ETV Bharat / state

વલસાડ : કોરોના મહામારી વચ્ચે યોજાશે પેટા ચૂંટણી, જાણો શું છે સાવચેતીના પગલા?

3 નવેમ્બરના રોજ યોજાવા જઈ રહેલી કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદારો અને સરકારી કર્મચારીઓને વિશેષ તકેદારી રાખવાની રહેશે. આ સાથે મતદાન કરવા આવનારા તમામ મતદારો માટે પોલિથિનના હેન્ડ ગ્લોવ્ઝ આપવામાં આવશે.

વલસાડ
વલસાડ
author img

By

Published : Nov 2, 2020, 5:11 PM IST

Updated : Nov 2, 2020, 7:14 PM IST

  • કોરોનાની મહામારી વચ્ચે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે
  • કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે વિશેષ વ્યવસ્થા
  • કર્મચારીઓની પણ તકેદારી અને સતર્કતાની કામગીરી વધશે

વલસાડ : 3 નવેમ્બરના રોજ યોજાનારી વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે. જેમાં કપરાડા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે કોરોનાની મહામારી વચ્ચે મતદારો અને સરકારી કર્મચારીઓને વિશેષ તકેદારી રાખવાની રહેશે. આ સાથે મતદાન કરવા આવનારા તમામ મતદારો માટે પોલિથિન હેન્ડ ગ્લોવ્ઝ આપવામાં આવશે. એટલે કે, મતદાન સમયે દરેક મતદારે પોલિથિન હેન્ડ ગ્લોવ્ઝ પહેરવા પડશે.

જે અંતર્ગત 2 લાખ 70 હજાર જેટલા પોલિથિન હેન્ડ ગ્લોવ્ઝ સરકારી તંત્ર દ્વારા 374 મતદાન મથકો પર પહોંચતા કરી દેવામાં આવ્યા છે. આ સાથે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોરોનાની મહામારી વચ્ચે યોજાવા જઇ રહી છે. જેથી સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની પણ તકેદારી અને સતર્કતાની કામગીરી ખૂબ વધી જશે.

સરકારી કર્મચારીઓને સેનિટાઈઝર, માસ્ક, ગ્લોવ્ઝ તેમજ પોલિથિન ગ્લોવ્ઝ આપવામાં આવ્યા

કોરોનાની મહામારી વચ્ચે કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી મંગળવારના રોજ યોજાવા જઈ રહી છે અને તે માટે સોમવારે રિસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર પરથી તમામ 4,000થી વધુ સરકારી કર્મચારીઓને સેનિટાઈઝર માસ્ક ગ્લોઝ તેમજ પોલિથિન ગ્લોવ્ઝ આપવામાં આવ્યા છે. આ સાથે PPE કીટ પણ આપવામાં આવી છે.

કોરોના મહામારી વચ્ચે યોજાશે પેટા ચૂંટણી

મતદારો માટે 2,70,000 પોલિથિન હેન્ડ ગ્લોઝ

મંગળવાર વહેલી સવારથી કપરાડામાં 374 મતદાન મથકો પર મતદાન શરૂ થશે અને જ્યાં મતદાન કરવા માટે આવનારા મતદાતાઓમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. 412 થર્મલ સ્કેનિંગ ગન, 637 નંગ સેનિટાઈઝર (250 MLની બોટલ), N95 માસ્ક નંગ 4130, થ્રિલેયર માસ્ક 7510, ફેસ સિલ્ડ 4130, રબર ગ્લોઝ 4130, તેમજ દરેક મતદાન મથક પર મતદાન કરવા આવનારા મતદાર માટે 2,70,000 પોલિથિન ગ્લોઝ જેને પહેરી EVM મશીનનું મતદાર બટન દબાવી મતદાન કરી શકશે.

શિક્ષકો માટે દરેક ચૂંટણી કરતા આ ચૂંટણી વિશેષ

374 મતદાન મથકો પર ફરજ બજાવવા માટે સોમવારે ડિસ્પેચ અને રિસિવિંગ સેન્ટર પરથી મતદાન મથકો પર ફરજ બજાવનારા ઝોનલ અધિકારી પ્રિસાઇડિંગ ઓફિસર અને તેમની સાથેના તમામ કર્મચારીઓ માટે આ ચૂંટણી કોરોનાની મહામારીમાં યોજાવા જઇ રહી છે. તેના માટે તે વિશેષ રહેશે આમ સામાન્ય ચૂંટણીઓમાં તેઓ માટે વિવિધ કાગળ ઉપર કરવામાં આવતું વર્ક અંગે તકેદારી રાખવાની રહેતી હોય છે.

N95 માસ્ક સહિતની વિવિધ તકેદારીની ચીજ વસ્તુઓ આપવામાં આવી

કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે પણ વિશેષ તકેદારી રાખવાની રહેશે. આ સાથે તેમનું દર ચૂંટણીમાં કરવામાં આવતું કામ પણ કરવાનું રહેશે. આમ સામાન્ય ચૂંટણી કરતા આ વખતની ચૂંટણીમાં તકેદારી અને સતર્કતા રાખવા પર ભાર મૂકવામાં આવ્યો છે. મહત્વનું છે કે, આ માટે 4,000થી વધુ સરકારી કર્મચારી એવો મતદાન બૂથ પર ફરજ બજાવવા જઈ રહ્યા છે, તેમને પણ ફેરફિલ્ડ N95 માસ્ક સહિતની વિવિધ તકેદારીની ચીજ વસ્તુઓ આપવામાં આવી છે.

Last Updated : Nov 2, 2020, 7:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.