની જોગવાઈ સાથે ઊંચા પર્વતો વચ્ચે 10 મીટરના ડેમ બનાવી પાણીનો સંગ્રહ કરી પાણીની તંગી દૂર કરવામાં આવશે તેવું જણાવ્યું હતુ.
GST કલેક્શનએ દેશમાં ઉદ્યોગોના થઈ રહેલા વિકાસનું પેરામીટર - શનિવારે વાપી GIDC વિસ્તારમાં ઉદ્યોગોના સહકારથી તૈયાર કરવામાં આવેલા પોકેટ ગાર્ડન અને ગ્રીન સ્પેસમાં વૃક્ષારોપણ કરી વાપીને હરિયાળું બનાવવાનો સંકલ્પ સાથેના કાર્યક્રમમાં રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમના હસ્તે પોકેટ ગાર્ડનનું ઉદ્ઘાટન (Vapi Pocket Garden)તેમજ ગ્રીન સ્પેસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, ભારતમાં અને ગુજરાતમાં GST કલેક્શન વધ્યું છે. GST કલેક્શનએ દેશમાં ઉદ્યોગોના થઈ રહેલા વિકાસનું પેરામીટર છે.
આ પણ વાંચોઃ Kaprada Astol Water Scheme: આ જિલ્લામાં પીએમ મોદી કરોડોની યોજનાનું ઉદ્ઘાટન કરશે
4 ટ્રિલિયન ડોલરના ઉત્પાદનોની નિકાસ કરવામાં આવી - નાણાપ્રધાન કનુ દેસાઈએ ઉમેર્યું હતું કે મોદી સરકારના શાસનમાં દેશના ઉદ્યોગોનો સતત વિકાસ થઈ રહ્યો છે. કોરોના કાળમાં ઉદ્યોગો દ્વારા ભારતમાંથી 4 ટ્રિલિયન ડોલરના ઉત્પાદનોની નિકાસ કરવામાં આવી છે. જેમાં એકલા ગુજરાતનો ફાળો 25 ટકા એટલે કે 1 ટ્રિલિયન છે. આગામી દિવસોમાં પણ દેશના ઉદ્યોગ સતત પ્રગતિ કરતા રહે તેવી પહેલ સરકારની છે. વાપીના ઉદ્યોગોનો પણ દેશના ગ્રોથ એન્જિનમાં મહત્વનો ફાળો રહ્યો છે.
ડેમ બનાવી 10 ગામોને પાણી પૂરું પાડવાની યોજના - કનુ દેસાઈએ વધુમાં હાલમાં પૂર્ણ થયેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પિત થયેલ એસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના અંગે જણાવ્યું હતું કે, આ યોજના જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં લોકોને પીવાનું પાણી પૂરું પાડવાની ભગીરથ યોજના હતી. જેમાં 200 માળ સુધી ઊંચે પાણી લઈ જઈ ત્યાંથી નીચે લાવી લોકોને પીવાનું પાણી પૂરું પાડવાનું હતુ. આ યોજના પૂર્ણ થઈ છે. હવે આગામી દિવસોમાં બે પર્વતો વચ્ચે લોકોની ખેતીને નુકસાન ના થાય તે મુજબ જમીન એકવાયર કરી 10 મીટરના ડેમ બનાવી પાણી સંગ્રહ કરવાની યોજના છે. જે માટે પ્રથમ તબક્કામાં 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જો કે વલસાડ જિલ્લાની કેટલીક નદીઓમાંથી બારેમાસ વહેતા પાણીને રોકવા અંગે તેમણે જણાવ્યું હતું કે થોડું ઘણું પાણી દરિયામાં ભળવું જરૂરી છે તો જ તે વરાળ રૂપે ઉપર જશે અને વરસાદ રૂપે જમીન પર વરસશે એટલે તે પાણીને રોકવાના બદલે વહેવા દેવામાં આવશે.
આ પણ વાંચોઃ PM Modi Gujarat Visit : આંદોલન પ્રભાવિત આદિવાસી વિસ્તારમાં પીએમ મોદીના ભવ્ય કાર્યક્રમો, ચર્ચા છે કે...
કાર્બનનું પ્રમાણ ઘટાડવા વૃક્ષારોપણ સહિતના જે પ્રયાસો જરૂરી - ઉલ્લેખનીય છે કે, નાણાપ્રધાને વાપી GIDCમાં VGEL અને VIA જેવી સંસ્થાઓ દ્વારા 10 વર્ષથી વાપીમાં ઓક્સિજનનું પ્રમાણ જાળવવા અને કાર્બનનું પ્રમાણ ઘટાડવા વૃક્ષારોપણ સહિતના જે પ્રયાસો થઈ રહ્યા છે તેની સરાહના કરી હતી. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના GIDCમાં કાર્બન ઓછું કરવાના સંકલ્પમાં વાપી જેવી GIDCના ઉદ્યોગકારો પણ સહકાર આપી રહ્યા હોય, વૃક્ષરોપણ સાથે તેની જાળવણીની જવાબદારી પણ નિભાવતા હોય તે બદલ અભિનંદન પાઠવ્યા હતા.